વર્તમાન ૧૫મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર-૨૦૨૭માં પૂર્ણ થશે. તેના પહેલા આ વર્ષે ૮,૨૪૦થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણી યોજવાની થાય છે. દોઢેક વર્ષ પછી ૨૦૨૬ના અંતે નવ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવશે. ગ્રામસ્તરે જેનો સરપંચ તે વિધાનસભા ચૂંટણીમાં ફાવે. રાજકીય રણનીતિના મૂળભૂત મૂળિયાને મજબૂત કરતી પંચાયતી રાજની તળિયાની સંસ્થાઓમાં છેલ્લા અઢી- ત્રણ વર્ષથી ચૂંટણી
અટકીને પડી છે. આ સ્થિતિમાં લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બુધવારે જાહેર થશે તેવી માહિતી ઉપલબ્ધ થઈ છે.
રાજ્ય ચૂંટણી આયોગે બુધવારે બપોરે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી તમામ કલેક્ટરોને પૂર્વ તૈયારીની સમીક્ષા માટે વીડિયો કોન્ફરન્સ બોલાવી છે. આ બેઠક પહેલા ૮,૨૪૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ૬૦ હજારથી વધુ બેઠકો માટે ચૂંટણી જાહેર થશે તેવી સંભવના વ્યક્ત થઈ રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના
ચૂંટણી ચિહ્ન વગર યોજાય છે. એટલ કે પ્રત્યક્ષપણે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને ઉતરવાનું રહેતુ નથી. પરંતુ, જે પક્ષની વિચાર ધારાનો સરપંચ ગ્રામીણ લોકતાંત્રિક વ્યવસ્થામાં હોય તેને વિધાનસભા, લોકસભા, જિલ્લા કે તાલુકા પંચાયત ચૂંટણીમાં મજબૂતી મળતી હોય છે. આથી, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પણ જબરજસ્ત ઉત્સુકતાનો માહોલ છે. કહેવાય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ બુધવારે સવારે અથવા તો બપોરે ચાર વાગ્યા પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. જેમાં
મતદાનની તારીખ વિધાનસભાની પેટાચૂંટણી પછી અર્થાત ૧૯મી જૂન પછી હોઈ શકે છે. આ તરફ ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી કડી, વિસાવદર બેઠક માટે ભારતના ચૂંટણી કમિશન-ECIએ સોમવારથી ઉમેદવારી ફોર્મ સ્વિકારવાનુ શરૂ કર્યુ છે. આ બંને બેઠકો ઉપર યોજાયેલી રહેલી પેટાચૂંટણી માટે બીજા દિવસે મંગળવારે પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી થઈ નથી. બીજી જુનને સોમવાર સુધી ફોર્મ ભરી શકાય એમ હોવાથી શનિવારે ઉમેદવારોના નામો જાહેર થશે એમ મનાય છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત