તા.૨૬/૦૪/૨૦૨૫ના રોજ લેવામાં આવેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તી પરીક્ષા (PSE-SSE) ૨૦૨૪-૨૫માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય પરીક્ષા બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ (sebg.query@gmail.com) પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.
જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.
રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૨૮/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫
જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો/સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધારો રજૂઆત સાથે બિડવા ફરજિયાત છે. કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
આધાર વગરની રજૂઆત તેમજ સમયમર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં. જેની નોંધ લેશો.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત