રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે.
Gandhinagar News: ગાંધીનગર-સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. તેને બદલીને સવારે 9.30થી સાંજના 5.10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે કરી છે. આ અંગે આયોગ દ્વારા ભલામણ છે, જે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે.
વહીવટી સુધારા આયોગે સરકારી ઑફિસોના વર્ષો જૂના વાહનો- ફર્નિચર વહેલી તકે કંડમ કરવા, તમામ વિભાગોની સરકારી વેબસાઇટ્સને યુઝર, ફ્રેન્ડલી બનાવવા તથા તેમાં ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા, સિટીઝન ચાર્ટરને વધુ અસરકારક અને વધુ મજબૂત સિસ્ટમ તરીકે વિકસાવવા, સરકારી સેવા વિતરણ પોર્ટલ્સને સિટીઝન ફ્રેન્ડલી બનાવવા, પ્રમાણપત્રો-મંજૂરીઓની ખરાઈ ચકાસવા ક્યૂ આર કોડ પદ્ધતિ વિકસાવવા તમામ પ્રકારની ફરિયાદો માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવા ભલામણો કરી છે.
RTE બાબતે મહત્વના સમાચાર
RTE પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ ફાળવણી
કર્મચારીઓની નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ મુદ્દે સરકારની પીછેહઠ
SMC /SMDC સંવાદ કાર્યક્રમ રૂપરેખા મિનિટ ટુ મિનિટ કાર્યક્ર્મ
સરકારી શાળાઓમાં S.M.C. પુનઃ રચના કરવા બાબતના સમાચાર
એકમ કસોટી ની જગ્યાએ એસેસમેન્ટ પદ્ધતિ આવશે…
નવા સત્રથી એકમ કસોટી બંધ બાબતે નિર્ણય