પ્રશ્ર : ૧ ‘માખણ- મિત્ર – મટુકી ‘સંવાદના આધારે પ્રશ્નોના જવાબ લખો:
(૧) માતા યશોદા કૃષ્ણને લાડમાં__ નામથી બોલાવે છે. (લાલા, વહાલા )
જ. લાલા
(ર) માતા યશોદા શાનાથી કંટાળી ગયાં છે. ? સાચો વિકલ્પ√ કરોઃ
() ઘરકામથી
()ગાયોથી
(√) લાલાના તોફાનથી
() લાલાના દોસ્તોથી
(૩) લાલાને ગોપીઓ સુખેથી રહેવા જ દેતી નથી. (√ કે x)
જ. √
(૪) કોણ બોલે છે? “અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી ?”
જ. કૃષ્ણ
(પ) કૃષ્ણ અને બલભદ્ર સવારથી સાંજ સુધી ક્યાં જાય છે ? સાચો વિકલ્પ√ કરોઃ
()શાળામાં
(√) ગાયો ચરાવવા
() જંગલમાં ફરવા
() ગાયો દોહવા
(૬) યશોદાને કોણ ફરિયાદ કરે છે ?
જ. યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે.
(૭) માતા યશોદાના કહેવા પ્રમાણે લાલો__ સતાવે છે. (ગોપીઓને, ગોવાળોને)
જ. ગોપીઓને
(૮) ગોપીઓએ આવીને યશોદાને શું ફરિયાદ કરી હતી ?
જ. ગોપીઓએ આવીને યશોદાને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરી મારીને એમની માખણની મટુકીઓ ફોકી નાખી. એટલું જ નહી’, ઘરે શીકામાં રાખેલું દહી અને માખણ પણ ખાઈ ગયો.
(૯) કનૈયાએ કાંકરી/ લાકડી મારીને ગોપીઓની મટુકીઓ ફોડી નાખી. સાચો વિકલ્પ√ કરો.
જ. √ કાંકરી
(૧૦) કોણ બોલે છે, “કનૈયા, તું આવાં તોફાન કેમ કરે છે, દીકરા?”
જ. યશોદા
(૧૧) કોણ બોલે છે, “ગોપીઓ ખોટું બોલે છે મા, પૂછ મોટાભાઈને.”
જ. કૃષ્ણ
(૧૨) ગોપીઓની વાત અડધી સાચી અને અડધી ખોટી છે. (√ કે x)
જ. √
(૧૩) કનૈયો રમામાસી / પૂતનામાસીના દીકરાને માખણ ખવડાવતો હતો. સાચો વિકલ્પ√ કરો.
જ. √ રમામાસી
(૧૪)__ ના ઘરે માખણની ખોટ નથી. (ગોવાળો, નંદબાબા)
જ. નંદબાબા
(૧૫) કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી.શા માટે?
જ. કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી. કારણ કે તેમના પિતા નંદબાબાના ઘરે માખણની ખોટ નથી.
(૧૬)__ ની વાત સાચી છે, મા. (ગોપીઓની, કનૈયાની)
જ. કનૈયા
(૧૭) ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે.?
જ. ગોપીઓને શ્રીકૃષ્ણ ખૂબ વહાલા છે.તેમને સતાવવા માટે તેઓ શ્રીકૃષ્ણની ફરિયાદ કરે છે.
(૧૮) કૃષ્ણનો બચાવ કોણ કરે છે?
જ. કૃષ્ણનો બચાવ તેના મોટો ભાઈ બલભદ્ર કરે છે.
(૧૯) કૃષ્ણ ગોપીઓનું માખણ કેમ ચોરે છે?
જ. કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરે છે.કારણ કે ગોપીઓ પોતાનાં બાળકોને માખણ નથી ખવડાવતી અને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે.
(૨૦) કૃષ્ણના બાપુજીનું નામ શું છે ? સાચો વિકલ્પ√ કરો:
(√) નંદબાબા
() અકુરજી
() બલભદ્ર
() નંદલાલ
(૨૧) ગોપીઓ માખણ, દહીં વેચવા ક્યાં જાય છે?
જ. ગોપીઓ માખણ, દહીં વેચવા મથુરાના બજારમાં જાય છે.
(૨૨) ગોપીઓ મથુરાનાં મહી-માખણ ગોકુળમાં જઈ વેચે છે. (√ કે x)
જ. x
(૨૩) ગોકુળના બધા ગોપબાળકોને પૂરતાં મહી- માખણ ખાવા મળી રહે છે. (√ કે x)
જ. x
(૨૪) કોણ બોલે છે? “એમ વાતે છે! આવવા દે એ બધી કાબરોને “_
જ. યશોદા
(રપ) યશોદા___ ને કાબરો તરીકે ઓળખાવે છે. (ગોપીઓ, ગાયોને)
જ. ગોપીઓ
(૨૬) યશોદા ગોપીઓને શો ઠપકો આપશે?
જ. યશોદા ગોપીઓને ઠપકો આપશે કે વાંક તમારો છે અને તમે કેમ મારા કૃષ્ણ પર આળ ચઢાવો છો?
(૨૭)કોઠા પરથી વાક્યો બનાવીને લખો :
ગામલોકો | મથુરામાં | બહુ મજા પડે |
કનૈયાને | નહાવાની બાળકોનાં તોફાનથી | માખણ વેચે |
બલભદ્ર | આખો દિવસ | માખણ બહુ ભાવેમોટા હતા |
ગોપીઓ | અને ગોવાળોને | ગાયો ચારે |
ઠંડા પાણીમાં | કૃષ્ણથી | કંટાળી ગયા હતા |
ગોવાળ | મથુરામાં | બહુ મજા પડે |
વાક્યોઃ
(૧) ગામલોકો બાળકોનાં તોફાનથી કંટાળી ગયા હતા.
(ર) કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે.
(૩) બલભદ્ર કૃષ્ણથી મોટા હતા.
(૪) ગોપીઓ મથુરામાં માખણ વેચે.
(પ) ઠંડા પાણીમાં નહાવાની બહુ મજા પડે.
(૬) ગોવાળ આખો દિવસ ગાર્યા ચારે.
(૭) ગોપીઓ આખો દિવસ માખણ વેચે.
પ્રશ્ન : ૨ ‘નાગ માથે નટવર’ વાર્તા પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો:
(૧) ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શો હતો?
જ. ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો.
(ર) ગોકુળના લોકો ગાયના દૂધમાંથી શું શું બનાવતા હતા? સાચો વિકલ્પ√ કરો.
()દહીં
() માખણ
() ઘી
(√ ) આપેલ તમામ
(૩) મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી.(√ કે x)
જ. √
(૪) મથુરાના લોકો ગોકુળમાં દૂધ- દહી-માખણ વેચતા હતા.(√ કે x)
જ. x
(પ) ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી શું કરતા હતા?
જ. ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય.
(૬) છોકરાઓ ઘરેથી લાવેલું ___ વહેંચીને ખાય અને મજા કરે. (ભાથું,ખાણું)
જ. ભાથું
(૭) ગોવાળિયા ગોકુળ / મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા. ખોટો વિકલ્પ ચેકી નાખો.
જ. મથુરા
(૮)__ બહુ જ ઊંડી અને તોફાની નદી. (યમુના, સરસ્વતી)
જ. યમુના
(૯) કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. (√ કે x)
જ. √
(૧૦) કાલિય નાગ કેવો હતો? તેનીયમુના નદી પર શું અસર પડી ?
જ. કાલિય નાગ ખૂબ ઝેરી હતો.તેના ઝેરથી યમુના નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું.
(૧૧) કાલિયા નાગ રહે તે ધરાથી લોકો શાથી દૂર રહેતા ?
જ. કાલિય નાગ રહે તે ધરાથી લોકો દૂર રહેતા કારણ કે કાલિય નાગ ખૂબ ઝેરી હતો.તે રહેતો તેટલા ભાગનું પાણી ઝેરી થઈ ગયું હતું.
(૧૨) બધા મિત્રો ભેગા થઈ નદીકાંઠે કઈ રમત રમતા હતા? સાચો વિકલ્પ√ કરો.
() સાતોડિયું
() મારદડી
() પકડદાવ
(√) ગેડીદડો
(૧૩) ગેડીદડો આજની કઈ રમત સાથે મળતી આવે છે? સાચો વિકલ્પ√ કરો.
() ફૂટબૉલ
()ર્વાલીર્બાલ
(√) હૉકી
() બાસ્કેટ બૉલ
(૧૪) કાલિય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ કર્યો નિયમ બનાવ્યો હતો?
જ. કાલિય નાગની બીકથી સૌ ભેરુઓએ એવો નિયમ બનાવ્યો હતો કે, જે ખેલાડીને લીધે દડો નદીમાં જાય, એજ ખેલાડીએ દડો લઈ આવવાનો.
(૧૫) કૃષ્ણએ દડાને એવો ફેંક્યો / માર્યો કે એ નદીમાં ગયો. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. ફેંક્યો
(૧૬) કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો. (√ કે x)
જ. x
(૧૭) કોણ બોલે છે?” નિયમ એટલે નિયમ. કનૈયાએ જ જવું પડે.”__
જ. એક મિત્ર
(૧૮) કૃષ્ણના મિત્રો ઇચ્છાતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. (√ કે x)
જ. x
(૧૯) બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. (√ કે x)
જ. x
(૨૦) કોણ બોલે છે?” કાલે કાનુડો નવો દડો લેતો આવે.”___
જ. ત્રીજો મિત્ર
(૨૧) દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. (√ કે x)
જ. x
(૨૨) કોણ બોલે છે?” રહેવા દે ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મૂકાય?”
જ. એક-બે મિત્રો
(૨૩) કોણ બોલે છે?” હું જઈશ અને એ જ દડો લઈ આવીશ.”__
જ. કૃષ્ણ
(૨૪)એક ગોવાળને એમ લાગતું હતું કે કૃષ્ણ મિત્રની / મોટાભાઈની વાત માન જશે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. મિત્રની
(રપ) “તમે ના પાડો એને.આવું ગાંડું___ ન કરાય.” (કામ, સાહસ )
જ. સાહસ
(૨૬) કૃષ્ણનો સમજાવવા ગોવાળિયાઓએ શું કર્યું ?
