૧. રતન રજાઓમાં ___ સાથે ગામડે ગઈ હતી.
ઉત્તર : દાદા
ઉત્તર : દાદા ગાય, ભેંસ અને બળદને નીરણ નાખે છે.
૩. ઘાસચારાને બીજું શું કહે છે ?
(A) નીંદણ
(D) એક પણ નહિ
ઉત્તર : B
ઉત્તર : રતને વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા, અનાજ અને કઠોળના છોડ અને ઊંચાં-ઊંચાં વૃક્ષો જોયાં.
ઉત્તર : ગુલાબ
(A) લાલ
ઉત્તર : C
૭. તમે જોયેલાં ફૂલોનાં નામ લખો.
ઉત્તર : વિઘાર્થીએ પોતાના અનુભવના આધારે જવાબ લખવો.
૮. તમે કયા કયા રંગનાં ફૂલ જોયાં છે ?
ઉત્તર : વિદ્યાર્થીએ પોતાના અનુભવના આધારે જવાબ લખવો.
૯. ફૂલોની ભાત ક્યાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : ફૂલોની ભાત કપડાં, ચાદર, કુંજા અને સુશોભનની વસ્તુઓ પર જોવા મળે છે.
ઉત્તર : ચાકળા એટલે કચ્છના લોકો દ્વારા ચોરસ કાપડ પર ભરતગૂંથણ વડે તૈયાર કરાયેલ સુશોભનની વસ્તુ.
ઉત્તર : ચાકળામાં ફૂલ – પાનની ભાત ઉપરાંત ભૌમિતિક આકારો અને પશુ-પક્ષીની આકૃતિઓ પણ ઝીણવટપૂર્વક ભરવામાં આવે છે.
૧૨. કચ્છના લોકો કઈ કઈ વસ્તુઓ પર ભરતગૂંથણ કરે છે ?
ઉત્તર : કચ્છના લોકો કપડાં, ચાદર, ઓશિકાનાં કવર, પાકીટ, બગલથેલા, થેલીઓ વગેરે પર ભરતગૂંથણ કરે છે.
૧૩. ચોરસ ઓશિકાના કવર પર કરેલ ભરતગૂંથણને ચાકળો કહે છે. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : ×
૧૫. દરેક ફૂલોના રંગ અલગ અલગ હોય છે. (√ કે ×)
ઉત્તર : √
(A) બારમાસી
ઉત્તર : D
૧૭. લીલીનો રંગ ____ છે.
ઉત્તર : સફેદ
૧૮. નીચેનામાંથી કયું ફૂલ , છોડ અને વેલા બન્નેપર થાય છે ?
(A) ગુલાબ
ઉત્તર : C
૧૯. ___ નું ફૂલ દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય છે.
(A) ગુલાબ
ઉત્તર : B
૨o. પોયણાં જમીન પર થતાં ફૂલો છે. (√ કે ×)
૨૧. રાતરાણી રાત્રે ખીલે છે અને દિવસે તેનાં ફૂલ ભીડાઈ જાય છે . (√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : ફૂલોમાં રંગ, પાંદડીની સંખ્યા, આકાર, લંબાઈ, ઊગવાની રીત, ઋતુ, સમય વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે.
૨૩. નીચેનામાંથી ક્યું ફૂલ ફક્ત વેલા પર જ થાય છે ?
(A) જાસૂદ
ઉત્તર : B
(A) બોરસલ્લી
(D) આંબો
ઉત્તર : C
(A) વેલા
ઉત્તર : B
૨૬. ફૂલની સુગંધને આંખ બંધ કરીને પણ ઓળખી શકાય છે. (√ કે ×)
ઉત્તર : √
૨૭. લક્ષણોને આધારે ફૂલોનાં નામ લખો :
(૧) લાલ રંગનાં ફૂલ : – ગુલાબ, જાસૂદ.
(૨) સફેદ રંગનાં ફૂલ :- ચંપો, મોગરો.
(૩) પીળા રંગનાં ફૂલ : સૂર્યમુખી, ગલગોટો.
(૪) ગુલાબી રંગનાં ફૂલ : – બારમાસી, ગુલાબ.
(૫) પાણીમાં થતાં ફૂલ: – કમળ, પોયણું.
(૬) છોડ પર થતાં ફૂલ: – બારમાસી, ગુલાબ.
(૭) વેલા પર થતાં ફૂલ: – મોગરો, બોગનવેલ.
(૮) વૃક્ષ પર થતાં ફૂલ: – ગુલમહોર, ચંપો.
(૯) માત્ર દિવસે જ ખીલતાં ફૂલ:- જાસૂદ, ઓફિસ – ટાઇમ.
(૧o) રાત્રે જ ખીલતા ફૂલ : – રાતરાણી
(૧૧) દિવસે ખીલતાં અને રાત્રે બંધ થઈ જતાં ફૂલ: – કમળ, ઓફિસ -ટાઈમ
(૧૨) સુગંધ માત્રથી ઓળખી શકાય તેવાં ફૂલ :- ગુલાબ, મોગરો.
(૧૩) વિશિષ્ટ ઋતુમાં જ થતાં ફૂલ: – ગરમાળો, ગુલમહોર
(૧૪) બારેમાસ ખીલતાં ફૂલ : -બારમાસી, મધુમાલતી, ચંપો.
૨૮. ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ કર્યું બોર્ડ મારેલું હોય છે ?
ઉત્તર : ફૂલોની માવજત માટે ઘણી જગ્યાએ “ફૂલો તોડવાં નહિ” નું બોર્ડ મારેલું હોય છે .
૨૯. ફૂલો તોડી લેવાથી કોની શોભા ઘટે છે ?
ઉત્તર : ફૂલ તોડી લેવાથી જે-તે છોડ, વૃક્ષ કે વેલા ઉપરાંત તેની આસપાસની શોભા ઘટે છે.
૩૦. ‘ફૂલો તોડવાં નહિ’ આવું લખાણ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : “ફૂલો તોડવાં નહિ” આવું લખાણ બગીચામાં લખેલું હોય છે.
ઉત્તર : જાહેર બગીચામાં લોકોએ ફૂલ ન તોડવાં જોઈએ, કારણ કે ફૂલ બગીચાની શોભા વધારવા માટે હોય છે વળી, પતંગિયાં, ભમરા અને મધમાખી આ ફૂલોનો રસ ચૂસે છે. જો બગીચામાંથી બધાં ફૂલ તોડવામાં આવે તો બગીચો સુંદર ન લાગે, માટે જાહેર બગીચામાંથી લોકોએ ફૂલ તોડવાં ન જોઈએ.
૩૨. ફૂલના ભાગો કયા છે ?
ઉત્તર : પાંખડી, પરાગરજ, દાંડી વગેરે ફૂલના ભાગો છે.
૩૩. બધાં જ ફૂલોમાં પાંચ જ પાંદડી હોય છે. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : બીજદલ
૩૫. બીજદલમાં રહેલા રજકણ જેવા ભાગને ____ કહે છે .
ઉત્તર : પરાગરજ
ઉત્તર : (૧) ગુલાબ
ઉત્તર : (૧) ધતૂરો
૩૮. તેના જેવા જ બીજા છોડના નિર્માણ માટે ફૂલનો કયો ભાગ ઉપયોગી છે ?
ઉત્તર : તેના જેવા જ બીજા છોડના નિર્માણ માટે પરાગરજ ઉપયોગી છે.
૩૯. બધાં જ ફૂલોની દાંડી એકસરખી હોય છે . (√ કે ×)
ઉત્તર : ×
૪૦. ફૂલો શાથી સુંદર દેખાય છે ?
ઉત્તર : ફૂલો તેની પાંખડીના રંગ, આકાર અને તેની ગોઠવણીને લીધે સુંદર દેખાય છે.
૪૧. નીચેનામાંથી ક્યા ફૂલની પાંખડી એકબીજા સાથે જોડાયેલી હોય છે ?
(A) જાસૂદ
ઉત્તર : A
(A) સૂરજમુખી
ઉત્તર : A
ઉત્તર : કરેણ, રાતરાણી, ચંપો વગેરે ફૂલો ઝૂમખામાં ઊગે છે.
૪૪. ____ મોટી થતાં ફૂલમાં પરિવર્તન પામે છે.
ઉત્તર : કળી
૪૫. કળી કેવી હોય છે ?
ઉત્તર : કળી નાની, અણીદાર અને લીલાં પાંદડાંના ભાગથી ઢંકાયેલી હોય છે.
૪૬. કળી અને કૂલમાં શું તફાવત છે ?
ઉત્તર : કળી એ અણીદાર અને લીલા ભાગ (વજપત્રો) થી ઢંકાયેલી રચના છે. કળી ૩ થી ૪ દિવસમાં વિકાસ પામી ખીલે છે અને ફૂલમાં ફેરવાય છે. કળી ફૂલનું રક્ષણ કરે છે. ખીલેલી કળીને ફૂલ કહે છે. તે ફેલાયેલી પાંખડી વાળું હોય છે. ફૂલ ૩ થી ૪ દિવસમાં કરમાઈ જાય છે. કળી નાની હોય જયારે ફૂલ મોટું હોય છે.
૪૭. કળીમાં રહેલી પાંખડીઓ બિડાયેલી હોય છે .(√ કે ×)
ઉત્તર : √
૪૮. દરેક ફૂલની કળીને ખીલવા માટે એકસરખો સમય લાગે છે . ( √ કે × )
ઉત્તર : ×
૪૯. ફૂલના ઉપયોગો જણાવો.
ઉત્તર :
(૧) ફૂલ ગજરા, હાર, વેણી, ગુલછડી, ગુલદરતા વગેરે બનાવવા વપરાય છે. વિવિધ તહેવારો કે પ્રસંગોમાં ફૂલોમાંથી બનેલી આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે.
(૨) ફૂલનો ઉપયોગ રંગોળી પૂરવામાં તથા ભગવાનને ચડાવવા થાય છે.
(3) કેટલાંક ફૂલો અંતર (સુગંધી) બનાવવાના કામમાં પણ આવે છે.
(૪) કેટલાંક ફૂલો રંગ બનાવવા માટે વપરાય છે.
(૫) કેટલાંક ફૂલ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે.
ઉત્તર : ગજરા, હાર, વલી બનાવવા મોગરો, ગુલાબ, ટગર, સેવંતી, લીલી, ગલગોટો વગેરે ફૂલોનો ઉપયોગ થાય છે.
૫૧. કયાં કયાં ફૂલોનો ખાવામાં ઉપયોગ થાય છે ?
ઉત્તર : ફુલાવર, કાંચનારનાં ફૂલ, કેળનાં ફૂલ, ગુલાબ, ગુલમહોરનાં ફૂલ વગેરે ફૂલોનો ખાવામાં ઉપયોગ થાય છે.
પર. નીચેનામાંથી કયા ફૂલનો દવા તરીકે ઉપયોગ થાય છે?
(A) ચંપો
ઉત્તર : C
૫૩. કેરળના લોકો ___ નાં ફૂલોનો ખાવામાં ઉપયોગ કરે છે .
ઉત્તર : કેળ
ઉત્તર : ગુલકંદ
૫૫. દવા તરીકે ઉપયોગી ફૂલોનાં નામ આપો .
ઉત્તર : ગુલાબ, જાસૂદ, લીમડો, લવિંગ, કેસર વગેરે વનસ્પતિનાં ફૂલો દવા તરીકે ઉપયોગી છે.
ઉત્તર : ગુલાબજળનો ઉપયોગ મીઠાઈ બનાવવા, લસ્સી કે દૂધ – કોલડ્રિન્ક બનાવવા, દવા તરીકે તેમજ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.
૫૭. નીચેનામાંથી કયા ફૂલનો રંગ બનાવવા ઉપયોગ થાય છે ?
(A) ચંપો
ઉત્તર : C
પ૮. કેસૂડાનો ઉપયોગ રંગ બનાવવામાં થાય છે. (√ કે ×)
ઉત્તર : √
પ૯. રંગ બનાવવા કયાં કયાં ફૂલોનો ઉપયોગ થાય છે ?
ઉત્તર : ગુલાબ, મોગરો, કેવડો વગેરે ફૂલો અત્તર બનાવવા ઉપયોગી છે.
ઉત્તર : ફૂલબજારમાં હજારીગોટો, સેવંતી, લીલી, ગુલાબ, પારસ, ડમરો, ચમેલી, મોગરો, સૂર્યમૂખી વગેરે ફૂલો વેચાય છે.
(A) ફૂલોની વાડીમાંથી
(C) અન્ય દેશ કે રાજ્યમાંથી
ઉત્તર : D
૬૩. ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે ?
ઉત્તર : ફૂલો વેચનાર છૂતાં ફૂલો ઉપરાંત ગજરા, વેણી, હાર, તોરણ, ગુલદસ્તો, છડી વગેરે રૂપે વૈચે છે.
૬૪. ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોની પાસેથી બનાવતાં શીખ્યા હશે ?
ઉત્તર : ફૂલો વેચનાર પુષ્પગુચ્છ છે ફૂલોની જાળી બનાવતાં તેમના વડીલો પાસેથી શીખ્યો હશે.
૬૫. ગુલાબ અને મોગરામાંથી હાર-ગજરા બનતા નથી. (√ કે ×)
ઉત્તર : ×
૬૬. ગુલાબ કરતાં હજારીગોટાનો હાર ઓછી કિંમતનો હોય છે. (√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : ફૂલ વેચનાર ઈચ્છે છે કે તેના કુટુંબના અન્ય સભ્યો પણ આ વ્યવસાયમાં જોડાય; કેમ કે આ કામમાં આર્થિક ફાયદો ઘણો છે.
૬૮. ફૂલોની તથા તેમાંથી બનાવેલ વસ્તુઓની કિંમત શાને આધારે નક્કી થાય છે ?
ઉત્તર : ઋતુ અને પ્રસંગ તથા બનાવટને આધારે ફૂલો તથા તેમાંથી બનાવેલ વસ્તુઓની કિંમત નક્કી થાય છે.
૬૯. ઘાસ ખેંચતાં રતનના હાથે શું થયું ?
ઉત્તર : ધાસ ખેંચતાં રતનના નાજુક હાથ લાલ થઈ ગયા તથા ઘાસ સાથે કેટલાંક મૂળ પણ ખેંચાઈ આવ્યાં.
૭o. દરેક વનસ્પતિને મૂળ હોય છે. (√ કે ×)
ઉત્તર : √
૭૧. મૂળ એ વનસ્પતિનો જમીનની ____ ઊગતો ભાગ છે.
ઉત્તર : અંદર
૭૨. બધી જ વનસ્પતિનાં મૂળ એકસરખો હોય છે. (√ કે ×)
ઉત્તર : ×
૭૩. __ ના કારણે વનસ્પતિ જમીન સાથે જકડાયેલી રહે છે.
ઉત્તર : મૂળ
ઉત્તર : લીમડો, વડ, પીપળો, આસોપાલવ, આંબો વગેરે વૃક્ષોનાં મૂળ ખૂબ જ ઊંડાં હોય છે.
૭૫. ગાજર એક મૂળ છે. (√ કે ×)
ઉત્તર : √
(A) મૂળા
ઉત્તર : A
૭૭. ખોરાક તરીકે ઉપયોગી મૂળનાં નામ આપો.
ઉત્તર : મૂળા, ગાજર, બીટ વગેરે ખોરાક તરીકે ઉપયોગી મૂળ છે.
૭૮. વનસ્પતિના સારા વિકાસ માટે તેને ___ આપવું જરૂરી છે.
ઉત્તર : પાણી
૭૯. શાકભાજીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. (√ કે ×)
ઉત્તર : √
૮૦. મોટાં વૃક્ષોને પાણી ક્યાંથી મળતું હશે ?
ઉત્તર : મોટાં વૃક્ષોનાં મૂળ ઊંડે સુધી જમીનમાં ફેલાયેલાં હોય છે, તેથી તે જમીનમાંથી તથા વરસાદથી મળતા પાણીનો ઉપયોગ કરી વિકાસ પામે છે.
૮૧. કયા પ્રકારનાં વૃક્ષોને નિયમિત પાણી આપવાની જરૂર પડે છે ?
ઉત્તર : ફૂલના છોડ, શાકભાજીના છોડ અને વેલાને નિયમિત પાણી આપવાની જરૂર પડે છે.
૮૨. વધારે પવન હોય તો પણ વૃક્ષ પડતાં નથી-સમજવો.
ઉત્તર : વૃક્ષોનાં મૂળ જમીનની અંદર ઊંડે સુધી રહેલાં હોય છે. જે જમીન સાથે મજબુતાઈથી જકડાયેલાં હોવાથી વધારે પવન હોવા છતાં વૃક્ષ પડતાં નથી.
૮૩. ઊગતાં નાના છોડને પાણી મળતાં તે ફરીથી તાજો કેમ લાગે છે ?
ઉત્તર : ઊગતા નાના છોડને પાણી મળતાં તેનાં મૂળ આ પાણીનું શોષણ કરી અન્ય ભાગ સુધી પહોંચાડે છે. આ પાણી છોડના અન્ય ભાગને મળતાં છોડ ફરીથી તાજો લાગે છે.
૮૪ . શાકભાજીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. (√ કે ×)
ઉત્તર : √
૮૫. છોડને કેમ નિયમિત પાણી આપવું પડે છે ?
ઉત્તર : છોડનાં મૂળ નાનાં હોય છે અને જમીનમાં પાણી ઊંડે હોય છે. છોડના વિકાસ માટે પાણી જરૂરી છે. નાનાં મૂળ જમીનની ઊંડેથી પાણી ખેંચી શકતાં નથી. માટે છોડને નિયમિત પાણી આપવું પડે છે.
૮૬. મોટા વૃક્ષને પાણી આપવામાં નથી આવતું, તો તે પાણી ક્યાંથી મેળવતું હશે ?
ઉત્તર : મોટા વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે. જે જમીનમાં રહેલા પાણીને શોષે છે. આથી આવા વૃક્ષને પાણી આપવામાં ન આવે તો પણ તેઓ પાણી મૅળવી લે છે.
૮૭. નીચેનામાંથી કોને નિયમિત પાણી આપવું પડશે ?
(D) આપેલ તમામ
ઉત્તર : D
(A) ભીંડો
ઉત્તર : C
૮૯. મકાનની દીવાલ કે બખોલમાં ઊગતાં વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે ?
ઉત્તર : મકાનની દીવાલ કે બખોલમાં ઊગી નીકળતાં વૃક્ષો ભીંતોમાંમાં રહેલ ભેજ શોષીને પાણી મેળવે છે.
૯૦. મકાનની દીવાલમાં ઊગી નીકળતાં વૃક્ષો મકાનને સહારો આપે છે. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : દીવાલની તિરાડમાં કોઈ છોડ ઊગે તો તેનો વિકાસ જમીનમાં ઊગતા છોડ જેટલો ન હોય, પરંતુ જો આ છોડનો વિકાસ સારો થાય તો દીવાલની તિરાડ મોટી થાય છે અને ક્યારેક દીવાલ પડી પણ જાય છે.
૯૨. દીવાલની તિરાડમાં છોડ કેવી રીતે ઊગતા હશે ?
૯૩. વૃક્ષો પડી જવાનાં કારણો જણાવો.
ઉત્તર : મોટાં વૃક્ષોની આસપાસની જમીન નબળી પડી હોય કે કોઈએ ખોદી કાઢી હોય તો તેનાં મૂળ નબળાં પડે છે અને વાવાઝોડું આવતાં તે પડી જાય છે. પૂર વખતે જો જમીનનું વધુ પડતું ધોવાણ થઈ ગયું હોય ત્યારે પણ વૃક્ષો પડી જાય છે. જો વૃક્ષમાં ઊધઈ ખૂબ મોટા પ્રમાણમાં લાગી જાય તો પણ તે વૃક્ષ પડી જાય.
૯૪. વૃક્ષ પર રહેતાં પ્રાણીઓનાં નામ લખો .
____, ____, ____.
ઉત્તર : વાંદરા, ખિસકોલી, કાચિંડા.
૯૫. વડની ડાળીઓમાંથી લટકતા મૂળને ____ કહે છે.
ઉત્તર : વડવાઈ
૯૬. કબીરવડ _____ જિલ્લામાં આવેલો છે.
ઉત્તર : ભરૂચ
૯૭. વડને બીજા વૃક્ષોની જેમ મૂળ હોતાં નથી. (√ કે ×)
ઉત્તર : ×
૯૮. વડની વડવાઈઓ તેને કેવી રીતે ઉપયોગી છે ?
૯૯. મૂળ કેવી રીતે જમીનનું ધોવાણ થતું અટકાવે છે ?
ઉત્તર : મૂળ જમીનની અંદર તરફ અને પ્રકાંડ જમીનની ઉપર તરફ ઊગે છે.
૧o૧. મૂળનો રંગ ____ જેવો હોય છે.
૧o૨. વૃક્ષની જેમ માનવશરીરના કયા ભાગો સતત વધતા દેખાય છે ?
ઉત્તર : વૃક્ષની જેમ માનવશરીરના નખ અને વાળ સતત વધતા દેખાય છે.
૧o૩. વાળ અને નખને સમયાંતરે કાપવા જોઈએ. (√ કે ×)
ઉત્તર : √
૧o૪. ઊગે તેવી વસ્તુઓની યાદી બનાવો.
ઉત્તર : વિવિધ વનસ્પતિઓનાં બીજ ઊગે છે. જેમ કે, અનાજ, કઠોળ, શાકભાજી, ફળ-ફૂલોનાં બીજ ઊગે છે. તુલસી, અરડુસી વગેરે ઔષધીય વનસ્પતિઓનાં બીજ પણ ઊગે છે.