ધોરણ : ૩ વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૦) ભાત (પેટર્ન) ની રમત
અધ્યયન નિષ્પતિ :
– સાદા અંકો અને આકારોના ક્રમ સમજે અને વિસ્તારે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણી આજુબાજુની ભાત પેટર્ન
– પ્રવૃત્તિ : પેટર્ન દોરો
– જયપુર – બ્લોક પ્રિન્ટની ભાત
– પેટર્નનાં ચિત્રો
– વિકસતી પેટર્ન
– મારી પોતાની પેટર્ન
– અંક પેટર્ન
– ખાનગી સંદેશા
– એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન
– ક્રમમાં નામ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રોજબરોજ જીવનમાં જોવામળતી ઘણી પેટર્ન વિશે જણાવીશ. વાડનો તાર, બારીની જાળી, સા૫ વગેરે ઉદાહરણથી પેટર્ન સરજાવીશ. વિદ્યાર્થીઓને આસપાસ પેટર્ન જોવા મળતી હોય તેવી ત્રણ વસ્તુઓનાં નામ લખાવીશ. જયપુરમાં બ્લોક પ્રિન્ટની ભાત જોવા મળે છે તેના નમૂના બતાવીશ. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તે બતાવીશ. ચિત્રની કેટલીક પેટર્નનું અલોકન કરાવીશ. દરેક પેટર્નનો નિયમ બતાવીશ. પેટર્ન સતત વિકસતી જાય છે. તેનું પુનરાવર્તન થતું નથી. તેવી પેટર્નના નમૂના બતાવીશ. તેવી પેટર્ન બનાવવા જણાવીશ. આપેલ જગ્યામાં વિદ્યાર્થીઓને પોતાની પેટર્ન બનાવવા જણાવીશ. અંકોની પેટર્ન બનાવતાં શીખવીશ. જે સતત વિકસતી પેટર્ન છે તે બતાવીશ. નિયમ ઓળખી વિકસતી પેટર્નને આગળ વઘારવા જણાવીશ. ખાનગી સંદેશાની પેટર્નને ઓળખાવીશ. છુપાયેલા વાકયને શોઘવા જણાવીશ. વિદ્યાર્થીઓને આ રીતે ખાનગી સંદેશ બનાવવા જણાવીશ. એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન આપેલ સંખ્યાના કોષ્ટકમાં બતાવીશ. તે જ રીતે પેટર્નને આગળ વઘારી ખાલી જગ્યામાં પૂર્ણ કરાવીશ. આપેલ નામની યાદીને તે કકકાવારીમાં ક્રમ મુજબ જે ક્રમમાં આવતાં હોય તે રીતે નામની સામેના ખાનામાં ( ) ક્રમ લખવા જણાવીશ. આપેલ નામમાં સરખી પેટર્ન છે ? હોય તો √ ની નિશાની કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન દોરો.
પ્રવૃત્તિ : તમે બનાવેલી પેટર્નને આગળ વઘારવા તમારા મિત્રને કહો.
મૂલ્યાંકન
– મહાવરો : પેટર્નને આગળ વઘારો
– આપેલી પેટર્નને આગળ વઘારો.