જ. કૃષ્ણને સમજાવવા માટે ગોવાળિયાઓએ મોટાભાઇ બલભદ્રને કહ્યું કે, “તમે ના પાડો એને આવું ગાંડું સાહસ ન કરાય એ મોટાભાઈની વાત નહિ ટાળે ”
(૨૭) બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. (√ કે x)
જ. x
(૨૮) બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદી માં જશે જ. (√ કે x)
જ. √
(૨૯) કોણ બોલે છે?”કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. “___
જ. બલભદ્ર
(30) કૃષ્ણને ડર/ભરોસો હતો કે પોતે દડો લાવી શક્શે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. ડર
(૩૧) દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. (√ કે x)
જ. √
(૩૨) કૃષ્ણને પાછા જવા માટે નાગણોએ વિનંતી/આજ્ઞા કરતી હતી. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. આજ્ઞા
(૩૩) નાગણ નાગને સ્વામી /સખા કહે છે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. સખા
(૩૪) નાગણ કૃષ્ણને સમજાવતાં કહે છે કે તને તારા ભાઈએ / દુશ્મને અહીં મોકલ્યો છે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. ભાઈએ
(૩૫) અમે__ કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને. ( અપરાધી, મૂરખ )
જ. અપરાધી
(૩૬) ચરણ ચાંપી__ મરડી નાગણે નાગ જગાડિયો. (પૂંછ, મૂછ)
જ. મૂછ
(૩૭) કાલિય નાગ વિશે બે – ત્રણ વાક્યો લખો.
જ. કાલિય નાગ કેટલીક નાગણો સાથે યમુના નદીમાં રહેતો હતો .તે ખૂબ ઝેરી હતો. તે જ્યાં રહેતો તેની આસપાસનું પાણી ઝેરી બની ગયું હતું.તેના ડરથી બાળકો ત્યાં જતા ન હતા.
(૩૮) નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું કર્યું?
જ. નાગણે કૃષ્ણને પાછા મોકલવા વિનંતી કરી. તેને કાલિય નાગથી ડરાવ્યો પણ ખરો. તેને સવા લાખનો હાર આપવાની લાલચ પણ આપી. આમ, કૃષ્ણને ઘણી બધી રીતે પાછો મોકલવા માટે પ્રયત્નો કરી જોયા.
(૩૯) નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો.
જ. કૃષ્ણ દડો લેવા માટે યમુના નદીમાં ફૂદી પડ્યા.તેમાં રહેતા કાલિય નાગ પાસે જઈ પહોંચ્યાં. નાગણો એ તેમને પાછા મોકલવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ પાછા ગયા નહી. આખરે નાગણોએ નાગને જગાડયા અને કૃષ્ણ અને નાગ વચ્ચે ધમાસાણ યુધ્ધ થયું. બંને બળિયાઓ બથંબથ્થ આવી ગયા. આખરે કૃષ્ણએ કાલિય નાગને પોતાના વશમાં કરી લીધો અને એના માથા પર ચઢી બેઠા.કાલિયા નાગ પોતાની હજારો ફૈણ ફુંફવવા લાગ્યો.
(૪૦) નરસૈયા / તુલસીદાસના નાથ પાસેથી નાગણે નાગને છોડાવિયો . ખોટો વિકલ્પ છેકી નાખો.
જ. તુલસીદાસના
પ્રશ્ન : ૩ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરીને લખો :
(૧) જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે;
જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે…. ૧
કહે રે, બાળક, તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?
નિશ્વે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?”….. ૨
(ર) “રંગે રૂડો, રૂપે પૂરો હીંસતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમિયા, તેમાં તું અળખામણો ?”…. ૪
“મારી માતાએ બે જનમિયા ; તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો”…. પ
(૩) ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો;
“ઊઠોને બળવંત કોઈ બારણે બાળક આવિયો ” …૮
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો,….. ૯
(૪) બેઉ કર જોડી વીનવે : “સ્વામી ! મૂકો અમારા કંથનો,
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને “…. ૧૧
થાળ ભરી શગ મોતીડે શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો…. ૧૨
પ્રશ્ન : ૪ કાવ્યપંકિતઓનો ભાવાર્થ લખો :
(૧) “જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે.
જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે…
જ. આ પંક્તિમાં નાગણ કૃષ્ણને કહે છે, ‘હે બાળક, તું અહીંથી જતો રહે. અમારા સ્વામી (કાલિય નાગ) જાગશે. જાગશે અને તારા પર ગુસ્સે થશે, અને તને મારશે તો તું બાળક હોવાથી મને બાળહત્યાનું પાપ લાગશે.”
(૨) “મારી માતાએ બે જનમિયા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો”…
જ. કૃષ્ણ નાગણને કહે છે, “હે નાગણ, મારી માતાએ બે બાળકોને જન્મ આપ્યો છે.તેમાં હું નટવર (કૃષ્ણનું એક નામ) નાનડો(નાનો) છું. તું તારા નાગને જગાડ, મારું નામ કૃષ્ણ કાનડો(કાનુડો) છે.”
(3) શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરિયો?
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરિયો?
જ. જ્યારે કૃષ્ણ પાછા જવા માટે તૈયાર નથી ત્યારે નાગણ તેને સવા લાખ રૂપિયાનો હાર અને દોરિયો આપવાની લાલચ આપે છે. ત્યારે કૃષ્ણ ‘કહે છે, કે હે નાગણ, તારા સવા લાખના હાર અને દોરિયાનું હું શું કરું? એટલે કે મારે તેની જરૂર નથી.અને મારા માટે તારે ઘરમાં શા માટે ચોરી કરવી પડે?
(૪) બેઉ કર જોડી વીનવે : “સ્વામી ! મૂકો અમારા કંથને;
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને “…
જ. બે હાથ જોડીને નાગણો કૃષ્ણને વિનંતી કરે છે કે, “હે કૃષ્ણ ! અમારા કંથ (પતિ)ને તમે છોડી દો. અમે અપરાધી (ગુનેગાર) છીએ. અમે કાંઈ સમજ્યા નહીં અને તમને ,ભગવાનને ઓળખી ન શક્યાં!”
પ્રશ્ન : પ કાવ્યમાં આવતા સમાન પ્રાસવાળા શબ્દોને જોડોઃ
[અ] | [બ] |
(૧) જાગશે | (ક) વળાવિયો |
(ર) કોડામણો | (ખ) લાગશે |
(૩) નાનડો | (ગ) અળખામણો |
(૪) ચોરિયો | (ઘ) દોરિયો |
(પ) નાથિયો | (ચ) કાનડો |
(૬) કાપશે | (છ) હાથિયો |
(૭) આવિયો | (જ) આપશે |
જવાબ |
(૧) ખ |
(ર) ગ |
(૩) ચ |
(૪) ઘ |
(પ) છ |
(૬) જ |
(૭) ક |
પ્રશ્ર : ૬ આપેલા શબ્દો સાથે બંધબેસતું વાક્ય √ કરે :
(૧) ધરો :
(√)કૃષ્ણએ પાણીમાં ઊંડા ખાડામાં ડૂબકી લગાવી.
() ગોવાળિયાએ ધાસના ઢગલા પર ભૂસકો માર્યો.
() કૃષ્ણ ગોવાળિયાઓની એક પણ વાત ન માની.
(ર) ગણગણાટ :
(√)મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા.
() કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી.
()નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી.
(૩) ચિંતાતુર :
(√) ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે.
() બળભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દડો લઈ આવશે.
() કૃષ્ણને પાછા આવતાં જોવા ગોવાળો આતુર હતા.
(૪) ઝંપલાવવું:
() દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા જંપી ગયા.
() કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા.
(√) કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો.
(પ) જીવનું જોખમ :
() ગેડીદડામાં હારી જવાનું જોખમ તો હોય જ છે.
(√) ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે.
() કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું.
(૬) ભાથું :
(√) એક ગોવાળ આજે ખાવાનું નથી લાગ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે.
() સૌ ગોવાળો બોર વીણતા અને સરખા ભાગે ખાતા
() નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ.
પ્રશ્ન : ૭ નીચેનાં વાક્યોમાં શબ્દો આડા-અવળા થઈ ગયા છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો ફરીથી લખો:
(૧) હતું સરસ ગોકુળ ગામ એક મજાનું
જ. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું.
(ર) છોકરાઓ સાંજ સુધી ગામના દરરોજ જંગલમાં જાય સવારથી ગાયો ચરાવવા.
જ. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય.
(૩) પોતાનું ધાર્યું કોઈની માને, કાયમ જ કરે કૃષ્ણ વાત ન.
જ. કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને.
(૪) નાગનું નદીમાં કાલિય નાગ હતું રહેતા નામ.
જ. નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું.
(પ) કૃષ્ણ માખણ બધાં ખાવા મળે માટે ચોરતા બાળકોનો હતા એ.
જ. બધાં બાળકોને માખણ ખાવા મળે માટે કૃષ્ણ માખણ ચોરતા હતા.
(૬) વિશે યશોદાને ગોપીઓ કરતી હતી દરરોજ કૃષ્ણ ફરિયાદ.
જ. યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી.
(૭) લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયો દડો.
જ. દડો લાવવા માટે કૃષ્ણ પાછો યમુના નદીમાં ગયો.
(૮) કૃષ્ણ પડ્યા ગયેલો નદીમાં દડો એ પણ વખતે તો ડૂબી.
જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો.
પ્રશ્ન : ૮ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરાં કરે :
(૧) યશોદામાતા કહે, “સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને__ ”
જ. સમજાવીશ
(ર) બલભદ્રે ઘણી રાહ જોઈ, પરંતુ કૃષ્ણ__ એટલે એ એકલા ગયા.
જ. ન આવ્યા
(3) ગોવાળોએ આજે ગિલ્લીદંડા રમવાનું નક્કી__ પણ પછી અગરપાટો રમ્યા.
જ. કર્યું હતું
(૪) નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા___ .
જ. પડે
(પ) હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ___.
જ. આવશે
(૬) ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે___ .
જ. આવે છે
(૭) અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ__ .
જ. કરીશું.
(૮) બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને___ .
જ. વઢશે
(૯) મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ__ છે.
જ. શીખવ્યો
(૧૦) સાહેબ કશું__ તો ખબર પડે ને આજે મેદાનમાં શું રમવાનું છે?
જ. કહે
(૧૧) નદીમાં તો અમારે__ છે. પણ કોઈ જવા દે તો ને!
જ. તરવું
(૧૨) અને બગીચામાં ખૂબ____પણ ક્યાંય એક પાંદડું કે ફૂલને જરાય નુકસાન પહોંચાડ્યું નહીં.
જ. ફર્યા
(૧૩) બધાં ના બોલતાં રહ્યાં ને કનૈયાએ યમુનામાં કૂદકો__ દીધો.
જ. મારી
પ્રશ્ન : ૯ મુખ્ય વાકયના આધારે ટૂકમાં જવાબ લખો:
(૧) ગામનાં છોકારાં દરરોજ સવારથી સાંજ સુધી ગયો ચરાવવા જંગલમાં જાય.
દરરોજ જંગલમાં કોણ જાય છે? -ગામનાં છોકરાં
ગાયો ચરાવવા જંગલમાં કોણ જાય છે? -ગામનાં છોકરાં
ગામનાં છોકરાં ક્યાં જાય છે ?- જંગલમાં
ગાયોને ચરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? – જંગલમાં
ગામનાં છોકરાં ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? – સવારથી સાંજ સુધી
ગામનાં છોકરાં દરરોજ જંગલમાં શા માટે જાય છે? – ગાયો ચરાવવા
(ર) નાગના ઝેરને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું.
નાગના ઝેરને લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું?- કાળું
શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું?- નાગના ઝેરને લીધે
નાગના ઝેરને લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું?-ધરાનું
(૩) કનૈયાએ કાંકરી મારીને ગોપીઓની મટુકીઓ ફોડી.
કનૈયાએ કોની મટુકીઓ ફોડી? -ગોપીઓની
કનૈયાએ ગોપીઓની મટુકી શાના વડે ફોડી ?-કાંકરી વડે
ગોપીઓની મટુકીઓ કોણે ફોડી? – કનૈયાએ
કનૈયાએ ગોપીઓનું શું નુકસાન કર્યું? – મટુકીઓ ફોડી
પ્રશ્ન : ૧૦ કૌંસમાં આપેલા શબ્દો જવાબ બને તે રીતે પ્રશ્ન બનાવો :
(૧) કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી.
જ. કોને નદીમાં ડૂબકી લગાવી ?(કૃષ્ણએ)
કૃષ્ણએ ક્યાં ડૂબકી લગાવી ? (નદીમાં)
કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી ? (તળિયા સુધી)
કૃષ્ણએ શું કર્યું? (ડૂબકી લગાવી)
(ર) ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતા.
જ. કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતા ? (ગોવાળિયા)
ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતા? (કનૈયાનો)
ગોવાળિયા શું જોખમમાં મૂકવા માગતા ન હતા ? (કનૈયાનો જીવ)
(૩) બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે.
જ. કોને મજા આવે છે? (બાળકોને)
બાળકોને શાની મજા આવે છે? (ગીતો ગાવાની)
બાળકોને ક્યાં ગીતો ગાવાની મજા આવે છે ? (શાળામાં)
(૪) ઘરનાં બધાંએ દાદાજીનો ૮૦ મો બર્થડે ઉજવ્યો.
જ.દાદાજીનો બર્થડે કોણે ઊજવ્યો ?(ઘરનાં બધાંએ)
ઘરનાં બધાંએ કોનો બર્થડે ઊજવ્યો ? (દાદાજીનો)
દાદાજીનો ક્યો બર્થડે હતો? (૮૦મો)
ઘરમાં શાની ઊજવણી થઈ? (દાદાજીના બર્થડેની)
પ્રશ્ન : ૧૧ નીચે બે વાક્યો ભેગાં થઈ ગયાં છે, તેમને અલગ પાડીને લખો :
(૧) ગઈ કાલે ગર્જના જંગલમાં હતો સિંહ આવ્યો કરે વરસાદ છે.
જ. ગઈકાલે વરસાદ આવ્યો હતો. જંગલમાં સિંહ ગર્જના કરે છે.
(ર) ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ અમે ખોખોની મેચ જીત્યા હતાં.
જ. અમે રોજ સાંજે રમીએ છીએ. ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યાં હતાં.
(૩) અમે અડધો ગિરનારમાં ભરેલો છે રોપ-વે જોયો પાણીનો ગ્લાસ હતો.
જ. અમે ગિરનારમાં રોપ-વે જોયો છે. પાણીનો અડધો ગ્લાસ ભરેલો હતો.
(૪) ચકીબહેન જીવડાં ખાવાની કાબરોને ઊંઘી મજા આવે છે ગયાં હતાં.
જ. ચકીબહેન ઊંધી ગયાં હતાં. કાબરોને જીવડાં ખાવાની મજા આવે છે.
(પ) તમારી પાસે નથી પેન્સિલ મારી જોઈએ છે ?
જ. તમારી પાસે પેન્સિલ નથી. મારી જોઇએ છે?
(૬) બધાં વારો આવે તેની ઊભા રહો તમારો રાહ જુઓ લાઇનમાં
જ. બધાં લાઈનમાં ઊભા રહો. તમારો વારો આવે તેની રાહ જુઓ.
(૭) મને નજીક જતો સાપનો છે હું કદી તેમની ડર લાગે નથી.
જ. મને સાપનો ડર લાગે છે. હું કદી તેમની નજીક જતો નથી.
(૮) હું ધોરણમાં વાર્તાઓ ચોથા ગમે ભણું છું મને સાંભળવી છે.
જ. હું ચોથા ધોરણ માં ભણું છું મને વાર્તાઓ સાંભળવી ગમે છે.
પ્રશ્ન : ૧૨ બે વાક્યોનો અર્થ ન બદલાય તેવી રીતે ઉદાહરણ પ્રમાણે બે બે વાક્યો બનાવો :
(૧) અમે મેદાનમાં ગયા. અમારે ગિલ્લીદંડો રમવાં હતાં.
(અ) અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લીદંડો રમતો હતો.
(બ) અમારે ગિલ્લીદંડો રમવો હતો તેથી અમે મેદાનમાં ભેગા થયા.
(ર) મેરી સ્કૂલમાંથી વહેલી ગઈ.મેરીને મેચ જોવી હતી.
(અ) મેરી સ્કૃતમાંથી વહેલી ગઈ, કારણ કે તેને મેચ જોવી હતી.
(બ) મેરીને મેચ જોવી હતી તેથી તે સ્કૂલમાંથી વહેલી ગઈ.
(3) હું રાત્રે મોડે સુધી જાગું છું. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે.
(અ) હું રાત્રે મોડા સુધી જાગું છું, કેમ કે દાદા મનો વાર્તાઓ કહે છે.
(બ) દાદા મને વાર્તા કહે છે એટલે હું મોડા સુધી જાગું છું.
(૪) અમે કેવડિયા ગયા. અમારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવું હતું.
(અ) અમે કેવડિયા ગયા, કારણ કે અમારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવું હતું.
(બ) અમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે કેવડિયા ગયા.
(પ) છોકરાં મેદાનમાં ભેગાં થયાં. તેમણે કબડ્ડી રમવાની હતી.
(અ) છોકરાં મેદાનમાં ભેગાં થયાં કારણ કે તેમણે કબડ્ડી રમવાની હતી.
(બ) છોકરાં કબડ્ડી રમવા માટે મેદાનમાં ભેગાં થયો.
(૬) છોકરાઓ સવારે વહેલા ઊઠ્યા. છોકરાઓને યોગકેન્દ્રમાં. જવાનું હતું.
(અ) છોકરાઓ સવારે વહેલા ઊઠ્યા, કારણ કે તેમને યોગકેન્દ્રમાં જવાનું હતું
(બ) છોકરાઓને યોગકેન્દ્રમાં જવાનું હતું. તેથી તેઓ સવારે વહેલા ઊઠ્યા.
(૭) ગુજરાતીના શિક્ષક આજે શાળાએ આવ્યા નહીં. તેમની તબિયત સારી ન હતી.
(અ) ગુજરાતીના શિક્ષક શાળાએ આવ્યા નહીં. કારણ કે તેની તબિયત સારી ન હતી.
(બ) ગુજરાતીના શિક્ષકની તબિયત સારી ન હતી માટે તેઓ આજે શાળાએ આવ્યા નહીં.
પ્રશ્ર : ૧૩ ઉદાહરણ પ્રમાણે વાક્યોને આગળ વધારીને લખો :
(૧) અમે મીઠાઈ ખાધી.
અમે લગનમાં મીઠાઈ ખાધી.
અમે લગનમાં ભાવતી મીઠાઈ ખાધી.
અમે લગનમાં ગુલાબજાંબુ વગેરે ભાવતી મીઠાઈ ખાધી.
અમે લગનમાં ગુલાબજાંબુ વગેરે ભાવતી મીઠાઈ ખાધી અને ખવડાવી.
અમે લગનમાં ગુલાબજાંબુ વગેરે ભાવતી મીઠાઈ ખાધી અને સૌ સગાવહાલાંને ખવડાવી.
(ર) બધાં બહુ હસ્યાં.
કોમેડી જોઈને બધાં બહુ હસ્યાં .
જેઠાલાલની કોમેડી જોઈને બધાં બહુ હસ્યો.
જેઠાલાલની કોમેડી જોઈને અને દયાની વાતો સાંભળીને બધાં બહુ હસ્યાં.
જેઠાલાલની કોમેડી જોઈને અને દયાની વાતો સાંભળીને બધાંબહુ ખડખડાટ હસ્યા.
જેઠાલાલની કોમેડી જોઈને અને દયાની વાતો સાંભળીને બધાં બહુ ખડખડાટ હસ્યાં કે પેટ દુઃખી ગયું.
(૩) દોડીદોડીને થાકી ગયાં.
બાળકો દોડીદોડીને થાકી ગયો.
બધાં બાળકો દોડાદોડીને થાકી ગયાં.
મેદાનમાં બધાં બાળકો દોડી દોડીને થાકી ગયાં.
મેદાનમાં બધાં બાળકો ગોળગોળ દોડીદોડીને થાકી ગયા.
મેદાનમાં બધાં બાળકો ગોળગોળ દોડીદોડીને થાકી ગયાં અને બેસી ગયા.
પ્રશ્ન : ૧૪ વાક્યોને આગળ વધારીને લખો:
(૧) આચાર્ય સાહેબ ગુસ્સે થયા.
જ. આચાર્ય સાહેબ ગુસ્સે થયા અને ઠપકો આપ્યો.
(૨) એટલી વારમાં પહોંચી ગયો?
જ. એટલી વારમાં તું શાળાએ પહોંચી ગયો?
(૩) રાજા જાગી જશે તો?
જ. રાજા જાગી જશે તો આપણને જેલમાં પૂરી દેશે.
