ગુજરાતી કહેવતો અને તેમના અર્થ
-
પાકે ઘડે કાંઠા ન ચડે – યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતા પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે છે.
-
વાવે તેવું લણે – માણસ જેવું કામ કરે તેવું જ ફળ પ્રાપ્ત કરે છે.
-
ખાડો ખોદે તે પડે – ખોટાં કામો તેનું ખોટું ફળ બદલ રૂપે મળે છે.
-
ઉપર આભ અને નીચે ધરતી – નિરાધાર કે અસહાય સ્થિતિ થવી.
-
ભાવતું હતું ને વૈધે કીધું – મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય તેવી સ્થિતિ થવી.
-
જીભને હાડકું ન હોય – જીભ ગમે તે બાજુ વાડી જાય, ન બોલવાનું બોલી જાય.
-
લાલો લાભ વગર લોટે નહિ – કોઈ વ્યક્તિને લાભ થતો હોય ત્યારે જાહેરમાં વિચિત્ર વર્તન કરવા લાગે ત્યારે આ કહેવત વપરાય છે.
-
મા તે મા, બીજા બધા વગડાના વા – આ દુનિયામાં માતાની સરખામણી બીજા કોઈ સાથે થઇ શકે નહિ.
-
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મો ધોવા ન જવાય – આવેલી તક ને જતી ના કરાય.
-
દરદ કરતાં દવા અનિષ્ટ – રોગ કે પીડા કરતા તેનું ઔષધ કે ઉપચાર કષ્ટદાયક હોય છે.
-
ઉઠ પાંચશેરી પગ ઉપર પડ – સામેથી મુશ્કેલી નોતરવી.
-
મોરના ઈંડા ચીતરવા ન પડે – મા – બાપના લક્ષણ સંતાનમાં કુદરતી રીતે જ ઉતરે છે.
-
ઠગ વિદ્યા ઠાઠે નહિ – ઠગની વિદ્યા તકે નહીં –સફળ ન થાય.
-
અધુરો ઘડો છલકાય ઘણો – ઓછી આવડત કે અક્કલ બુદ્ધિવાળો વધારે ડહાપણ ને દેખાવ કરે.
-
પારકી આશ સદાનિરાશ – કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસીએ કે તે આપનું કામ કરી આપશે, તો મોટે ભાગે આપની આશા ઠગારી નીવડે છે.
-
ગા વાળે ઈ અરજણ – અર્જુને વિરાટનગરની ગાયો પાછી વાળવામાં જે વીરતા બતાવી તેવું વિરતાભર્યું કાર્ય કરનાર વ્યક્તિ જ અર્જુન જેવી નામના મેળવી શકે.
-
બેઠાથી બજાર ભલી – ઘરમાં બેસી રહેવા કરતાં કોઈ પ્રવૃત્તિ કરવી.
-
લખાણું એ વંચાણું – એક વાર લખીને પાકું કર્યું હોય તો એ જ બરાબર છે. એ જ સાચો વ્યવહાર છે.
-
લખીલય છઠ્ઠીના લેખ – બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ લખે છે એવી એક માન્યતા છે. એ છઠ્ઠીના લેખ મિથ્યા થતા નથી એવી માન્યતા છે.
-
એક સાંધીએ ત્યાં તેર તૂટે – એક મુશ્કેલી કે પપ્રતિકૂળતામાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી અનેક અણધારી મુશ્કેલીઓ ઉભી થાય.
-
આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય – સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે જ મરવું પડે, સુખ સંપત્તિની ઈચ્છા રાખનારે પોતે ખુબ જ પરિશ્રમ કરવો પડે.
-
પડ્યો પોદળો ધૂળ લે – કોઈ વ્યક્તિ કઈ પણ કર્યા વિના એક જ સ્થાને પડી રહીને પણ કાંઈને કઈ પ્રાપ્ત કરતી રહે છે.
-
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ – આપબળથી જે કામ સારી રીતે સિદ્ધ થાય તે બીજા પર આધાર રાખવાથી સિદ્ધ થતું નથી.
-
ઉજ્જડ ગામ બાજે ઢોલ – નિર્જન કે વસ્તીવિહોણા સ્થળે જાહેરાત કરવાનો કોઈ અર્થ નથી.
-
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય – છોકરાં મા-બાપ પ્રત્યેની ફરજ ભૂલી જાય પણ માબાપ પોતાના બાળક ઉપરનો સ્નેહ કદી ભૂલતા નથી.
-
આંખ પાંપણને જોતી નથી –જે પાસે છે એની નોધ જ લેવાતી નથી. જે પોતાનું છે એની જાણે-અજાણે ઉપેક્ષા થતી હોય છે.
-
ડુંગરા રૂઠ્યા ત્યાં શરણું કોનું શોધવું – ડુંગર એટલે પર્વત અને પર્વત પર થતી વનસ્પતિ. ડુંગર ઉજ્જડ થઇ જાય તો પશુ-પક્ષી- માનવ બધાને હાની પહોચે. આમ ડુંગર રૂઠે- વેરણ થાય તો સૌ પ્રાણીઓ નિરાધાર થઇ જાય.
-
માને તો દેવ નહિ તો પથ્થર – સાચી શ્રદ્ધા જ ફળે.
-
હરામનું ખાવું ને મસીદમાં સુવું – આળસુ બની પડી રહેવું.
-
લંગડાનો વૈધ કાણો – વિકલાંગતાની ગત વિકલાંગ જાણે.
-
મરતાને સૌ મારે – નબળા પર સઘળું વીતે.
-
ભણી ગણીને ઊંધાં વળ્યાં – ભણ્યાં પણ ગણ્યા નહિ.
-
વખત તેવા વાજા – સમય પ્રમાણે વર્તવું.
-
વેળા વેળાની છાંયડી – મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે.
-
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા – વાણીશક્તિ હોય તો ગમે તે ઉપાય મળે.
-
પગ જોઇને પાથરણું તાણવું – શક્તિ મુજબ કામ કરવું.
-
મહેર ત્યાં લહેર – લાગવગ હોય ત્યાં બધા લાભ લઇ શકાય.
-
પ્રથમ ગ્રાસે મક્ષિકા – શરૂઆતમાં જ વિઘ્ન નડવું.
-
પાઘડીનો વળ છેડે – કામના પરિણામથી જ કામ પરખાય.
-
પાણીમાંથી પોરા કાઢવા – નજીવી ભૂલો શોધ્યા કરવી.
-
ધોળામાં ધૂળ નાખવી – વૃદ્ધાવસ્થામાં લાંછન લાગવું.
-
ઢીમાં હાથ ઘાલવા – કાલાવાલા કરવા.
Gujarati kehvato in Gujarati
1). અક્કર્મીનો પડિયો કાણો : કમનસીબને દૂ:ખ ને દૂ:ખ જ હોય
2). અન્ન તેવા ઓડકાર : સહકાર તેવું વર્તન
3). અણી ચૂક્યો સો વરસ જીવે : એક વાર ઉગરી જનારને ઝટ ઉપાધિ ન આવે.
4). આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં : જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે.
5). આભ ફાટયું ત્યાં થીગડું કયા દેવું ? : દેવ રૂઠીયાનો, ખૂબ બગડી ગયેલા કામનો, કે પાર વગરના દૂ:ખનો ઈલાજ હોતો નથી.