પ્રતિ,
મે. નિયામકશ્રી
પ્રાથમિક શિક્ષણ, ગુ.રા.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેકટર-૧૯, ગાંધીનગર
વિષય :- આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
સંદર્ભ:- (૧) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક-૧, તા.૦૫/૦૧/૨૦૨૪
મે. સાહેબશ્રી,
સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૪૨૦૧૯/સીસી-૩૯૧/ક૧, તા.૫/૧/૨૦૨૪થી માહિતી મંગાવવા બાબતે થયેલ પત્ર અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા પત્ર ક્રમાંક : પ્રાશિનિ/ક-નીતિ/૨૦૨૪થી તમામ જિલ્લાઓ પાસે માહિતી માંગવામાં આવેલ હતી. પરંતુ આજદિન સુધી ઉપરોક્ત બાબતે નિર્ણય કરવામાં આવેલ નથી તો અમારી રજૂઆતને ધ્યાને લઈ ઘટતી કાર્યવાહી કરી લાભાર્થી શિક્ષકોને આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબતે કાર્યવાહી કરવા વિનંતી છે.
વધુમાં જણાવવાનું કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા. ૨૯/૦૯/૨૦૨૩ના પત્રથી નામ. હાઈકોર્ટના ચૂકાદાને આધારે સળંગ નોકરી ગણવા બાબતે હુકમો થયેલ છે જે ધ્યાને લઈ અન્ય જિલ્લામાં પણ લાભમળે એ બાબતે ઘટતું કરવા વિનંતી છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત