ધોરણ : ૩ વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૧) જગ અને મગ
અધ્યયન નિષ્પતિ :
– બિન પ્રમાણિત એકમો વડે જુદા – જુદા પાત્રોની ક્ષમતાની તુલના કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બન્નીના ૫રિવારમાં લગ્ન
– પાણી અંદર, પાણી બહાર ?
– બોટલ અને ડોલ
– પ્રવાહી મા૫ન
– લિટરની સમજ
– સાચી જોડ બનાવો.
– માટલાં ભરવાની પ્રવૃત્તિ
– કેટાં પ્યાલા ? પ્રવૃત્તિ
– પ્રવૃત્તિ – ખાડા ભરવા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને બન્નીના ૫રિવારમાં લગ્નના પ્રસંગની વાત કરીશ. વિશિષ્ટ પીણું જે મહેમાનો આો પ્યાલો પીણું પી શકે નહી, ૫રંતુ અમુક મહેમાનો આખો પ્યાલો પીણું પી શકે તેવા શક્તિમાન તે અંગે જણાવીશ. જરૂરી ચર્ચા કરીશ. અમુક મહેમાનો વઘારે પ્યાલા પીણું પી ગયા. કયા મહેમાનો કેટલું પીણું પીઘુ તે કોષ્ટક ભરાવીશ. દિવસમાં કેટલા પ્યાલા પાણી પીઓ છો ? તે દરેક વિદ્યાર્થીઓ પાસેથી જણાવીશ. શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે ? તે અંગે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને ૧ લિટરની બોટલની મદદથી કયા વાસણમાં ૧ લિટરથી વઘુ પાણી સમાય છે ? અને ૧ લિટરથી ઓછું પાણી સમાય છે ? તે નકકી કરાવીશ. ૧ લિટરની બોટલથી ડોલમાં કેટલા લિટર પાણી સમાશે તે નકકી કરાવશી. લિટર મા૫ની સામે તેના પાત્રની સાચી જોડ બનાવડાવીશ. કોના જગમાં વઘુ સમાશે ? તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિ કરાવીશ. નશીમ અને અબ્દુલ પાણીથી તેમના માટલાં ભરે છે બંન્ને માટલા સરખા છે નસીમ ૧૬ વાર બોટલ ભરે છે. અબ્દુલ ૮ વાર બોટલ ભરે છે. નસીમ અબ્દુલક કરતાં વઘુ વખત કેમ ગઇ ? ચર્ચા કરીશ. ‘અ’ માટલામાં ‘બ’ માટલા કરતાં બમણુંક પાણી સમાય છે ? તે વિશે ચર્ચા કરીશ. કોહિમા નજીકના શહેરમાં રસ્તા પર ખાડા પડયા છે. બાળકો આ ખાડાને એક સરખાં મગ દ્વારા કાંકરાથી પુરે છે. તે અંગે માહિતી આપી પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : વાસણમાં પાણીનો સમાવેશ.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.