ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૭ અનોખો સંવાદ PART 01
૧. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખો.)
હા
ના
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩. શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતાં જોયા છે ? કોને ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૫. લોકો સાંકેતિક / અભિનયની રીતે ક્યારે વાત કરે છે ?
ઉત્તર : જે લોકો સાંભળી અને બોલી શક્તા નથી તે લોકો વાત કરવા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે અથવા અભિનયથી વાત કરે છે.
૬. જેઓ સાંભળી કે બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે ?
(A) ઇશારાથી
(B) રેડિયો દ્વારા
(C) મોં દ્વારો
(D) આપેલા તમામ દ્વારા
ઉત્તર : A
(A) હોઠના હલનચલનથી
(B) ચહેરાના હાવભાવથી
(C) આંખોના હાવભાવથી
(D) આપેલા તમામથી
ઉત્તર : D
ઉત્તર : આ રમતમાં આપણે આપણી વાતો સંકેતો દ્વારા, હાવભાવ દ્વારા વ્યક્ત કરીએ છીએ.
ઉત્તર : ✓
૧૦. તમારામાં કઈ બાબતમાં વિશેષતા રહેલી છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૧. અભિનયની તેમના માટે જરૂર હોય છે કે જેઓ ……….. શકતા નથી.
(A) જોઈ
(B) સાંભળી
(C) બોલી
(D) સાંભળી અને બોલી
ઉત્તર : (D)
ઉત્તર : ✓
ઉત્તર : X
૧૪. જે લોકો સાંભળી અને બોલી શકતા નથી તેઓ શાળાએ જઈ શકતા નથી. (✓ કે X)
ઉત્તર : X
(૧) ચકુ સાંભળી શકતી નથી પણ તે કયું કાર્ય ખૂબ જ સરસ રીતે કરે છે ?
(A) ભણવાનું
(B) તબલાં વગાડવાનું
(C) પિયાનો વગાડવાનું
(D) ગીત ગાવાનું
ઉત્તર : C
(૨) નાની ચકુને શાળામાં કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે ? વિચારો અને લખો.
ઉત્તર : ચકુ શાળાએ જાય છે પણ સાંભળી શકતી નથી તેથી તેને શાળામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. શાળામાં શિક્ષક, આચાર્ય, ચિત્રો કશું પણ બોલે તે સાંભળી શકતી નથી. જેથી તેને ઘણી વાતો સમજવામાં તકલીફ પડે છે.
(૩) ચકુ પોતાની ખુશીની લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે ?
(A) ગીતો ગાઈને
(B) પિયાનો વગાડીને
(C) નાચીને
(D) ભાઈ સાથે વાતો કરીને
ઉત્તર : B
ઉત્તર : નંદુ અને ચકુ સાથે એક જ શાળામાં જાય છે. નંદુ ચકુને શાળાના વિવિધ વિષયો સમજવામાં મદદ કરતો હશે. જે બાબતો તે સાંભળી અને સમજી શક્તી નથી. તે તેને ઇશારાથી સમજાવતો હશે.
(૫) નાનાં બાળકો જેઓ બોલી શકતાં નથી તેઓ પોતાની લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરે છે ?
ઉત્તર : નાનાં બાળકો ઇશારા દ્વારા, રડીને, હસીને, અભિનય કરીને, ચહેરાના હાવભાવથી લાગણી વ્યક્ત કરે છે.
ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૭ અનોખો સંવાદ PART 02
ઉત્તર : ૬ થી ૮ મહિનાનું બાળક હુંકારા ભરીને બોલાવે છે, ભૂખ લાગે ત્યારે રડે છે, કોઈ બાબત તેને ખૂબ ગમે ત્યારે હાથ-પગ હલાવીને ખિલખિલાટ હસે છે, પગ પછાડે છે. કોઈ બાબત ન ગમતી હોય ત્યારે મોં બગાડે છે. આ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે.
૧૮.૬ થી ૮ મહિનાનું બાળક અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે ?
ઉત્તર : ૬ થી ૮ મહિનાનું બાળક અભિનય દ્વારા ભૂખ લાગવી, તરસ લાગવી, પોતાની પસંદ નાપસંદ સમજાવી શકે છે.
૧૯. આપણે આંખો દ્વારા પણ લાગણી વ્યક્ત કરી શકીએ છીએ. (✓ કે X)
ઉત્તર : ✓
૨૦. આફતાબનું રમકડું તૂટી ગયું છે, તો………
(A) તે ઉદાસ થશે.
(B) તે ગુસ્સે થશે.
(C) તે ખુશી થશે.
(D) તે ડરી જશે.
ઉત્તર : A
(A) ખુશી
(B) કર
(C) દુ:ખ
(D) ગુસ્સો
ઉત્તર : A
૨૨. તમારાથી રસોડામાં કાચની બરણી ફૂટી જાય તો તમારી મમ્મીના ચહેરા પર ક્યો ભાવ હશે ?
(A) ગુસ્સાનો
(B) દુ:ખનો
(C) ખુશીનો
(D) ડરનો
ઉત્તર : A
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૨૪. રેહાનાને કૂતરાંથી ડર લાગે છે. અચાનક તેની સામે કૂતરું આવી જાય તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે ?
(A) ખુશ
(B) ચિંતાતુર
(C) ઉદાસ
(D) ડરેલો
ઉત્તર : D
૨૫. કોઈકના ચહેરા પરથી તેના મનના ભાવ સમજી શકાય છે. (✓કે X)
ઉત્તર : ✓
૨૬. જુદા જુદા પ્રકારનાં નૃત્યોનાં નામ લખો.
ઉત્તર : ભરતનાટ્યમ, કુચિપુડી, કથક, કથકલી, ઘુમર, લાવણી, ટીમલી, ગરબા વગેરે ભારતનાં જુદાં જુદાં નૃત્યો છે.
૨૭. નૃત્યમાં હાથ અને આંગળીઓના હાવભાવને શું કહેવામાં આવે છે ?
(A) મુદ્રા
(B) ભાવ
(C) હોઠનું હલનચલન
(D) અભિનય
ઉત્તર : A
૨૮. નૃત્યમાં ચહેરાના હાવભાવને શું કહેવામાં આવે છે ?
(A) મુદ્રા
(B) ભાવ
(C) હોઠનું હલનચલન
(D)અભિનય
ઉત્તર : B
૨૯. શું તમે એવાં કોઈ નૃત્ય જોયાં છે કે જેમાં મુદ્રા અને ભાવ દ્વારા લાગણીઓ વ્યક્ત થતી હોય ?
ઉત્તર : હા, મેં ભરતનાટ્યમ અને કથક નૃત્ય જોયા છે, જેમાં મુદ્રા અને ભાવ સાથે લાગણીઓ વ્યક્ત થતી હોય.
ઉત્તર : આપણે બધા પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ, સ્વભાવ ધરાવીએ છીએ. આપણા શોખ-પસંદ, નાપસંદ, સંસ્કૃતિ વગેરે જુદા જુદા છે. દરેક વ્યક્તિ પાસે પોતાની એક ખાસ આવડત હોય છે. જેનાથી તે બીજા કરતા અલગ તરી આવે છે .તે જ બાબત આપણને વિશેષ બનાવે છે.
ઉત્તર : આપણે આંખો દ્વારા ઇશારાથી અને ચહેરા દ્વારા વિવિધ હાવભાવથી વાતચીત કરી શકીએ છીએ.