રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત શનિવારે શાળા ફાળવણી કરવામાં આવી છે. જે શિક્ષકોને ભરતીના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમણે 9 માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવામાં આવશે. જોકે, આ ભરતી પ્રક્રિયામાં શાળા ફાળવણી કરવામાં આવ્યા બાદ જો શિક્ષક હાજર નહીં થાય તો ભરતી પ્રક્રિયાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ માસિક રૂ. 5 હજાર પ્રમાણે 40 માસના કુલ રૂ. 2 લાખ શિક્ષકના પગારમાંથી કાપી સરકારમાં જમા કરાવવામાં આવશે. જૂના શિક્ષકોની 4 હજાર જેટલી જગ્યાઓ માટે 4532
અરજીઓ મળી હતી.
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવી હતી. જેમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 4532 અરજી મળી હતી. ત્યારબાદ 12 ફેબ્રુઆરી, 2025ના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીની તક અપાઈ હતી. શાળા પસંદગીની કાર્યવાહી પુર્ણ થયા બાદ શનિવારે શાળા ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત 9 માર્ચના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે.
રાજ્યની રજિસ્ટર્ડ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી- બદલી પ્રક્રિયા અન્વયે ખાલી જગ્યાઓ સામે ઉમેદવારો દ્વારા અપાયેલા શાળાપસંદગી તથા મેરીટ કમપ્રેફરન્સના આધારે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવેલી છે. શાળા પસંદગી ન આપનારા ઉમેદવારો આગળની ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક્ક જતો કરવા ઈચ્છે છે તેમ માની તેઓને આગળની ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવેલા છે. મર્યાદિત શાળા પસંદગી આપનારા ઉમેદવાર મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી ન થઈ હોય તેવા
જૂના શિક્ષકોની 4000 જગ્યા માટે ભરતી સમિતિ દ્વારા શાળા ફાળવણી કરાઈ
ઉમેદવારો ભરતી પ્રક્રિયામાંથી બાકાત થયેલા હશે. શાળા ફાળવણી થયેલા ઉમેદવારોએ વેબસાઈટ પરથી પોતાના લોગ-ઇનમાંથી પોતાનો શાળા ફાળવણી પત્ર મેળવવાનો રહેશે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો