રાજ્યના નવા સચિવાલયના તમામ બ્લોક્સ, ગાંધીનગર કલેક્ટર તથા ડીડીઓ ઓફિસ, કર્મયોગી ભવન તેમજ ઉદ્યોગ ભવનની તમામ સરકારી કચેરીઓ ખાતે કર્મચારીઓ તથા અધિકારીઓની દૈનિક સમયસર હાજરી માટે પહેલી ફેબ્રુઆરીથી નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ દાખલ થઇ રહી છે. ત્રણ મહિના માટે આ પાયલોટ ધોરણે નવી સિસ્ટમનો અમલ થશે, સાથોસાથ વર્તમાનમાં અમલમાં રહેલી હાજરી પ્રથા પણ ચાલુ રહેશે. નવી સિસ્ટમમાં કર્મચારી-અધિકારી કચેરી તથા સંકુલમાં પ્રવેશે ત્યારથી માંડીને તે કચેરી-સંકુલની બહાર જાય ત્યાં સુધી તેના સ્માર્ટ ફોન દ્વારા જિયો-ફેન્સિંગની મદદથી લોકેશન મળી રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં સચિવાલયના વિવિધ વિભાગોના તેમજ સચિવાલય બહાર અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજરીમાં નિયમિતતા તથા શિસ્ત દાખવે અને એનાથી સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે તે માટે આ નવી હાજરી સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે અમલ શરૂ થઈ રહ્યો
અત્યારે ચોપડામાં ભરાતી હાજરીમાં બધું લોલંલોલ ચાલે છે
અત્યારે હાજરી માટે મેન્યુઅલ સિસ્ટમ છે, જેમાં દરેક વિભાગ તથા કચેરીમાં ફિઝિકલ રજિસ્ટર રાખવામાં આવે છે, જેમાં કર્મચારીઓ- અધિકારીઓ મનફાવે ત્યારે હાજરી પુરે છે અથવા ગેરહાજર હોય તોય હાજરી ભરી દે છે, જેનું પદ્ધતિસર મોનિટરિંગ થતું નથી પરિણામે આ નવી હાજરી સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. નવા સચિવાલયના તમામ બ્લોકસમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર કાર્ડ બનાવીને પ્રવેશવા માટે અગાઉ સિસ્ટમ મુકાયેલી હતી, જે પણ વ્યવસ્થિત ચાલતી નથી કે તેનું મોનિટરિંગ પણ થતું નથી.
સ્માર્ટ ફોન ના વાપરનારાઓએ વેબકેમ ઉપર હાજરી પૂરવી પડશે
જે કર્મચારી-અધિકારી સ્માર્ટ ફોન ના વાપરતા હોય તેમના માટે સંબંધિત વિભાગ એટેન્ડન્સ આઇડી બનાવી આપવાનું રહેશે, જેનાથી વેબકેમ નો ઉપયોગી કરી તેવા કર્મચારી-અધિકારી હાજરી પૂરી શકે. આવા અધિકારીઓ- કર્મચારીઓ માટે સંબંધિત વિભાગે કમ્પ્યુટર, વેબકેમ જેવા સાધનો વસાવવાના રહેશે.
છે. નવી સિસ્ટમથી હાજરીનું વધુ સારી રીતે નિયમન થઈ શકશે તથા મોડા આવનારા અધિકારીઓ- કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહેશે. નવી સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિંગ, હાજરી ભરવાની, હાજરી ટ્રેકિંગ કરવાની, ડેટા એનાલિસિસ તથા રિપોર્ટિંગની સુવિધા ઉપલબ્ધ થશે. દરેક વિભાગમાં મહેકમ સંભાળતા નાયબ સચિવ આ પ્રોજેક્ટમાં સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટકેટ તરીકે કામગીરી કરશે. ડિપાર્ટમેન્ટલ એડમિન
આઇડીના આધારે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટકેટ અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ તથા સબ ઓફિસ માટે એડમિન બનાવી શકશે. જીઆઈએલ દ્વારા દરેક વિભાગના સિસ્ટમ મેનેજરને ઓનબોર્ડ કર્મચારીઓ- અધિકારીઓ માટે તાલીમ તથા માર્ગદર્શન અપાશે. આ નવા સિસ્ટમ અંગેનું પોર્ટલ તથા તેની ગાઈડલાઈન્સ https://attendance. gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.