(૪) મારે ઘરે આવજે.
જ. મારે ઘરે આવજે માવા, કાલે સવારે ઢેબરું ખાવા.
(પ) કેમ છો મિત્રો?
જ. કેમ છો મિત્રો? સૌ મજામાં ને?
(૬) મને ક્રિકેટ રમવી ખૂબ ગમે છે.
જ. મને ક્રિકેટ રમવી અને જોવી ખૂબ ગમે છે.
પ્રશ્ન : ૧૫ લીટી દોરેલા શબ્દો માટે યોગ્ય રીતે કેવો, કેવું, કેવી, કેવાં લખો:
(૧) એક સસલું થોડું હોય જંગલમાં તો ઘણાં સસલાં હોય.
એક સસલું – કેવું
ઘણાં સસલાં -કેવાં
(ર) સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને દસ સસલાં હોય તોય બીએ.
એક સસલો – કેવો
દસ સસલાં – કેવાં
(૩) જંગલમાં એક સિંહ, એક સિંહણ અને તેનાં બે બચ્ચાં રહેતાં હતાં.
એક સિંહ- કેવો
એક સિંહણ -કેવી
બે બચ્ચાં – કેવાં
(૪) ઝાડ પર માળામાં એક કાગડો, એક કાગડી અને તેનાં ત્રણ ઇંડાં હતાં.
એક કાગડો – કેવો
એક કાગડી – કેવી
ત્રણ ઈંડાં- કેવાં
પ્રશ્ન : ૧૬ ઉદાહરણ પ્રમાણે હું – છું, તું – છે આવે તેવા ત્રણ વકર્યો લખો:
ઉદાહરણ: હું થેપલાં લાવ્યો છું તું ચટણી લાવી છે.
(૧) હું શાળાએ જાઉ છું તુ પાણ શાળાએ જાય છે.
(૨) હુ લેશન કરું છું તું ટીવી જુએ છે.
(૩) દુ સંગીત સાભળું છુ તું નૃત્ય કરે છે.
૧૭.’ આજે, આવતી કાલે, ગઈ કાલે ‘માંથી યોગ્ય શબ્દો લખી ખાલી જગ્યા પૂરો :
(૧)___ મોન્ટુ સફાઇ કરે છે.
જ. આજે
__ સોના સફાઇ કરશે.
જ. આવતી કાલે
__ મીતાલીએ સફાઇ કરી.
જ.ગઈ કાલે
(૨)__ રજતે રમકડાં બનાવ્યાં.
જ. ગઇ કાલે
__ ઋષા પૂંઠાનું ઘર બનાવશે.
જ. આવતી કાલે
___ અંક્તિ માટીનો હાથી બનાવશે.
જ. આવતી કાલે
(૩)___ મનન મામાને ઘેર ગયો.
જ. ગઈ કાલે
___ ઇશિકા પ્રવાસે જશે.
જ. આવતી કાલે
___ સૌમ્ય મેળામાં જાય છે.
જ. આજે
૧૮. નીચેનાં વાક્યો વાંચો અને જે સાચું લાગે તેની સામે √ કરો:
(૧) એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી ગઈ. ( )
એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. (✓ )
એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ. ( )
(૨) તેમણે મને તબલાં વગાડતાં શીખવાડ્યું. (√ )
તેમને મને તબલાં વગાડતાં શીખવાડ્યું. ( )
તેમણે મારું તબલાં વગાડતાં શીખવાડયું ( )
(3) તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. (√ )
તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે. ( )
તું જોજો, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું. ( )
(૪) આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ?
આ વખતે મેળામાં તું જવાનો છુ કે તારો ભાઈ? (√ )
આ વખતે મેળામાં તમે જવાનો છું કે તારો ભાઈ? ( )
(પ) આટલી નાની અમથી દફતરમાં કેટલાં પુસ્તક સમાય ! ( )
આટલા નાના અમથા દફ્તરમાં કેટલાં પુસ્તક સમાય ! (√ )
આપલું નાનું અમથું દફતરમાં કેટલાં પુસ્તક સમાય ! ( )
(૬) આવતી કાલે શાળામાં વિજ્ઞાનમેળો યોજાવાનો છે. (√ )
આવતી કાલે શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો છે. ( )
આવતી કાલે શાળામાં વિજ્ઞાનમેળા યોજાઈ ગયો. ( )
(૭) મામાને મયંકને તેના બર્થડે પર નવો મોબાઈલ લાવી આપ્યો. ( )
મામાએ મયંકને તેના બર્થડે પર નવો મોબાઇલ લાવી આપ્યો. (√ )
પ્રશ્ન ૧૯. આપેલા શબ્દસમૂહો માટે એક – એક શબ્દ લખો:
(૧) શંકુ આકારની ઢગલી (અહીં થાળીમાં મોતી ભરેલી ઢગલી) – શગ
(૨) મનમાં બહુ કોડ (ઇચ્છા) હોય તેવો-કોડીલો, કોડામણો
(૩) દહીં, માખણ વગેરે રાખવા માટેનું કાથી કે દોરીની ગુંથણીનું લટકાવીને રખાતું સાધન-શીકું
પ્રશ્ર : ૨૦ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરોઃ
(૧) કાળ ખૂટ્વો -મૃત્યુ નજીક હોવું
નાગણોએ કૃષ્ણને કહ્યું કે તારો કાળ ખૂટ્યો છે.
(ર) છાંડી જવું- જે- તે સ્થળ કે જગ્યા છોડી જવી તે
નાગણોએ કૃષ્ણ ને ધરો છાંડી જવા કહ્યું.
(૩) નાથવું – કાબૂમાં કરવું
હિંમતવાન ખેડૂતે હરાયા આખલાને નાથ્યો.
(૪) ચરણ ચાંપવા -પગ દબાવવા
આજ્ઞાકારી પુત્ર પિતાના ચરણ ચાંપતો બેઠો હતો.
(પ) આળ ચઢાવવું- દોષ દેવો, ગુનો માથે નાખવો.
કોઈના માથે ખોટું આળ ચઢાવવું એ ખરાબ બાબત છે.
પ્રશ્ન : ૨૧ શબ્દોને તેના અર્થ સાથે જોડો :
[અ] | [બ] |
(૧) વળાવિયો | (ક) નક્કી |
(ર) નિશ્વે | (ખ) છૂપું |
(૩) શીદ | (ગ) શક્તિશાળી |
(૪) છાનું | (ઘ) માટે |
(પ) બલવંત | (ચ) મોકલ્યો |
(૬) કાજે | (છ) શા માટે |
જવાબ |
(૧) – ચ |
(ર) – ક |
(૩) – છ |
(૪) – ખ |
(પ) – ગ |
(૬) – ઘ |
પ્રશ્ન : ૨૨ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(૧) વેરી =દુશ્મન
(ર)કાળ = મૃત્યુ
(3)કોડ= ઈચ્છા
(૪) જુગટું = જુગાર
(પ) ચરણ= પગ
(૬) સહસ્ત્ર = હજાર
(૭) વિલાપ = રૂદન
(૮) કંથ = પતિ
(૯) અપરાધી = ગુનેગાર
(૧૦) મારગ = માર્ગ, રસ્તો
(૧૧) શીશ = માથું
(૧૨) ગગન = આકાશ
(૧૩) ભગવંત = ભગવાન
(૧૪) તોફાની=મસ્તીખોર
(૧૫) ભેરુ = દોસ્ત
પ્રશ્ન : ૨૩ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(૧) અળખામણો x માનીતો
(ર) બળિયો x નબળો
(૩) છાનું x જાહેર
(૪) ગગન x ધરતી
(પ)હારવું x જીતવું
(૬) દુઃખ x સુખ
(૭) ઊંડી x છીછરી
(૮) અપરાધી x નિરપરાધી
(૯) સ્વામી x સેવક
(૧૦) વેચવું x ખરીદવું
(૧૧) લાંબું x ટૂંકું
(૧ર) તોફાની x શાંત
(૧૩) ઊંડી x છીછરી
(૧૪) તળિયું x સપાટી
(૧૫) ભીનું x સૂકું
(૧૬) ઊંધું x ચતું
પ્રશ્ન : ૨૪ નીચેના શબ્દોની સાચી જોડણી લખો:
(૧) વાંકુંચુંકું – વાંકુંચૂંકું
(ર) ઉંધુ -ઊંધું
(૩) ઠૂઠુ-ઠૂંઠું
(૪) ફરીઆદ – ફરિયાદ
(પ) દુધઊત્પાદન-દૂધઉત્પાદન
(૬) ચિતાંતૂર- ચિંતાતુર
(૭) ગોવાડીયો-ગોવાળિયો
(૮) ડુબકી- ડૂબકી
(૯) જંપલાવ્યું – ઝંપલાવ્યું
(૧૦) જુગટુ- જૂગટું
(૧૧) કોળીલો- કોડીલો
(૧ર) કૃષ્ણ-કૃષ્ણ
પ્રશ્ન : રપ કૃષ્ણ વિશે આઠ-દસ વાક્યો લખો:
કૃષ્ણ માતા યશોદા અને નંદબાબાને ઘેર ઊછરીને મોટો થતો હતો. બલભદ્ર તેમના મોટાભાઈ હતા.તેઓ ગોકુળ ગામમાં રહેતા. ગોકુળમાં ગોપીઓ ઘેર-ઘેર માખણ બનાવતી. કૃષ્ણને માખણ ખૂબ ભાવે. કૃષ્ણ પોતાના ગોવાળ મિત્રો સાથે મળીને ગોપીઓના ઘરમાં છાનોમાનો ધૂસી જતો. માખણ ભરેલી મટુકીઓ ફોડી નાખતો. પોતે પણ ખૂબ માખણ ખાતો અને મિત્રોને પણ ખવડાવતો. ગોપીઓ તેની ફરિયાદ કરતી. માતા યશોદા તેને ઠપકો આપતીતો મીઠી મીઠી વાતો કરી માતાને સમજાવી દેતો.
પ્રશ્ન : ૨૬ આ એકમમાંથી નવા શબ્દો શીખ્યા હોય તે લખો, વાંચો અને તમારું શબ્દભંડોળ વધારોઃ
યશોદા મથુરા ભેરુ
કૃષ્ણ ગોપી લાલચ
બલભદ્ર પશુપાલન વિનંતી
મટુકી ભાથું નદી
માખણ ગોકુળ યુધ્ધ
દહીં કાલિય નરસૈયા
કનૈયા નાગ બાળહત્યા