પ્રતિ,
મે. અગ્ર સચિવશ્રી
પ્રાથમિક શિક્ષણ, ગુ.રા.,
૫/૭, સચિવાલય, ગાંધીનગર.
વિષય:- ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત
સંદર્ભ :- (૧
) નાણા વિભાગ ગાંધીનગરનો તા.૧૨/૭/૨૦૧૬નો ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧
(૨) શિક્ષણ વિભાગ ગાંધીનગરનો તા.૧૭/૯/૨૦૨૪નો પત્ર ક્રમાંક : ED/KML/e-file/3/2024/3861/K
(૩) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની તા.૦૧/૧૧/૨૦૨૩ની રજૂઆત
મે. સાહેબશ્રી,
જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે, સંદર્ભદર્શિત-૧ નાણા વિભાગના તા.૧૨/૭/૨૦૧૬ના પત્રથી ફિક્સ પગારી કર્મચારીઓને માંદગી સબબ ૨૦ મેડીકલ રજાઓ આપવા બાબતે તથા શિક્ષણ વિભાગના સંદર્ભ-૨ તા.૧૭/૯/૨૦૨૪ના પત્રથી નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણને ઉદેશીને ફિક્સ પગારી સેવાના વિદ્યાસહાયકોને માંદગીના હેતુ માટે નાણા વિભાગના તા.૦૬/૦૧/૨૦૨૪ના પત્ર મુજબ પુરા પગારમાં ૧૦ અથવા અડધા પગારમાં ૨૦ રજાઓ નિયમ મુજબ મેડીકલ પ્રમાણપત્રને આધારે આપવા સૂચના કરવામાં આવેલ છે.
આ બાબતે અમારી વિનંતી સહ રજૂઆત છે કે, ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને ૨૦ માંદગી સબબની રજાઓ ક્યારથી જમા આપીને કેરી ફોરવર્ડ કરવી તેની સ્પષ્ટ સૂચના થવા વિનંતી છે. રાજયમાં અલગ અલગ જિલ્લાઓમાં આનું જુદુ જુદુ અર્થઘટન કરવામાં આવે છે અને જુદી જુદી રીતે રજા જમા આપવામાં આવે છે માટે આ રજાઓ ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચનાઓ દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને થવા અમારી રજૂઆત છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત