સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ સુરક્ષા યોજના, 10 લાખ સુધીની સારવાર
કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ આપવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરાઈ છે. PMJAY-મા યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર આ તમામ કર્મીઓને 1 મળવાપાત્ર બને છે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કર્મીઓ, પેન્શનર્સ અને તેમના કુટુંબીજનો માટેની નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજનાની સહાય મેળવવા માટે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. જે કાર્ડની ફાળવણી STATE HEALTH AGENCY(SHA) ને સોંપવામાં આવેલ છે. રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સએ આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતુ પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ તમામ કર્મીઓ જ્યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. AIS અને રાજ્ય સરકારના પેન્શનર્સના કિસ્સામાં પેન્શનર જે કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના હિસાબ અધિકારી
દ્વારા અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત થયા તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. E-KYC કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર દર્શાવવાનો રહેશે.ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂંક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી / કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે અને કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી/કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી છે તે કચેરીના વડાએ તે અંગેની જાણ કરવાની રહેશે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત