प्रति,
નિયામકશ્રી, શાળાઓ, કમિશ્નરશ્રી શાળાઓની કચેરી,
સેક્રટર-૧૯, ગાંધીનગર
વિષય: શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.
સંદર્ભ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨– શાળા छोड्या जानतना प्रमाणपत्र (School Leaving Certificate) नो नमूनो
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે શાળા માંથી સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ/શાળા છોડ્યા બાબતનું પ્રમાણપત્ર-LC) આપવામાં આવે છે. આ લીવીંગ સર્ટીફીકેટ (LC) માં બાળકનું નામ, પિતા,માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. હાલમાં APAAR IDની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ઉપરોકત બાબત ધ્યાને લેતા હવે આગામી શૈક્ષણિક સત્ર જૂન ૨૦૨૫થી જે બાળકોને લીવીંગ સર્ટીફીકેટ (LC) આપવામાં આવે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજીસ્ટરમાં નામ નોંધણી કરવામાં આવે તેવા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા APAAR ID, Aadhaar Card અને LC તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઇ રહે તે મુજબ આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત