સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. હાલમાં જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે માર્ચ માસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. માધ્યમિકમાં 3517 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4092 મળી કુલ 7609 શિક્ષણ સહાયકોની જગ્યા માટે એપ્રિલના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ભરતીની કાર્યવાહી સપ્ટેમ્બર- ઓક્ટોબર, 2024માં શરૂ કરવામાં આવી હતી. જેમાં 73 હજાર કરતા વધુ ઉમેદવારોએ શિક્ષણ સહાયક
માર્ચ માસમાં તબક્કાવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે બનવા માટે અરજી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 એમ કુલ 4092 શિક્ષણ સહાયક ભરતી માટે 25 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જેના પગલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે
12557 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 13292 અરજીઓ મળી હતી. આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરાયું હતું. હવે સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10 માર્ચ સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25 માર્ચ સુધીમાં ડૉક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતીમાં પણ આગામી દિવસોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરાશે. રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં
1200 અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317 એમ કુલ 3517 શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત 10 ઓક્ટોબર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે સરકારી માધ્યમિક શાળાઓ માટે 23486 અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 24251 અરજીઓ મળી હતી. આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ 7 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારી માધ્યમિક ભરતી માટે 15 માર્ચ સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે 30 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો