ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૧૦ રસોડાની વાત PART 01
૧. તમારા ઘરમાં રસોઈ બનાવવા કયાં કયાં વાસણો વપરાય છે ?
ઉત્તર : (વિદ્યાર્થીઓ તેના અનુભવના આધારે જવાબ લખો.)
૨.નીચેનામાંથી કયું સાધન રસોઈ માટે વપરાય છે ?
(A) ગળણી
(B) કળાઇ
(C) થાળી
(D) કાતર
ઉત્તર : B
૩. ઢોંસા બનાવવા માટે આપણે કયા વાસણનો ઉપયોગ કરીએ છીએ ?
(A) માટલું
(B) કૂકર
(C) કડાઈ
(D) તવી
ઉત્તર : D
૪. કૂકરમાં કયો ખોરાક બનાવવામાં આવે છે ?
ઉત્તર : કૂકરમાં ખીચડી, ભાત, શાક, ઇંડલી, વગેરે ખોરાક બનાવવામાં આવે છે.
૫. કડાઈનો ઉપયોગ શેના માટે થાય છે ?
(A) પૂરી તળવા
(B) શીરો બનાવવા
(C) શાક બનાવવા
(D) આપેલ તમામ
ઉત્તર : D
૬. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયાં કયાં વાસણોનો ઉપયોગ થતો નથી ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૭.આપણે ખોરાક ખાવા માટે કયા વાસણનો ઉપયોગ કરીએ છીએ ?
(A) તવી
(B) થાળી
(C) કડાઈ
(D) કૂકર
ઉત્તર : B
૮. તમે ગ્લાસનો શો ઉપયોગ કરો છો ?
ઉત્તર : પાણી પીવા, શરબત પીવા, ચા પીવા ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ.
૯. આપણે હંમેશાં એક જ પ્રકારનાં વાસણમાં રસોઈ બનાવીએ છીએ.(✓ કે X)
ઉત્તર : X
૧૦. ભાખરી, રોટલી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A) તવી
(B) માટલું
(C) ચાળણી
(D) કૂકર
ઉત્તર : A
૧૧. ………………. ને વ્હિસલ (સીટી)હોય છે .
(A) તપેલી
(B) કૂકર
(C) કડાઈ
(D) પવાલી
ઉત્તર : B
૧૨. આપણા ઘરનાં મોટા ભાગનાં વાસણો શેમાંથી બનેલાં હોય છે?
(A) પથ્થર
(B) પેપર
(C) સ્ટીલ
(D) કાગળનો માવો
ઉત્તર : C
૧૩. વાસણો સ્ટીલ સિવાય શેમાંથી બનાવવામાં આવે છે ?
ઉત્તર : સ્ટીલ સિવાય માટી, તાંબું, પિત્તળ વગેરેમાંથી વાસણો બનાવવામાં આવે છે.
૧૪. વાસણો મોટેભાગે હાથથી બનાવેલા પેપરમાંથી બનાવવામાં આવે છે. (✓ કે X)
ઉત્તર : X
૧૫. પહેલાંના સમયમાં વાસણો શેમાંથી બનાવવામાં આવતાં હતાં ?
ઉત્તર : પહેલાંના સમયમાં વાસણો માટીમાંથી, તાંબામાંથી, પિત્તળમાંથી બનાવવામાં આવે છે.
૧૬. કૂકરમાં રસોઈ બનાવાથી શું ફાયદા થાય છે ?
ઉત્તર : કૂકરમાં રસોઈ ઝડપથી બની જાય છે. ઉપરાંત બફાયેલી રસોઈ હોવાના કારણે તેનાં પોષકતત્ત્વો જળવાઈ રહે છે. ગૅસની અને સમયની બચત થાય છે.
૧૭. પહેલાના સમયમાં ખોરાક……….થી બનાવેલાં વાસણોમાં રાંધવામાં આવતો હતો.
(A) પિત્તળ
(B)લાકડા
(C) કાચ
(D) સ્ટીલ
ઉત્તર : A
૧૮. નીચે આપેલાં વાસણો કયો ખોરાક રાંધવા વપરાય છે, તેનાં બે – બે નામ લખો.
(૧) કડાઈ : શાક, શીરો
(ર) તવી : રોટલી, ભાખરી
(3) કૂકર : ભાત, ખીચડી
(૪) તપેલી : દાળ, કઢી
૧૯. તાવેથો અને કડછો કયા ઉપયોગમાં લેવામાં આવે છે ?
ઉત્તર : તાવેથો અને કડછો શીરો, શાક જેથી રસોઈને હલાવવા માટે અને પીરસવા માટે કરવામા આવે છે.
૨૦. શું તમે બધો જ ખોરાક રાંધીને ખાઓ છો ?
ઉત્તર : ના, ઘણો બધો ખોરાક રાંધ્યા વગર પણ ખાઈએ છીએ.
૨૧. શું તમે બધો જ ખોરાક કાચો ખાઓ છો ?
ઉત્તર : ના, અમુક ખોરાક રાખીને રાંધીને અને અમુક ખોરાક કાચો ખાઈએ છીએ.
૨૨. નીચેનામાંથી મોટા ભાગે શું કાચું ખવાય છે?
(A) બટાકા
(B) કાકડી
(C) રીંગણ
(D) ભીંડા
ઉત્તર : B
૨૩. નીચેના કોષ્ટકમાં માહિતી ભરો:
ક્રમ | કાચો ખાઈ શકાય તેવો ખોરાક | રાંધીને ખાઇ શકાય તેવો ખોરાક | કાચો અને રાંધીને ખાઇ શકાય તેવો ખોરાક |
1. | કાકડી | – | ટામેટું |
2. | સફરજન | – | ડુંગળી |
3. | કાચી કેરી | અનાજ | ગાજર |
4. | મૂળો | કઠોળ | કૅપ્સિકમ |
5. | બીટી | વિવિધ શાકભાજી | વટાણા |
૨૪. નીચેનામાંથી કયું શાક હંમેશાં રાંધીને જ ખાવામાં આવે છે?
(A) ટામેટું
(B) ગાજર
(C)કોબીજ
(D)ભીંડા
ઉત્તર : D
૨૫. વટાણા રાંધ્યા વગર ખાઈ શકાય છે. (✓ કે X)
ઉત્તર : ✓
ધોરણ ૩ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૧૦ રસોડાની વાત PART 02
૨૬. ટામેટું રાખ્યા વગર ખાઈ શકાય છે. (✓ કે X)
ઉત્તર : ✓
૨૭. નીચેનામાંથી ખોરાક કઈ કઈ રીતે રાંધી શકાય?
(A) તળીને
(B) વરાળથી બાફીને
(C) શેકીને
(D) આપેલ તમામ
ઉત્તર : D
૨૮. ભજિયાં વરાળથી બાફીને બનાવવામાં આવે છે.(✓કે X)
ઉત્તર : X
૨૯. આપણને કોઈ પણ વસ્તુ બાફવા માટે પાણીની જરૂર પડતી નથી. (✓કે X)
ઉત્તર : X
૩૦. રોટલી કેવી રીતે બનાવવામાં આવે છે ?
ઉત્તર : ઘઉંના લોટમાં તેલ, મીઠું જરૂર પૂરતું નાખવું. થોડું થોડું પ્રમાણસર પાણી ઉમેરો અને કણક (લોટ) બાંધો. ત્યારપછી તેને વણીને તવી પર શેકો. શેકાઈ જાય પછી ઘી લગાડીને પીરસો.
૩૧. નીચે રાંધવાની અમુક રીત આપેલી છે. તે રીતથી બનતી ત્રણ ત્રણ વાનગીઓનાં નામ લખો.
ક્રમ | વાનગી બનાવવાની રીત | વાનગીઓનાં નામ |
1. | શેકવું | પાપડ, પપાડી, પનીર |
2. | બાફવું | ભાત, બટાકા, કઠોળ |
3. | તળવું | ભજિયા, પૂરી, ભૂંગળાં |
4. | ગરમીથી શેકવું | કેક, બ્રેડ, બિસ્કીટ |
5. | વરાળથી બાફવું | ઇડલી, ઢોકળાં, મુઠિયાં |
6. | જાળી પર શેકવું | પિઝા, ચિકન, શાકભાજી |
૩૨. કેક બનાવવા માટે રાંધવાની કઈ રીતનો ઉપયોગ થાય છે ?
(A) ગરમીથી શેકવાની
(B) જાળી પર શેક્વાની
(C)વરાળની બાફવાની
(D) તળવાની
ઉત્તર : A
૩૩. ખોરાક બનાવવા માટેની કઈ રીત આરોગ્યપ્રદ છે ?શા માટે ?
ઉત્તર : ખોરાક બનાવવા માટેની રીતમાં બાફવાની રીત સૌથી આરોગ્યપ્રદ છે.કેમ કે તેનાથી ખોરાક જલદી બની જાય છે. સમય અને ગૅસની બચત થાય છે. બાફીને રાંધેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે જેથી તે સંપૂર્ણ આરોગ્યપ્રદ છે.
૩૪. તળેલો ખોરાક આપણા માટે હાનિકારક છે. (✓ કે X)
ઉત્તર : ✓
૩૫. સૂર્યપ્રકાશથી ખોરાક બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ?
(A) સૂર્યકૂકર
(B) ગેસસ્ટવ
(C) સુર્યહિટર
(D) ચૂલો
ઉત્તર : A
૩૬. ચૂલો સળગાવવામાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે ?
ઉત્તર : ચૂલો સળગાવવા માટી-છાણથી બનાવેલો ચૂલો, લાકડાં, કેરોસીન, છાણ, દીવાસળી, ફૂંકળીનો ઉપયોગ થાય છે.
૩૭. ઇલેક્ટ્રિક સગડી…………..થી ચાલે છે.
ઉત્તર : વીજળી
૩૮. સ્ટવ (પ્રાઈમસ) કયા ઇંધણથી ચાલે છે ?
(A) પેટ્રોલ
(B) કેરોસીન
(C)ડીઝલ
(D) આપેલા તમામ
ઉત્તર : B
૩૯. ગૅસસ્ટવ કેવી રીતે કામ કરે છે ?
ઉત્તર : ગેસસ્ટવની પાઇપ ગેસની પાઇપલાઇન અથવા ગેસની બોટલ સાથે જોડાયેલી હોય છે. ગેસસ્ટવનું નોબ ચાલુ કરીને દીવાસળી સળગાવી બર્નરની નજીક રાખવાથી પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે અને અગ્નિ પ્રજ્વળે છે.
૪૦. અંગીઠી (સગડી)માં બળતણ તરીકે શું વપરાય છે ?
(A) કોલસો, લાકડું
(B) સૂર્યપ્રકાશ
(C) વીજળી
(D) પેટ્રોલ
ઉતર : A
૪૧. કયું ઇંધણ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે ?
(A) કેરોસીન
(B) કોલસો
(C) લાકડાં
(D) આપેલાં તમામ
ઉત્તર : D
૪૨. શાના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી ?
(A) લાકડાં
(B) છાણાં
(C)કેરોસીન
(D) સૂર્યપ્રકાશ
ઉત્તર : D
૪૩. તમે તમારા ઘરમાં કયું ઈંધણ વાપરો છો ?
ઉત્તર : મારા ઘરમાં ગેસ વપરાય છે.
૪૪. ચૂલો એ રસોઈ બનાવવાની સુરક્ષિત પદ્ધતિ નથી ? શા માટે ? વિચારો અને મિત્રો સાથે ચર્ચા કરો.
૪૫. સૂર્યકૂકરમાં ખોરાક બનાવવો કેવી રીતે ફાયદાકારક છે ? ટૂંકમાં જણાવો.
ઉત્તર : સૂર્યકૂકરમાં ખોરાક બનાવવાથી પ્રદૂષણ ફેલાતું નથી. સૂર્યઊર્જાનો ઉપયોગ થાય છે. સૂર્યના વિટામિન ખોરાકમાં મળે છે. ખોરાકનાં પોષક તત્ત્વો જળવાઈ રહે છે. પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે.
૪૬. સૂર્યપ્રકાશમાંથી ગરમી મળતી નથી. (✓ કે X)
ઉત્તર : X
૪૭. ઈંધણ બચાવવા માટે કેરોસીનવાળા સ્ટવનો ઉપયોગ કરવો જોઈએ.( ✓ કે X)
ઉત્તર : X
૪૮. તમે રાંધ્યા વગર શું શું બનાવી શકો છો ? ચાર નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૯. નીચેનામાંથી કઈ વાનગી રાંધીને બનાવવામાં આવે છે ?
(A) આઇસક્રીમ
(B) ફાઇડ રાઇસ
(C)નારંગીનો રસ
(D) મિલ્ક શેક
ઉત્તર : B
૫૦. નીચેનામાંથી કઈ વાનગી રાંધ્યા વગર બનાવવામાં આવે છે?
(A) મકાઈનું સલાડ
(B) પુલાવ
(C) કેળાંનો શેક
(D) બ્રેડ
ઉત્તર : C
૫૧. મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી ઢાંકી દો. એક દિવસ પછી તેમાં શું ફેરફાર જોવા મળે છે ?
ઉત્તર : એક દિવસ પછી મગમાંથી ફણગા ફૂટેલા જોવા મળશે.
૫૨. કેરીનો રસ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ?
ઉત્તર : કેરીનો રસ બનાવવા કેરી, પાણી, સાકર અથવા ખાંડનો ઉપયોગ થાય છે.
૫૩. શાકભાજીનું સલાડ તમે કેવી રીતે બનાવશો ?
ઉત્તર : ટામેટાં, કાકડી, કેપ્સીકમ, ગાજર, બીટ, કોબીજ, કોથમીરને ઝીણાં ઝીણાં સમારી લો. ત્યારબાદ તેમાં લીંબુ, મીઠું, ચાટમસાલો ઉમેરીને પીરસો.
૫૪. પાઇનેપલનો જ્યુસ કેવી રીતે બનાવશો ?
ઉત્તર : પાઈનેપલ સમારી તેને જયૂસ બનાવવાના મશીનમાં મિક્સ્ચર કરો. ગાળીને ગ્લાસમાં કાઢો. તેમાં મીઠું,ચાટ મસાલો અને જરૂર પ્રમાણે સાકર અથવા ખાંડ ઉમેરો.
૫૫. જોડકાં જોડો.
વિભાગ-અ | વિભાગ – બ | જવાબ |
(૧) ભજિયાં | (A) કાચો | (૧)-E |
(૨) કેક | (B) બાફેલો | (૨)-C |
(૩) ભાત | (C) શેકેલો | (૩)-B |
(૪) ઢોકળા | (D) વરાળથી બાફેલો | (૪)-D |
(પ) કાકડી | (E) તળેલો | (પ)-A |