ભારતના સ્ટાર વિરાટ કોહલી વિશ્વભરના ખેલાડીઓમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર છે. અને ઈન્ટ્રાગ્રામ પર તેના 2.5 મિલિયનથી વધારે લોકો તેના ફ્લોઅર્સ સાથે કોહલી સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય સેલિબ્રિટી બની ગયા છે. હવે વિરાટ કોહલીની કમાણી વિશે વાત કરીએ તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોથી આગળ નીકળી ગયા છે. કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રુપિયા થઈ ગઈ છે.
સ્ટોક ગ્રોના રિપોર્ટ પ્રમાણે કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રુપિયા થઈ ગઈ છે. જે આજના વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાં સૌથી વધારે છે. 34 વર્ષના કોહલીને બીસીસીઆઈ એસેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એપ્લસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કરાર મુજબ તે વર્ષે 7 કરોડ રૂપિયા કમાય છે. દરેક ટેસ્ટ માટે તેની મેચ ફી 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા છે. #🏏કોહલીની નેટવર્થ 1000 કરોડને પાર💰
Also read
BMI Calculator Online Calculate your BMI Online
વિરાટ કોહલીની નેટવર્થ 1000 કરોડને પાર, ઈન્સ્ટા પોસ્ટ કરવાના આટલા પૈસા લે છે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર અવારનવાર પોતાના નવા રેકોર્ડ બનાવે છે અને તોડે છે. પરંતુ કોહલીએ હવે નેટવર્થના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની કુલ સંપત્તિ એક હજાર કરોડને પાર પહોંચી ગઈ છે. સ્ટોક ગ્રો મુજબ કોહલીની નેટવર્થ 1,050 કરોડ રુપિયા છે.
કોહલી સિવાય હાલ દુનિયાના કોઈ ક્રિકેટરની નેટવર્થ આટલી નથી. 34 વર્ષનો કોહલી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ કેટેગરીમાં આવે છે, જેનાથી તે વર્ષે 7 કરોડ રુપિયા કમાય છે. તેની એક ટેસ્ટ મેચની ફી 15 લાખ, વનડેની 6 લાખ અને ટી20ની 3 લાખ રુપિયા છે. તો કોહલી IPLમાં RCBની ટીમમાં છે, જ્યાંથી તે વર્ષે 15 કરોડ રુપિયા કમાય છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટના આટલા પૈસા વસૂલે છે કોહલી કોહલી દુનિયાના સૌથી પોપ્યુલર એથેલિટમાંથી એક છે. તેની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે.
Also read
જમ્યા પછી કેમ ઊંઘ આવે છે? USEFUL HEALTH
કોહલીના સોશિયલ મીડિયા પરના પોસ્ટનો ચાર્જ જાણીને તમને આશ્ચર્ય થશે. રિપોર્ટ મુજબ કોહીલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના 8.9 કરોડ રુપિયા અને ટ્વિટર પર એક પોસ્ટના 2.5 કરોડ રુપિયા ચાર્જ કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયન અને ટ્વિટર પર 56.4 મિલિયન ફોલોઅર્સ છે.કમાણીના અનેક સ્ત્રોત આ ઉપરાંત કોહલીની કમાણીનો સ્ત્રોત વધુ એક છે. તે અનેક બ્રાન્ડ્સનો માલિક છે અને તેને 7 સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, જમાં બ્લૂ ટ્રાઈબ, યુનિવર્સલ સ્પોર્ટસબિઝ, એમપીએલ અને સ્પોર્ટસ કોન્વો સામેલ છે. કોહલી 18થી વધુ બ્રાન્ડ્સની જાહેરાત કરે છે. તે દરેક જાહેરાતની શૂટિંગ માટે વર્ષે 7.50થી 10 કરોડ રુપિયા ચાર્જ વસૂલે છે જે કોઈ પણ બોલિવૂડ સ્ટાર અને ખેલાડીથી ઘણી જ વધારે છે.
Also read
Download the birth and death certificate
તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 175 કરોડ રુપિયાની કમાણી કરે છે. વિરાટના આટલા તો ઘર છે કોહલીની પાસે મુંબઈ અને ગુરુગ્રામમાં બે શાનદાર ઘર છે. આ ઉપરાંત મુંબઈવાળા ઘરની કિંમત 80 કરોડ રુપિયા છે. તો કોહલીનું ગુરુગ્રામમાં 31 કરોડ રુપિયાનું ઘર છે. તે 31 કરોડ રુપિયાની લક્ઝરી કારનો માલિક છે. કોહલી એફસી ગોવા ફુટબોલ ક્લબનો પણ માલિક છે. એફસી ગોવા ઈન્ડિયન સુપર લીગમાં ભાગ લે છે. સાથે જ તે એક ટેનિસ અને કુશ્તી ટીમનો પણ માલિક છે.