
ઉત્તર : ×
૨. તમારી શાળામાં બાળકો કેવી રીતે શાળાએ આવે છે?
ઉત્તર : અમારી શાળામાં ઘણા બાળકો ચાલીને આવે છે, તો ઘણા બાળકો સાઇકલ લઈને આવે છે. આ ઉપરાંત ઘણા બાળકો અને તેમના માતા કે પિતા સ્કૂટર ,બાઈક કે કારમાં મૂકી જાય છે. જ્યારે ઘણા બાળકો રિક્ષા, વાન કે બસ દ્વારા શાળામાં આવે છે.
૩. આપણે દેશની દરેક શાળાએ જવું ખૂબ જ સરળ છે. (√ કે ×)
ઉત્તર : ×
૪. શહેરમાં શાળાએ જવા બાળકો કયાં- કયાં વાહનનો ઉપયોગ કરે છે ?
ઉત્તર : શહેરમાં શાળાએ એ જવા માટે બાળકો રિક્ષા, વાન, સાઇકલ વગેરે વાહનોનો ઉપયોગ કરે છે.
૫. તમે શાળાએ કેવી રીતે જાઓ છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૬. મોટા શહેરોમાં બાળકો શાળાએ જવા આવવા માટે રિક્ષા, વાન કે બસનો વધુ ઉપયોગ કરે છે, કારણકે…
ઉત્તર : મોટા શહેરોમાં એક જગ્યાએથી બીજી જગ્યા નું અંતર વધુ હોય છે. આથી, જે બાળકોની શાળા ઘરથીવધુ દૂર હોય છે તેઓ ચાલીને કે સાઇકલ લઇને શાળાએ જવાનું ટાળે છે. વળી શહેરમાં જેમનાં માતા-પિતા પોતાના બાળકને શાળાએ મૂકવા ન જઈ શકે તેવા બાળકો પણ લાબા અંતરને લીધે શાળાએ જવા આવવા માટે રિક્ષા, વાન કે બસનો ઉપયોગ કરે છે.
ઉત્તર : √
૮. પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉચપયોગ થાય છે?
ઉત્તર : પુલ બનાવવા સિમેન્ટ ,રેતી ,કપચી ઈટો અને લોખંડના સળિયા નો ઉપયોગ થાય છે.
૯. પુલને પગથિયાં પણ હોય છે.(√ કે ×)
ઉત્તર : √
૧૦. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? તે શાનો બનેલો છે?
૧૨. પુલનો ઉપયોગ રેલવે લાઇન માટે પણ થાય છે . (√ કે ×)
ઉત્તર : √
૧૩. પુલ બનાવવા નીચેનામાંથી કઈ સામગ્રી વપરાતી નથી ?
(A) રેતી
ઉત્તર : ( B )
ઉત્તર : પુલનો ઉપયોગ માણસો, પ્રાણીઓ અને માલસામાનની હેરફેર કરતાં વાહનો, રેલ્વે વગેરે માટે થાય છે.
૧૫. પહેલાના સમયમાં પુલ બનાવવા શાનો ઉપયોગ થતો હતો?
ઉત્તર : પહેલાના સમયમાં જ્યારે સિમેન્ટની શોધ થઇ ન હતી ત્યારે લાકડાના પાટિયા અને અને વાસ ની મદદથી પુલ બનાવવામાં આવતો હતો.
ઉત્તર : (A)
૧૭. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે ?
ઉત્તર : જો પુલ ન હોય તો સામાન્ય રીતે આપણને નદી પાર કરવામાં તકલીફ પડે. આપણને હોડી દ્વારા નદી પાર કરવી પડે જેથી વધુ સમય જાય.
૧૮. નીચેનામાંથી કયાંનાં બાળકો આજે પણ શાળાએ જવા હોડીનો ઉપયોગ કરે છે ?
(A)સોમનાથ
ઉત્તર : (C)
૧૯. બેટ દ્વારકા કયાં આવેલું છે ?
(A) નદી કિનારે
ઉત્તર : (C)
૨૦. હોડી સિવાય બીજી કઈ રીતે આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ ?
ઉત્તર : હોડી સિવાય મોટા વહાણ દ્વારા, તરાપા દ્વારા કે પાણીમાં તરીને આપણે સરોવર તળાવ નદી ના બીજા છેડે જઈ શકીએ છીએ અથવા નદી કે જળાશયના બે કિનારાને પુલ વડે જોડી દઈને પુલ પરથી મુસાફરી કરી શકીએ છીએ.
૨૧. રણ પ્રદેશમાં બધે………જોવા મળે છે.
૨૨. રણ પ્રદેશમાં રેતી દિવસે ખૂબ ગરમ થતી નથી.(√ કે ×)
ઉત્તર : ×
૨૩. રણ પ્રદેશમાં બાળકો શાળાએ જવા માટે શેનો ઉપયોગ વધુ કરે છે ?
ઉત્તર : રણ પ્રદેશમાં બાળકો શાળાએ જવા ઊંટગાડી નો ઉપયોગ વધુ કરે છે.
૨૪. રણપ્રદેશમાં નીચેનામાંથી કયું વાહન વધુ ઉપયોગી છે ?
(A) બળદગાડી
ઉત્તર : (B)
૨૫. બળદ ગાડાં………..માં વધુ જોવા મળે છે . (શહેર/ જંગલ /ગામ )
(A) છત્રી
ઉત્તર : (A)
ઉત્તર : ગામડામાં બાળકો ચાલતાં કે બળદગાડા દ્વારા શાળાએ જાય છે .
૨૮. ઊંટ ગાડી :………….: : બળદ ગાડું: ગામડું
૨૯. રણ પ્રદેશમાં બળદગાડા કરતા ઊંટ ગાડી જ વધુ ઉપયોગી રહે છે. સમજાવો.
ઉત્તર : રણ પ્રદેશમાં બધે જ રેતી હોય છે. રણપ્રદેશમાં બળદ કરતા ઊંટ વધુ સારી રીતે જીવી શકતાં હોવાથી ત્યાં ઊંટ વધુ જોવા મળે છે. વળી, રેતીમાં બળદ કરતા ઊંટ નથી વધુ સરળતા થી ચાલી શકે છે. આ કારણોથી રણપ્રદેશમાં બળદગાડા કરતા ઊંટગાડી જ વધુ ઉપયોગી રહે છે.
૩૦. ઊંટગાડી કે બળદ ગાડું ચલાવનાર ઊંટ કે બળદ ને જોરજોરથી મારે તે યોગ્ય કહેવાય કે યોગ્ય ન કહેવાય? કેમ?
ઉત્તર : ઊંટ ગાડી કે બળદ ગાડું ચલાવનાર ઊંટ કે બળદને જોર – જોરથી મારે તે યોગ્ય ન કહેવાય. કારણ કે આ પ્રાણીઓમાં પણ સંવેદના રહેલી હોય છે .જેમ આપણને કોઈ મારે તો આપણને દુખાવો થાય તે જ રીતે પ્રાણીઓને મારવામાં આવે તો તેમને પણ દુખાવો થતો હોય છે, પરંતુ તેઓ બોલી શકતાં ન હોવાથી આપણને તેમની પીડા કે દુઃખ ની ખબર પડતી નથી. આથી જ પ્રાણીઓને મારવું યોગ્ય ન કહેવાય.
૩૧. ઘરથી તમારી શાળા દૂર હોય તો તમે શાળાએ જવા કયાં સાધનો ઉપયોગ કરશો?
ઉત્તર : ઘરથી અમારી શાળા દૂર હશે તો અમે સાઈકલ, બસ, રીક્ષા કે બીજા અન્ય વાહનો દ્વારા શાળાએ જઈશું.
૩૨. પહેલાના સમયમાં શાળામાં ભણતી છોકરીઓનું પ્રમાણ ઓછું હતું. (√ કે ×)
ઉત્તર : √
૩૩. સાઈકલ ની મદદથી છોકરીઓ દૂરની શાળાઓમાં પણ સરળતાથી જઈ શકે છે. (√ કે ×)
ઉત્તર : √

૩૪. તમને સાઈકલ ચલાવતાં આવડે છે જો ‘હા ‘ હોય તો તે તમને કોણે શીખવી?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૫. તમારી શાળામાં કેટલાંબાળકો સાઈકલ લઈને આવે છે ? આ સંખ્યા તમે કેવી રીતે જાણી ?
ઉત્તર : અમારી શાળામાં ધણાં બધાં બાળકો સાઈકલ લઈને આવે છે શાળાના સાઈકલ પાર્કિંગમાં પણ ઘણી બધી સાઈકલો જોઈને તેની સંખ્યા જાણી શકાય.
૩૬. તમારી શાળા તમારા ઘરથી કેટલી દૂર છે?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૭. તમારી શાળામાં સ્કૂલ બસ કે એના જેવી અન્ય કોઈ સુવિધા છે ?જો ‘હા’તો તમે તે પૈકી કયા વાહનમાં આવો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૮. સ્કૂલ બસ નો રંગ સામાન્ય રીતે ____ હોય છે.
(A)લાલ
(B) લીલો
(C)પીળો
(D) સફેદ
ઉત્તર : (C)
૩૯. તમને એવી કોઈ જગ્યા ની ખબર છે જ્યાં કોઈપણ વાહન ન પહોંચી શકે? કઈ?
ઉત્તર : હા, જ્યાં ગાઢ જંગલ હોય તે જગ્યાએ કોઈપણ વાહન પહોંચી શકતું નથી.
૪૦. ગુજરાતમાં કયાંના બાળકો જંગલમાંથી પસાર થઈને શાળા એ જાય છે ?
(A) ગીર
(B) અમદાવાદ
(C) બેટ દ્વારકા
(D) આપેલા તમામ
ઉત્તર : (A)
૪૧. જંગલમાંથી પસાર થતાં કોના અવાજો સંભળાય છે?
ઉત્તર : જંગલમાંથી પસાર થતાં જંગલી પશુ- પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે.
૪૨. તમે કયાં-કયાં પશુ–પક્ષીઓનો અવાજથી ઓળખી શકો છો ?
ઉત્તર : અમે કાગડો, ચકલી, કાબર, પોપટ ,કોયલ વગેરે પક્ષીઓ તથા વાઘ, સિંહ, ગાય, ભેંસ, બકરી, કુતરો વગેરે પશુઓના અવાજ ઓળખી શકીએ છીએ.
૪૩. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો ?
ઉત્તર : જંગલમાંથી પસાર થતાંજંગલી પશુ પક્ષીઓ થી દૂર રહેવું .જંગલનાં વૃક્ષોને નુકશાન ન થાય તથા ચાલતાં ચાલતાં કાંટા વાગી ન જાય તેનું ધ્યાન રાખવું જંગલમાંથી પસાર થતાં બહુ અવાજ ન કરવો જેથી જંગલની શાંતિનો ભંગ ન થાય.
૪૪. ડુંગરાળ વિસ્તારમાં રહેતા બાળકો કેવી રીતે શાળાએ જાય છે ?
ઉત્તર : ડુંગરાળ વિસ્તારમાં રહેતા બાળકો પથરાળ અને વાંકાચૂકા રસ્તા પર થઈને શાળાએ પહોંચે છે.
૪૫. ડુંગરાળ વિસ્તાર ના બાળકોને પથરાળ રસ્તા પર ચડતાં ઉતરતાં બીક લાગે છે . ( √ કે ×)
ઉત્તર : ×
૪૬. ડુંગરાળ વિસ્તારમાં રહેતા બાળકોને પથરાળ અને આડા-અવળા રસ્તા મુશ્કેલ લાગતા નથી, જ્યારે બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલભર્યા હોય છે સમજાવો.
ઉત્તર : ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પથરાળએટલે કે પથ્થરોના બનેલા હોય છે. જે આડા-અવળા હોવા ઉપરાંત તેની સપાટી એકસરખી હોતી નથી. વળી ,આવા રસ્તાઓ ઢાળવાળા હોય છે. આથી ત્યાં ન રહેતાં લોકોને ક્યારેક આવા રસ્તા પર ચાલવાનું થાય તો તેમને આવા રસ્તા પર ગબડી પડવાનો ભય લાગે છે, જ્યારે અહીં રહેતા બાળકો બાળપણથી જ આવા રસ્તા પર ચાલતાં હોવાથી તેમને આવા રસ્તા મુશ્કેલ લાગતા નથી.
૪૭. ડુંગરાળ વિસ્તારમાં રહેતા બાળકો ડુંગરની ટેકરીઓ પર સરળતાથી ઉપર- નીચે જઇ શકે છે.(√ કે ×)
ઉત્તર : √
૪૮. નિધિ શા માટે બીજાં બાળકોની જેમ બધાં કામ કરી શકતી નથી ?
(A)તેના હાથ કામ કરી શકતા નથી
(B)તેના પગ કામ કરી શકતા નથી
(C)તેને આંખે દેખાતું નથી
(D)તેના હાથ પગ બંને કામ કરી શકતા નથી
ઉત્તર : (B)
૪૯. નિધિને શાળાએ કોણ ઊચકીને લઇ જતું હતું ?
(A) નિધિ ના પપ્પા
(B) નિધિ ના દાદા
(C) નિધિના મમ્મી
(D) નિધિ
ઉત્તર : (C)
૫૦. નિધિ………….ની મદદથી જાતે શાળાએ આવે છે.
ઉત્તર : વ્હીલચેર
૫૧. જે બાળકો અપંગ હશે તેમને કઇ કઈ મુશ્કેલીઓ પડતી હશે?
ઉત્તર : જે બાળકો અપંગ હોય છે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, રમવામાં, વસ્તુઓ પકડવા તથા કેમ તેની હેરફેર કરવા માં મુશ્કેલીઓ પડે છે.
૫૨. જે બાળકો અંધ હશે તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે ?
ઉત્તર : જે બાળકો અંધ હોય છે, તેમને આંખે દેખાતું નથી. તેમને વાંચવામાં, લખવામાં, રસ્તો ઓળંગવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલીઓ પડે છે.
૫૩. મૂક બાધિર બાળકોને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે ?
ઉત્તર : મૂકબાધિર બાળકોને બોલવામાં, વાતચીત કરવામાં, પોતાની વાત બીજાને સમજાવવામાં મુશ્કેલીઓ પડે છે.
૫૪. આપણે ત્યાં ઉડન ખટોલા (રોપવે )ક્યાં જોવા મળે છે ?
(A) અંબાજી
(B) પાવાગઢ
(C) ગિરનાર
(D) A અને B બંને
ઉત્તર : (D)
૫૫. ઉડન ખટોલા એટલે શું ?
ઉત્તર : ઉડન ખટોલા એટલે મજબૂત તારના દોરડા પર લટકાવેલી ટ્રોલી જેમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર જઈ શકાય છે.
૫૬. ભારતના કયા રાજ્યમાં ઉડન ખટોલા ની મદદથી બાળકો શાળાએ જાય છે ?
(A) અસમ
(B) જમ્મુ-કાશ્મીર
(C) પંજાબ
(D) ઉત્તર પ્રદેશ
ઉત્તર : (B)
૫૭. લદાખ વિસ્તારમાં ઘણા બાળકો ટ્રોલી (ઉડન ખટોલા) નીમદદથી શાળાએ જાય છે.(√ કે ×)
ઉત્તર : √
૫૮. લદાખ વિસ્તારમાં બાળકો શાળાએ જવા આવવા શા માટે ઉડન ખટોલા નો ઉપયોગ કરે છે ?
ઉત્તર : લદાખ હિમાલયના બરફ આચ્છાદિત વિસ્તારમાં આવેલું છે આથી અહીં મકાનો પર્વતોના ઢોળાવો પર આવેલા હોય છે.ઘણી વખત શાળા અને આવા ઘરની વચ્ચે નદી આવે છે જેનો પ્રવાહ ઝડપી અને ખૂબ જ ઠંડો હોય છે આથી અહીં બે પર્વતોને જોડતા ઉદન ખટોલા બનાવવામાં આવે છે .જેથી અહીંના લોકો આ ઉડન ખટોલામાં બેસી ને બીજી તરફ જઈ શકે.
૫૯. ઉડન ખટોલા માં ટ્રોલી ને દોરડા પર …………..થી ખસેડવામાં આવે છે.
ઉત્તર : ગરગડી
૬૦. નીચેનામાંથી કયા રાજ્યમાં ખૂબ વરસાદના કારણે ગામલોકો વાંસ ના પુલનો ઉપયોગ કરે છે?
(A) ગુજરાત
(B) પંજાબ
(C) અસમ
(D) રાજસ્થાન
ઉત્તર : (C)
૬૧. વધુ વરસાદવાળા પ્રદેશો માં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવે છે?
ઉત્તર : વધુ વરસાદવાળા પ્રદેશમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે .તો કેટલીક જગ્યાએ લાકડાના પાટીયા કે દોરડાનો નો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે .
૬૨. સિમેન્ટના પુલ અને વાંસ ના પુલ વચ્ચે નો તફાવત લખો.
સિમેન્ટનો પુલ | વાંસનો પુલ |
1. સિમેન્ટનો પુલ બનાવવા ઇંટ, પથ્થર, લોખંડ, રેતી, અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. | 1. વાંસનો પુલ બનાવવા વાંસ, લાકડાનાં પાટિયાં અને દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. |
2. આ પુલ મજબૂત હોય છે. | 2. આ પુલ ઓછો મજબૂત હોય છે. |
3. આ પુલ પર ભારે વાહનો ચલાવી શકાય છે. | 3. આ પ્રકારના પુલ સામાન્ય રીતે માત્ર ચાલીને જવા માટે ઉપયોગી છે. |
૬૩. વિદ્યાર્થી એ નિયમિત રીતે શાળાએ જવું જોઈએ. (√ કે ×)
ઉત્તર : √
૬૪. નીચે જણાવ્યા મુજબની જમીન પર ચાલવાથી કેવો અનુભવ થશે તે લખો.
(૧) સીધા, નરમ અને સુવાળા મેદાનમાં……
ઉત્તર : ચાલવાનુંખૂબ સરળ અને સારું લાગે છે.
(૨) કાંટાઓ થીછવાયેલા મેદાનમાં…….
ઉત્તર : ખૂબ જ ધ્યાન રાખીને ચાલવું પડે છે. ચાલવાનું ખૂબ કઠિન છે.
(૩) રસ્તો પથરાળ અને આડો અવળો હોય ત્યારે…….
ઉત્તર : ધ્યાન રાખીને ચાલતાં બહુ અઘરું લાગતું નથી.
(૪) રેતીના રણમાં જ્યારે રેતી ગરમ હોય ત્યારે…….
ઉત્તર : રેતીના રણમાં ચાલવા જતાં પગ રેતીમાં ખૂપી છે અને રેતી ઞરમ હોવાથી દાઝી જવાય છે.
૬૫. જુદા જુદા પ્રકારના રસ્તે ચાલવામાં શું તફાવત પડે છે ?
ઉત્તર : જુદા જુદા પ્રકારના રસ્તા પર ચાલતી વખતે ચાલવાની રીત માં ફરક પડે છે જેમકે સીધા સુવાળા મેદાન પર આપણે ખૂબ જ સરળતાથી ચાલી શકીએ છીએ પરંતુ રણપ્રદેશમાં રેતી પર ચાલતી વખતે આપણા પગ રેતીમાં ખૂંપી જાય છે તેથી પગ રેતી માંથી બહાર કાઢવા વધુ બળ લગાવવું પડે છે જ્યારે ડુંગરાળ વિસ્તારમાં ઢાળવાળા રસ્તા પરથી નીચે ઉતરતી વખતે ચાલવાની ઝડપ વધી જાય છે અને ગબડી ન પડાય તેનું ધ્યાન રાખવું પડે છે.
૬૬. ‘રોજ નિશાળે જઈએ …..’ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરીને શાળા એ જાય છે?
ઉત્તર : આ પાઠમાં બાળકો રિક્ષા, બસ ,સાઇકલ, ઊંટ ગાડી ,બળદ ગાડી, ઉડન ખટોલા ,હોડી વગેરે સાધનોનો ઉપયોગ કરીને કાચા રસ્તા, પાકા રસ્તા ,પથરાળ તથા ખીણવાળા માર્ગો ,રણપ્રદેશ વગેરે માંથી પસાર થઈને શાળાએ પહોંચે છે.