ગુજરાતી સાહિત્ય અને ગ્રામર નાં વન લાઈનર પાર્ટ -૧
મ ર ભ ન ય ય ય – આ કયા છંદનું બંધારણ છે ? જવાબ : સ્ત્રગ્ધરા
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા આક્ષરે યતી આવે છે ? જવાબ : સાતમા અને ચૌદમા
સ્ત્રગ્ધરા છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે ? જવાબ : 21
ખાટી છાશે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે – આ પંક્તિનો છંદ ઓળખાવો. જવાબ : સ્ત્રગ્ધરા
દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? જવાબ : તેરમા
ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુ જ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. – આ પંક્તિનો છંદ ઓળખાવો. જવાબ : દોહરો
‘શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : દોહરો
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ. – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : અનુષ્ટુપ
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : મનહર
ઉગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : શાર્દુલવિક્રીડિત
સામાસિક પદ કેટલા શબ્દોનું બનેલું હોય છે ? જવાબ : બે
લાલપીળું શબ્દનો સમાસ જણાવો. જવાબ : દ્વન્દ્વ
રાજકુમાર શબ્દનો સમાસ જણાવો. જવાબ : તત્પુરુષ
રંગભૂમિ શબ્દનો સમાસ જણાવો ? જવાબ : તત્પુરુષ
આરામખુરશી શબ્દનો સમાસ જણાવો. જવાબ : મધ્યમપદ્લોપી
પગરખું શબ્દનો સમાસ જણાવો. જવાબ : ઉપપદ
નટવર નિરખ્યા નેન તે… – આ વાક્યનો અલંકાર જણાવો. જવાબ : વર્ણસગાઇ
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો. – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : શબ્દાનુપ્રાસ
‘વિદ્યા ભાણિયો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. – આ પંક્તિમાં કયો અલંકાર છે ? જવાબ : આંતરપ્રાસ
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : અંત્યાનુપ્રાસ
ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. – અલંકાર જણાવો. જવાબ : ઉપમા
દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. – આ વાક્યમાં કયો અલંકાર છે ? જવાબ : ઉત્પ્રેક્ષા
આ સંસારસાગર તરવો સહેલો નથી. – આ વાક્યનો અલંકાર જણાવો. જવાબ : રૂપક
આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : અનન્વય
‘એની વાણી તો અમૃતથીએ મીઠી છે. – આ પંક્તિનો અલંકાર ઓળખાવો. જવાબ : વ્યતિરેક
જવાની તો આખરે જવાની – આ વાક્યનો અલંકાર જણાવો. જવાબ : શ્લેષ
જીવન સંકેલી લેવું – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : મૃત્યુ પામવું
‘નસીબ ખરાબ હોવું’ તેના અર્થ જેવો બીજો રૂઢીપ્રયોગ કયો છે ? જવાબ : કરમ ફૂટેલા હોવા
‘જીવ મોટો હોવો – રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ : ઉદાર હોવું
સાડીબારી ન રાખવી – રુધીપ્રયોગનો અર્થ આપો. જવાબ : પરવા ના કરવી
ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં – આ કહેવતનો અર્થ આપો. જવાબ : સારું નરસું સૌ સરખું હોવું
‘હરીચ્છા – શબ્દની સંધી છૂટી પાડો. જવાબ : હરિ + ઈચ્છા
‘વાતાવરણ – શબ્દની સંધી છૂટી પાડો. જવાબ : વાત + આવરણ
સિંહની આકૃતિવાળું આસન – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : સિંહાસન
‘ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ : નયન, નેત્ર
ત્રણચાર – આ શબ્દનો સમાસ જણાવો. જવાબ : દ્વન્દ્વ
ગુણજશ – શબ્દનો સમાસ જણાવો. જવાબ : દ્વન્દ્વ
વનલાવરી – શબ્દનો સમાસ જણાવો. જવાબ : તત્પુરુષ
દવાખાનું – શબ્દનો સમાસ જણાવો. જવાબ : મધ્યમપદલોપી
ગોપાળ શબ્દનો સમાસ જણાવો. જવાબ : ઉપપદ
સર્જનખેલ – શબ્દનો સમાસ જણાવો. જવાબ : કર્મધારય
‘અખંડ શબ્દનો સમાસ જણાવો જવાબ : બહુવ્રીહી
રાતોરાત શબ્દનો સમાસ જણાવો. જવાબ : અવ્યયીભાવ
પંચવટી શબ્દનો સમાસ જણાવો. જવાબ : દ્વિગુ
અલંકારના કેટલા પ્રકાર છે ? જવાબ : બે
નિત્ય સેવા, નિત્ય કિર્તન- ઓચ્છવ નીરખવા, નંદકુમાર રે… – આ પંક્તિનો અલંકાર ઓળખાવો. જવાબ : વર્ણાનુપ્રાસ
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે… – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : શબ્દાનુપ્રાસ
ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : આંતરપ્રાસ
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. – આ કયો અલંકાર છે ? જવાબ : અંત્યાનુપ્રાસ
શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. – આ પંક્તિનો અલંકાર છે ? જવાબ : ઉપમા
પંડની પેટીમાં પારસ છે પડ્યો. – આ કયો અલંકાર છે ? જવાબ : રૂપક
હૈયું જાણે હિમાલય – આ પંક્તિનો અલંકાર ઓળખાવો. જવાબ : ઉત્પ્રેક્ષા
‘ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : વ્યતિરેક
બાપ એટલે બાપ – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : અનન્વય
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : શ્લેષ
સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : વ્યાજસ્તુતિ
દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. – આ કયો અલંકાર છે ? જવાબ : સજીવારોપણ
યતિ – આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? જવાબ : છંદ
‘બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું’ – છંદ ઓળખાવો. જવાબ : શીખરીણી
ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : પૃથ્વી
‘બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી.’ – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : મંદાક્રાન્તા
‘ઊગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા’ – આ પંક્તિનો અલંકાર જણાવો. જવાબ : શાર્દુલવીક્રીડીત
‘નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે.’ – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : મનહર
‘બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઉભા રહેલાનું.’. – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : અનુષ્ટુપ
‘ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય.’ – આ પંક્તિનો છંદ જણાવો. જવાબ : દોહરો
ધોંસરી ઉપાડવી – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : જવાબદારી ઉપાડવી
પીઠ ઠોકવી – રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ : શાબાશી આપવી
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. – આ અર્થ આપતી કહેવત જણાવો. જવાબ : પાકે ઘડે કાંઠા ના ચઢે
‘સદૈવ – શબ્દની સંધી આપો. જવાબ : સદા + એવ
તીલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા’ આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે? જવાબ : અખો
‘બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે’ એવું કશ કયા કવીએ કહ્યું છે ? જવાબ : અખો
કવિ નાન્હાલાલનો જન્મ કયાં થયો હતો ? જવાબ : અમદાવાદમાં
અમૃતા પુસ્તકના લેખક કોણ છે? જવાબ : રઘુવીર ચૌધરી
ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? જવાબ : અસાઈત ઠાકર
‘આંખે કંકુના સુરજ આથમ્યા’ કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે? જવાબ : અંતિમ વિદાઈ માટેની
‘‘સત્યના પ્રયોગો’ પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. જવાબ : આત્મકથા
‘આવો’ કાવ્યમાં કવિએ ‘અમે’ શબ્દ કોના માટે વાપર્યા છે? જવાબ : આત્મા
‘હરિનો મારગ છે શૂરાનો’ પદની રચના કરનાર કવિશ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે? જવાબ : આનંદ મંગળ કરું આરતી
હિંદુધર્મની બાળપોથી કોણે લખ્યું છે? જવાબ : આનંદશંકર ધ્રુવ
વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકારશ્રી અશ્વિન ભટ્ટની જાણીતી કૃતિ કઈ ? જવાબ : આકાશમંડળ
સાહિત્યક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને અપાયો હતો ? જવાબ : આશાપૂર્ણા દેવી
‘મજહબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના’ ના કવિ કોણ છે? જવાબ : ઇકબાલ
સોનેટનો ઉદભવ કયાં થયેલો ગણાય છે? જવાબ : ઇટાલી
‘રહને કો ઘર નહિ, સારાજહાં હમારા ’ આ વાક્ય પ્રયોગ શ્રી જયંતિ દલાલે કોના માટે કર્યો હતો ? જવાબ : ઇન્દુલાલ યાજ્ઞિક
કયા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલ છે? જવાબ : ઇન્દુલાલ યાજ્ઞિક
લોહીની સાગાઈ – વાર્તા કયા લેખકની છે? જવાબ : ઈશ્વર પેટલીકર
‘મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…’ આ કાવ્ય પંક્તિના સર્જક કોણ છે ? જવાબ : ઉમાશંકર જોશી
‘જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા પ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ : ઉમાશંકર જોશી
કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લસુ ‘ વાસકુી’ છે? જવાબ : ઉમાશંકર જોશી
કયા કવિના ‘નિશીથ’ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું ? જવાબ : ઉમાશંકર જોશી
‘સાપનાં ભારા’ અને‘ઉઘાડી બારી’ એ કોની કૃતિઓ છે? જવાબ : ઉમાશંકર જોશી
‘સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી’ માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે? જવાબ : ઉમાશંકર જોશી
વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છેપક્ષી છે વનોની છે વનસ્પતિ ’ પ્રખ્યાત પંક્તિઓઓ કયા કવિની છે? જવાબ : ઉમાશંકર જોશી
‘‘ડીમલાઈટ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ : એકાંકી
‘વૃક્ષ ’ શ્રી લાભશંકર ઠાકર રચયિત સાહિત્યનો કયો પ્રકાર છે? જવાબ : એકાંકી
“એવા રે અમે એવા” પુસ્તકના લેખક કોણ છે? જવાબ : વિનોદ ભટ્ટ
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે? જવાબ : ઓખાહરણ
‘‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે? જવાબ : કનૈયાલાલ મુનશી
‘ ગુજરાતની અસ્મિતા’ શબ્દના પ્રણેતા કોણ હતા ? જવાબ : કનૈયાલાલ મુનશી
‘ઘનશ્યામ’ કયા લેખકનું ઉપનામ છે? જવાબ : ઉમાશંકર જોશી