ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૨ દર્શિત પરિપત્રથી ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજન (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંગે જરૂરી સુચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેનાં અનુક્રમ નંબર-૨ માં જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ પાસે PMJAY યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે.
આ કાર્ડ ફાળવવાની કામગીરી SHA (STATE HEALTH AGENCY) ને સોંપવામાં આવેલ છે. આ માટે રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોનાં કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ નાં નિયમ ૨.૨ માં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ અને ALL INDIA SERVICES (AIS) ના અધિકારીઓનાં કિસ્સામાં તેઓને લાગુ પડતા ALL INDIA SERVICES (MEDICAL ATTENDANCE) RULES, 1954 मां ४ए॥वेत छुटुनी व्याच्या मु४वनी पात्रता ધરાવતાં હોય તેવા તેમનાં આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું થાય છે.
સદર પરિપત્રનાં અનુક્રમ-૩ થી જણાવ્યાં મુજબ ઉપર્યુક્ત વિગતોએ ALL INDIA SERVICES (AIS) અને રાજ્ય સરકારનાં પેન્શનર જે જિલ્લા તિજોરી કચેરી /પેટા તિજોરી કચેરી/ પેન્શન ચુકવણાં કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાનાં જિલ્લા તિજોરી અધિકારી/ પેટા તિજોરી અધિકારી/ પેન્શન
ચુકવણાં અધિકારી/ પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પે, જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીનાં વડાએ સદર પરિપત્ર સાથે સામેલ નિયત નમુનામાં પ્રમાણપત્ર આપવા જણાવેલ છે.
ગુજરાત તબીબી સારવાર નિયમો-૨૦૧૫ ના નિયમ નં-૨.૨ મુજબ કુટુંબની વ્યાખ્યામાં સમાવિષ્ટ કુટુંબના સભ્યો જેઓના નામ પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરી/સહાયક નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઈશ્યુ થયેલ જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરી ખાતે ઉપલબ્ધ પેન્શન ચુકવણી હુકમ(પીપીઓ બુક) માં દર્શાવેલ હોય તે મુજબ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના ( કેસલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંતર્ગત પ્રમાણપત્ર આપવાની કામગીરી જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરીએ કરવાની રહેશે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત