૧. રિયા ટ્રેનમાં ક્યાં જવાની હતી ?
(A) વાપી
(B) દમણ
(C) અમદાવાદ
(D)સુરત
ઉતર : A
૨. રિયા વાપી કેમ જવાની હતી?
ઉત્તર : વેક્શન હોવાથી રિયા તેના મામાને ઘેર વેકેશન ગાળવા જવાની હતી.
૩. જીયા ક્યાં જવાની હતી ?
(A) વાપી
(B) દીવ
(C) દમણ
(D) સુરત
ઉત્તર : C
૪. રિયા અને જીયા શા માટે ઉત્સાહી હતાં ?
ઉત્તર : રિયા અને જીણ બંને મિત્રો ટ્રેનની મુસાફરીથી એક સાથે વાપી જવાનાં હતાં. આમ, એક સાથે ટ્રેનની મુસાફરી કરવા મળશે તે વિચારે તેઓ ઉત્સાહી હતાં.
૫. રિયાનું કુટુંબ અને જોયાનું કુટુંબ બંને કુટુંબોએ સાથે જવાનું નક્કી કર્યું હતું. ( √ કે ×)
ઉત્તર : √
૬. રિયાના પિતાએ કેટલા દિવસ પહેલાં રેલવેની ટિકિટ બુક કરાવી હતી ?
(A) ૩૦
(B) ૧૫
(C) ૧૦
(D) ૨૦
ઉત્તર : B
૭. રેલવેમાં મુસાફરી કરવા ટિકિટ બુકિંગ અગાઉથી કરવું ફરજિયાત છે. ( √ કે ×)
ઉત્તર : √
૮.લોકો રેલવેની ટિકિટનું ઘણા દિવસ અગાઉથી બુકિંગ કરાવે છે. કારણ કે…
ઉત્તર : લાંબા અંતરની મુસાફરી ટ્રેનથી કરવી સરળ પડે છે. વળી, આવી મુસાફરી મોટા ભાગે પહેલેથી નક્કી હોવાથી ટિકિટ બુકિંગ કરાવવાથી બેસવાની કે સૂવાની જગ્યા સારી મળી રહે છે. આથી, અગાઉથી ટિકિટ બુકિંગ કરાવવામાં આવે છે.
૯. જિયાના કુટુંબે મુસાફરી શા માટે રદ કરી?
ઉત્તર : મુસાફરીના માત્ર બે દિવસ બાકી હતા ત્યારે જીયા ખુબ જ બીમાર થઈ ગઈ હતી. તેથી ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું. આથી,જીયાના કુટુંબે મુસાફરી રદ કરી હતી.
૧૦. બીમાર અવસ્થામાં જીયાએ મુસાકરી કરી હોત તો શું મુશ્કેલી પડત?
ઉત્તર : બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો તેની તબિયત વધુ બગડત અને તેને પૂરતી તબીબી સારવાર પણ ન મળત, જેને કારણે કદાચ તેને વધુ તખલીફ પડત.
૧૧. જીયાનું ફરવા જવાનું બંધ રહેતાં રિયા ખુશ થઈ ગઈ. (√ કે ×)
ઉત્તર : ×
૧૨. રિયા કયા કારણે નિરાશ થઈ ?
ઉત્તર : રિયા અને જીયાનાં કુટુંબો એક સાથે રેલવેમાં મુસાફરી કરવાનાં હતાં . પરંતુ જીયા બીમાર પડતાં તેના કુટુંબે મુસાફરી ન કરવાનું નક્કી કર્યું. આમ, જીયાનું જવાનું બંધ રહેતાં રિયા નિરાશ થઈ હતી.
૧૩. જીયાએ રિયાને કઈ યુક્તિ સુઝાડી ?
ઉત્તર : જીયાએ રિયાને કહ્યું , “ તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઇલમાં ફોટો અને વીડિયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું ડાયરી વાંચીશ અને ફોટા અને વીડિયો જોઈને આનંદ માણીશ.
૧૪. રિયાએ પોતાના થેલામાં શું શોધીને મૂક્યું ?
(A) રમતો
(B) પેન
(C) નોટબુક
(D) (B) અને (C) બંને
ઉત્તર : D
૧૫. તમે કયાં કયાં વાહનોમાં મુસાફરી કરી છે ? ( નમૂનારૂપ ઉત્તર )
ઉત્તર : અમે બસ , રિક્ષા , સ્કૂટર , બાઇક , ટ્રેક્ટર , ટ્રેન , છકડો વગેરે વાહનોમાં મુસાફરી કરી છે.
૧૬. જોડકાં જોડો :
વિભાગ – અ | વિભાગ – બ | જવાબ |
(૧) રસ્તા પર દોડે | (અ) એરોપ્લેન | (૧) – [ક] |
(૨) પાણીમાં ચાલે | (બ) રેલગાડી | (૨) – [ડ] |
(૩) હવામાં ઊંડે | (ક) બસ | (3) – [અ] |
(૪) પાટા પર દોડે | (ડ) હોડી | (૪) – [બ] |
૧૭. રિયા અને તેનું કુટુંબ કઈ તારીખે વાપી જવા નીકળ્યાં ?
ઉત્તર : રિયા અને તેનું કુટુંબ ૨૮ મી મેના રોજ વાપી જવા નીકળ્યાં.
૧૮. રિયાના પપ્પાને ____ બેઠક મળી હતી .
ઉત્તર : વચ્ચેની
૧૯. રિયાએ ક્યા દિવસે મુસાફરી શરૂ કરી ?
(A) એકમ
(B) પાંચમ
(C) દશમ
(D) પૂનમ
ઉત્તર : D
૨૦. રિયા વાપી જવા કયા રેલવે સ્ટેશન પર પહોંચી ?
(A) ભૂજ
(B) માંડવી
(C) ગાંધીધામ
(D) મુંદ્રા
ઉત્તર : C
૨૧. ટ્રેન સ્ટેશન પર આવી ત્યારે તે એકદમ ખાલી હતી . (√ કે ×)
ઉત્તર : ×
૨૨ . રિયાએ મુસાફરી કરી તે ટ્રેનનું નામ _____ હતું.
ઉત્તર : કચ્છ એક્સપ્રેસ
૨૩. ટ્રેનના ડબ્બા આગળ કેમ ખૂબ ભીડ હતી ?
ઉત્તર : ટ્રેનના ડબ્બાના દરવાજામાંથી કેટલાક મુસાફરો પોતાનો સામાન લઈને ઊતરતા હતા , જયારે કેટલાક મુસાફરો પોતાનો સામાન લઈ ચડતા હતા , જ્યારે કેટલાક ડબ્બામાં ચડવા માટે જગ્યા મળે તેની રાહ જોઈ રહ્યા હતા . માટે ટ્રેનના ડબ્બા આગળ ભીડ હતી.
૨૪. રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે ?
ઉત્તર : ટ્રેન સ્ટેશન પર પંદર – વીસ મિનિટ ઊભી રહેવાની હતી. તેથી ટ્રેનમાં ચડવાની ઉતાવળ કરવાથી પડી જવાય એના કરતાં શાંતિથી ચડવાની તેમણે સલાહ આપી.
૨૫. ટ્રેનમાં ચડવા કે ઊતરવા ધક્કામુક્કી કરવી જોઈએ . (√ કે ×)
ઉત્તર : ×
૨૬. ટ્રેનમાં ચડતાં – ઊતરતાં ધક્કામુક્કી ન કરવી જોઈએ , કારણ કે ..
ઉત્તર : ટ્રેનમાં ચડતાં – ઊતરતાં ધક્કામુક્કી કરવાથી ટ્રેનમાં ચડતા – ઊતરતા અન્ય લોકોને અને આપણને પણ તકલીફ પડે છે. વળી, આમ કરવાથી ઘણી વખત પડી જઈએ તો ઈજા પણ થઈ શકે છે. વળી લાઇનમાં રહીને ચડવા – ઊતરવાથી ઓછા સમયમાં જ ટ્રેનમાં ચડી કે ઊતરી શકાય છે.
૨૭. રિયાને અને તેની મમ્મીને ક્યાં બેઠક મળી હતી ?
(A) ઉપર
(B) બારી પાસે
(C) વચ્ચે
(D) છેડા પર
ઉત્તર : B
૨૮. ટ્રેનના ડબ્બાને અંગ્રેજીમાં કોચ ( Coach ) કહે છે. (√ કે ×)
ઉત્તર : √
૨૯. ટ્રેનના સ્લિપિંગ કોચમાં સૂવા બેસવા માટેની વ્યવસ્થા કેવી રીતની હોય છે ?
ઉત્તર : ટ્રેનના સ્લિપિંગ કોચમાં નીચે – વચ્ચે અને ઉપર એમ બંને તરફ ત્રણ – ત્રણ સૂવા માટેની બેઠક હોય છે. તેમજ બાજુમાં ઉપર -નીચે એમ સૂવા માટેની બે – બે બેઠક હોય છે.
૩૦. ટ્રેનના સ્લિપિંગ કોચમાં રહેલી બેઠક પર બેસી પણ શકાય . (√ કે ×)
ઉત્તર : √
૩૧. ટ્રેનમાં આપણે વગર ટિકિટ મુસાફરી કરી શકીએ છીએ . (√ કે ×)
ઉત્તર : ×
૩૨. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે શું સાવચેતી રાખશો ?
ઉત્તર : ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નીચેની સાવચેતી રાખીશુંઃ
(૧) યોગ્ય ટિકિટ ખરીદ્યા પછી જ ટ્રેનમાં બેસવું.
(૨) ટ્રેનમાં ચડવા-ઊતરવામાં ધક્કામુક્કી કરવી નહીં.
(૩) ટ્રેનમાંથી બારીની બહાર હાથ કાઢવો નહીં.
(૪) ટ્રેનમાં પોતાનો સામાન સાચવીને રાખવો.
(૫) ટ્રેનમાં સ્વચ્છતા જાળવવી; કેમ કે, તે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે.
૩૩. ટ્રેનમાં ટિકિટ ચેક કરવામાં આવતી નથી . (√ કે ×)
ઉત્તર : ×
૩૪. ટ્રેનમાં ટિકિટ ચેક કરવા કોણ આવે છે ?
ઉત્તર : ટ્રેનમાં ટિકિટ ચેક કરવા ટિકિટચેકર આવે છે .
૩૫. ટિકિટચેકર શું કરે છે ?
ઉત્તર : ટિકિટચેકર પ્રવાસીની ટિકિટ ચકાસે છે. તેમાં તે પ્રવાસની તારીખ, ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી છે તે સ્થળ, પ્રવાસીનું નામ અનેબેઠક નંબર ચકાસે છે. પ્રવાસી ટિકિટ મુજબ યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહિ તેની પણ ચકાસણી કરે છે. અગાઉથી બુકિંગ કરેલી ટિકિટમાં તે પ્રવાસીનું ઓળખપત્ર પણ ચકાસે છે.
ઉત્તર : ટિકિટ તપાસનાર કાળા રંગનોકોટ યુનિફોર્મ તરીકે પહેરે છે. તેની ઉપર સફેદ રંગથી બંને બાજુના ખભા પર ‘T T E’ નું સ્ટિકરવાળો પેચ લગાવેલો હોય છે.
૩૭. ટિકિટચેકર મુસાફરોને હેરાન કરવા જ ટિકિટ ચેક કરે છે .(√ કે ×)
ઉત્તર : ×
૩૮. ટિકિટનું મહત્ત્વ સમજાવો .
ઉત્તર : રેલવે કે બસમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી ફરજિયાત હોય છે. ટિકિટ વગર રેલવેમાં કે બસમાં મુસાફરી કરવી તે ગુનો છે. તે બદલ સજા કે દંડ થઈ શકે છે. વળી ટિકિટ પરથી આપણને મુસાફરીની તારીખ, સમય, સ્થળ, બેઠક નંબર વગેરેનો ખ્યાલ આવે છે.
૩૯. ગાંધીધામ પછી કયા સ્ટેશને ટ્રેન ઊભી રહી ?
ઉત્તર : ગાંધીધામ પછી ટ્રેન સામખિયાળી જંકશને ઊભી રહી.
૪૦. રેલવે જંકશન એટલે શું ?
ઉત્તર : જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને રેલવે જંકશન કહે છે.
૪૧. બધાં જ રેલવે સ્ટેશનને રેલવે જંકશન ન કહેવાય .(√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : સામખિયાળી જંકશન પરથી અમદાવાદ તરફનો અને પાલનપુર તરફનો – એમ બે રેલમાર્ગ છૂટા પડે છે.
૪૩. રિયાએ સામખિયાળીથી નીકળ્યા બાદ થોડી વારમાં ટ્રેનની બારીમાંથી શું શું જોયું ?
ઉત્તર : રિયાને ટ્રેનની બારીમાંથી અમદાવાદ અને પાલનપુર તરફ જતા બે માર્ગ છૂટા પડતા જોયા. ચંદ્રમાના પ્રકાશમાં દૂર દૂર સુધી ફેલાયેલુંકચ્છનું નાનું રણ, જમીન પર મીઠાના ઢગલા અને સૂરજબારી પુલ તેમજ તેના પરથી પસાર થતાં વાહનોની લાઇટ વગેરે જોયું.
૪૪. રિયાએ કચ્છના નાના રણમાં મીઠાના અગરો જોયા . (√ કે ×)
ઉત્તર : √
૪૫. રિયા રાત્રી હોવા છતાં કચ્છનું નાનું રણ જોઈ શકી , કારણ કે …
ઉત્તર : રિયા પૂનમની રાત્રે મુસાફરી કરતી હતી. પૂનમની રાત્રે ચંદ્રનું અજવાળું સારું પડતું હતું. વળી, કચ્છના નાના રણમાં મીઠું હોવાથી ત્યાંની જમીન સફેદ ચાદર પાથરી હોય તેવી દેખાતી હતી. આથી, રિયા કચ્છનું નાનું રણ જોઈ શકી.
૪૬. કચ્છનું નાનું રણ ____ જેવું દેખાય છે.
ઉત્તર : સફેદ ચાદર
૪૭. મીઠું ખારાશવાળી જમીન પર પકવવામાં આવે છે. ( √ કે ×)
ઉત્તર : √
૪૮. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે ?
ઉત્તર : ‘સૂરજબારી પુલ’ ને કચછનું પ્રવેશદ્વાર કહે છે.
ઉત્તર : આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય લાગતો હતો. આ પુલ બનતાં કચ્છથી અમદાવાદ જવામાં સમયની બચત થાય છે.
૫૦. રિયાના પપ્પાએ _____વાગે સૂઈ જવાનું કહ્યું.
ઉત્તર : રાત્રે ૧૧:૦૦
૫૧. ટ્રેનમાં ટોયલેટની સગવડ હતી .(√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : ટ્રેનમાં લાઇટ, પંખા, ટોયલેટ, સૂવા તથા બેસવા માટે બર્થ, હવાઉજાસ માટે બારી, ચડવા-ઊતરવા માટે બારણાં, વોશબેઝિન તથા પાણીની પણ સગવડો હોય છે.
૫૩. ટ્રેનમાં મળતી સગવડોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ?
ઉત્તર : ટ્રેનમાં મળતી સગવડોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. બારી-બારણાને નુકસાન ન થાય તે રીતે ખોલવા કે બંધ કરવા જોઈએ.ગમે ત્યાં કચરો ન નાખતાં, કચરો કચરાપેટીમાં જ નાંખવો જોઈએ. વોશબેઝિન અને ટોયલેટમાં નળ ખુલ્લા ન છોડવા જોઈએ. લાઇટ-પંખાની સ્વિચ વારંવાર ચાલુ-બંધ ન કરવી જોઈએ, બર્થ ઉપર લીટા પાડવા ન જોઈએ. પંખાની જરૂર ન હોય તો તેની સ્વિચ બંધ રાખવી જોઈએ.
૫૪. રિયાને કેમ ઊંઘ નહોતી આવતી ?
ઉત્તર : રિયાને ટ્રેનના અવાજને કારણે ઊંઘ નહોતી આવતી.
૫૫. રિયાની આંખ ખૂલી જતાં તેણે શું જોયું ?
(A) અમદાવાદ સ્ટેશન
ઉત્તર : B
૫૬. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું ?
ઉત્તર : રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદનાં બહુમાળી મકાનો, સડક માર્ગના પુલ, સડક માર્ગ ઉપરના ફાટક જોયા. આ ઉપરાંત તેણે શેડ ઉપરની લાઇટ અને સૂમસામ રોડ જોયા.
ઉત્તર : ×
૫૮. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાને કયા કયા અવાજો સાંભળવા મળ્યા ?
ઉત્તર : અમદાવાદના પ્લેટફોર્મ પર ‘ચાય ગરમ ચાય’, ‘ગરમા ગરમ ભજિયાં’, ‘પૂરી-શાક’, ‘ઠંડા પાણીની બૉટલ’, ‘વડાપાઉં …’, કેળાં, ચીકુ, સફરજન’ વગેરે અવાજો ઉપરાંત મુસાફરોને અપાતી સૂચનાઓ આપતાં રેલવેનાં માઇક અને મુસાફરોની ફેરિયા સાથેની વાતચીત વગેરે અવાજો રિયાએ સાંભળ્યા.
પ૯. અમદાવાદ સ્ટેશન પર ટ્રેન કેટલો સમય ઊભી રહેવાની હતી ?
(A) ૧૦ થી ૧૫ મિનિટ
૬૦. ટ્રેન શા માટે દરેક સ્ટેશને અલગ – અલગ સમય માટે ઊભી રહે છે ?
ઉત્તર : સામાન્ય રીતે ટ્રેન નાના સ્ટેશન પર ઓછા સમય અને મોટા સ્ટેશન પર વધુ સમય માટે ઊભી રહે છે, કારણ કે નાના સ્ટેશને પ્રવાસીઓ ઓછા પ્રમાણમાં હોય છે, જયારે મોટા સ્ટેશને પ્રવાસીઓ વધુ પ્રમાણમાં હોય છે. વળી, મોટા સ્ટેશને ટ્રેનમાં સફાઇ કરવામાં આવે છે તેમજ ડબ્બામાં પાણી ભરવામાં આવે છે, આથી, જુદા-જુદા સ્ટેશને ટ્રેન જુદા-જુદા સમય પૂરતી ઊભી રહે છે.
૬૧. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું ?
૬૨. રિયા તેના પપ્પા સાથે કયા સ્ટેશને પાણી લેવા ઊતરી હતી ?
(A) અમદાવાદ
ઉત્તર : A
૬૩. સામાન ઊંચકનારા માણસોએ કેવા રંગનાં કપડાં પહેર્યા હતાં ?
(A) સફેદ
ઉત્તર : C
૬૪. અમદાવાદ સ્ટેશન પરથી તેમણે શું ખરીધું ?
ઉત્તર : અમદાવાદ સ્ટેશન પરથી તેમણે ચીકુ અને કેળાં ખરીદ્યાં.
૬૫. રેલવે સ્ટેશન પર મુસાફરો માટે કઈ કઈ સુવિધાઓ હોય છે ?
ઉત્તર : રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસવા માટે બાંકડા, પંખા, લાઇટ, પીવા માટે પાણીના નળ, શૌચાલય, ખાણી -પીણીની દુકાનો, ટ્રેન અંગેની સૂચનાઓ આપતાં માઇક અને બોર્ડ હોય છે.
૬૬. રેલવે સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે દાદરની વ્યવસ્થા હોય છે . (√ કે ×)
ઉત્તર : √
૬૭. રેલવે સ્ટેશન પર માઇકમાં કઈ કઈ સૂચનાઓ આપવામાં આવે છે ?
ઉત્તર : રેલવે સ્ટેશન પર આવનારી ટ્રેન ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે, કોઈ ટ્રેન મોડી હોય તો તેની માહિતી, ઊપડનાર ટ્રેનની સૂચના આપવામાં આવે છે.
૬૮. રેલવે સ્ટેશને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ?
૬૯. સાપસીડીની રમત કોની પાસે હતી ?
(A) હિમાક્ષ
ઉત્તર: D
૭૦. કોણ – કોણ સાપસીડી રમ્યું ?
ઉત્તર : હિમાક્ષ , રિયા અને ફિયોના સાપસીડીની રમત રમ્યાં.
૭૧. ફિયોના ___સ્ટેશન પર ઊતરી ગઈ.
ઉત્તર : નડિયાદ
૭૨ . મને ઓળખો :
(૧) હું મુસાફરોને બેસાડી પાટા પર દોડું છું .~ટ્રેન
(૨) હું ઘણા બધા મુસાફરોને એક સાથે બેસાડી હવામાં ઊડું છું . ~વિમાન
(૩) હું રેલવેમાં મુસાફરોની ટિકિટ ચકાસું છું . ~ટિકિટચેકર
(૪) હુંમુસાફરીને બેસાડી પાણીમાં તરું છું . ~હોડી
(૫) હું મીઠું પકવવાનું કામ કરું છું . ~અગરિયો