ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટ-૨૦૨૫નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ૫૨ તા.૦૫/૦૫/૨૦૨૫ના રોજ ઓનલાઈન જાહે૨ ક૨વામાં આવેલ. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ મુખ્ય પરીક્ષા-૨૦૨૫ના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો તથા ગુજકેટ-૨૦૨૫ના ગુણપત્રકો અને એસ.આર. તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે તા.૧૨/૦૫/૨૦૨૫ના રોજ બોર્ડની કચેરીએથી રવાના કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો તથા ગુજકેટ-૨૦૨૫ના ગુણપત્રકો અને એસ.આર. વિતરણ ક૨વા અંગેનું યોગ્ય આયોજન કરી તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ જિલ્લાની વિજ્ઞાનપ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી
. રાજ્યની વિજ્ઞાનપ્રવાહની તમામ ઉચ્ચત૨ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ (ગુણપત્રકો, પ્રમાણપત્રો અને એસ.આર.) મુખત્યારપત્ર રજૂ કરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા નિયત થયેલ સમયે અને સ્થળેથી મેળવી લેવાનાં રહેશે. શાળાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે.
ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાની માર્કશીટ ટપાલ (BY POST) દ્વારા મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત