રાજ્યમાં પાલિકા, મહા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી બાદ હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી આરંભવામાં આવી છે. જે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યાંના સ્થાનિક તંત્રને ચૂંટણી સંબંધી કામગીરી શરૂ કરવાનાં આદેશ અપાઈ ચૂકયા છે. સંભવત: એપ્રિલ કે મે માસ સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તેવી સંભાવના જાણકારોએ વ્યક્ત કરી હતી.
કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મે માસ પહેલાં યોજાય તેવી શકયતા છે, જેમાં ૧ લી એપ્રિલ-૨૦૨૨થી ૩૦મી જૂન ૨૦૨૫ સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોને પણ ચૂંટણીમાં આવરી લેવામાં આવશે. જિલ્લામાં ૧૬૬ ગામ પંચાયતની યોજાનારી ચૂંટણી માટે જિલ્લાનાં સ્થાનિક તંત્રને ચૂંટણી સંબંધી મતદારયાદી, મતદાન મથક સહિતની કામગીરી શરૂ કરવાનાં આદેશ ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવ્યા છે. હાલે જિલ્લાની ૧૬૬ ગામ પંચાયતમાં વહીવટદાર તરીકે તલાટીઓ ફરજ બજાવી રહ્યા છે. તલાટીઓ એક કરતા વધુ ગામ પંચાયતમાં ફરજ બજાવતા હોવાથી જે ગ્રામ પંચાયતમાં વહીવટદાર છે તે ગામમાં વિકાસ કામોમાં ઝડપ આવતી ન હોવાની રજૂઆતો તંત્ર સમક્ષ આવી રહી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ નો જે ઠરાવ થયો તેમાં કર્મચારી તરીકે તમારા પ્રશ્નો નું સમાધાન
અધિકારી/કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ
મોંઘવારી વધારાનો G.R.
NMMS પરીક્ષાના વિદ્યાર્થીઓના કેટેગરી સુધારા બાબત
ઓનલાઈન દિક્ષાએપ તાલીમ અંગે લેટેસ્ટ પરિપત્ર
સરકારી કર્મચારી ના DA MAA વધારો