.10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ ઈચ્છતાં હોય તેઓએ આગામી 15મી મેથી લઈને 23મી જૂન સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. ગતવર્ષે અંદાજે 73 હજારથી વધારે બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુવર્ષે પણ આટલી બેઠકો માટે જ કાર્યવાહી કરવામાં આવશે.
ધો.10ની માર્કશીટની સાથે સાથે જે વિદ્યાર્થીઓને લાગુ પડતુ હોય તેઓએ માતા-પિતાની આવકનું સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ એસઇબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એનસીએલ અને આર્થિક રીતે પછાત વર્ગમાં આવતાં હોય તેઓએ ઇડબલ્યુએસ કેટેગરીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ગતવર્ષે કુલ 73 હજાર બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે
સરકારી કોલેજોમાં હાલમાં 22 હજાર બેઠકો ઉપલબ્ધ છે.
ધો.10 પછી ધો.11માં પ્રવેશની સાથે સાથે મોટાભાગના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં હોય છે. ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન દરમિયાન જ જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આજ રીતે ખાનગી કોલેજોમાં અંદાજે 45 હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે થયેલા પ્રવેશ કાર્યવાહી દરમિયાન સરકારી કોલેજોની 87 ટકા બેઠકો ભરાઈ ગઈ હતી. આજ રીતે ખાનગી કોલેજોની કુલ બેઠકો પૈકી 45 ટકા બેઠકો ભરાઈ હતી. ચાલુવર્ષે ત્રણથી વધારે સંસ્થાઓએ નવી કોલેજ માટે દરખાસ્ત કરી છે. જેના કારણે કેટલીક બેઠકોનો વધારો થશે. બીજીબાજુ કેટલીક સંસ્થાઓએ કેટલાક કોર્સ બંધ કરવા માટે પણ દરખાસ્ત કરી હોવાથી બેઠકોની સંખ્યામાં સરેરાશ કોઈ મોટો તફાવત આવે તેમ નથી. પ્રવેશના નિયમોમાં ચાલુવર્ષે કોઈ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા નથી. આમછતાં બીજી વખત પરીક્ષા લેવાના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓને કેવી પ્રવેશ આપવો તેના અંગે સ્પષ્ટતાં કરવામાં આવશે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત