૧. દરેક સજીવ ની મૂળભૂત જરૂરિયાતો કઈ છે ?
૨. પક્ષીઓના ઘરને ___ કહે છે.
જવાબ : માળો૩. પક્ષીઓ માળો શા માટે બનાવે છે?
જવાબ : પક્ષીઓ માળો ઈંડા મૂકવા બનાવે છે.
૪. કયા પક્ષીઓ જોડી બનાવીને માળો બાંધે છે?
જવાબ : ચકલી ,કબૂતર, દેવચકલી, ફૂલચકલી વગેરે જોડી બનાવીને માળો બાંધે છે.
૫. પક્ષીઓ તેમના બચ્ચાંઓને શું ખવડાવે છે ?
જવાબ : પક્ષીઓ તેમના બચ્ચાંઓને અનાજના દાણા ખવડાવે છે.
૬. દેવચકલી અને કાગડાના માળામાં શું તફાવત છે?
જવાબ : દેવચકલી નો માળો પથ્થરની બખોલમાં હોય છે જ્યારે કાગડાનો માળો ઝાડની ઊંચી ડાળી પર હોય છે. દેવચકલી નો માળો ઘાસ ,મૂળ,નરમ ડાળીઓ,વાળ, રૂ વગેરે વડે બનેલો નરમ અને હૂંફાળો હોય છે. જ્યારે કાગડાનો માળો ઝંખરાં, દોરા ,વાયર ,લાકડાના ટુકડા વગેરે વડે બનેલો હોય છે.
જવાબ : કોયલ૮. કોયલ પોતાના ઈંડા ક્યાં મૂકે છે?
(A) ઝાડની બખોલમાં
જવાબ : (C) કાગડાના માળામાં૯. કાગડો પોતાના ઈંડા સાથે કોયલના ઈંડા ને પણ સેવે છે.(√ કે ×)
જવાબ : √
૧૦. કોયલ વિશે નોંધ લખો :
જવાબ : કોયલ ઘરઆંગણાનું પંક્ષી છે. તે કાળા રંગની હોય છે. તેનો અવાજ ખૂબ મધુર હોય છે. કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી. તે પોતાના ઇંડા કાગડાના માળામાં મૂકે છે. તે નાના જીવજંતુઓ અને અનાજના દાણા ખાય છે.
૧૧. કાગડાનો માળો ક્યાં હોય છે ?
(A) ઘરમાં
જવાબ : (B)ઝાડની ઊંચી ડાળી પર
૧૨. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં બનાવતો નથી.(√ કે ×)
જવાબ: ×
૧૩. મહેંદીની વાડમાં __માળો બનાવે છે.
જવાબ : કબૂતર
જવાબ : ચકલી પોતાનો માળો ઘરના ગોખલાઓમાં, કબાટ પર ,છાજલી પર ,અરીસા પાછળ વગેરે જગ્યાએ બનાવે છે.૧૫. કબુતર પોતાનો માળો ક્યાં ક્યાં બનાવે છે?
જવાબ : કબૂતર પોતાનો માળો આપણા ઘરમાં ,કબાટ પર ,બંધ મકાન કે અવાવરુ કૂવાની બખોલમાં થોરના કાંટાઓમાં કે મહેંદીની વાડમાં બનાવે છે
૧૬. કંસારી પોતાનો માળો____માં બનાવે છે .
જવાબ : ઝાડના થડ
૧૭. લક્કડખોદ પોતાનો માળો ક્યાં બનાવે છે ?
(A) ઝાડની ડાળી પર
(C) ઝાડની બખોલમાં
જવાબ : (C)ઝાડની બખોલમાં
૧૮.___પાંદડાં સીવીને માળો બનાવે છે.
જવાબ : દરજીડો
૧૯. દરજીડો પોતાના ઈંડા ક્યાં મૂકે છે?
જવાબ : દરજીડો પોતાની તીક્ષ્ણ ચાંચ વડે બે પાંદડાંઓને સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. તેણે બનાવેલી પાંદડાં ની ગડીમાં તે ઈંડા મૂકે છે.૨૦. નીચેનામાંથી કયા પક્ષીનો માળો ઝાડીઓમાં લટકતો હોય છે .
(A) દેવચકલી
જવાબ : (B)ફૂલસૂંઘણી
૨૧. ફૂલસૂંઘણી માળો બનાવવા કઈ કઈ ચીજો વાપરે છે ?
જવાબ : ફૂલસૂંઘણી માળો બનાવવા વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂંકા પાંદડાંઓ, પીજેલું રૂ, ઝાડની છાલ ના ટુકડા, કપડાંના ચીંથરા અને કરોળીયાના જાળા વગેરેનો ઉપયોગ કરે છે.૨૨. કયા પક્ષીનો માળો કલાત્મક હોય છે?
(A) દરજીડો
જવાબ : (C) સુગરી
૨૩. સુગરીના માળાની શી વિશેષતા છે ?
જવાબ : સુગરીનો માળો નર પક્ષી બનાવે છે. બધા માળાની જેમ તે ઝાડની ઉપર પથરાયેલો નથી હોતો,લટકતો હોય છે. તે ઉપરથી પહોળો અને નીચેથી સાંકડો હોય છે. જેમાં નીચેથી પ્રવેશ કરવાનો હોય છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને સૌથી સારો માળો દેખાય તેમાં ઈંડા મૂકે છે.૨૪. પક્ષીઓ માળો બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે ?
જવાબ : પક્ષીઓ માળો બનાવવા ઘાસ, ઝાંખરા,પાતળી ડાળીઓ ,સૂકા પાંદડાં, રૂ, વાળ,કરોળિયાનું જાળું કપડાંનાં લીરા ,લાકડાના નાના ટુકડા ,પાતળા વાયર ,દોરા વગેરેનો ઉપયોગ કરે છે.
જવાબ: (C)પથરા૨૬. બધાં જ પક્ષીઓનો માળો એકસરખો હોય છે.(√ કે ×)
જવાબ : ×
૨૭. કબુતર જોડીમાં માળો બનાવે છે .(√ કે ×)
જવાબ : √
૨૮. પક્ષીઓ માળો ક્યાં બાંધે છે?
(A) ઝાડની ડાળી પર
૨૯. તમે જોયેલાં કોઈપણ ૮ પક્ષીઓના નામ લખો.
૩૦. નીચેનામાંથી કયું પક્ષી જોડીમાં માળો બનાવે છે?
જવાબ : સારસંભાળ૩૨. પક્ષીઓ માટે માળો બનાવવો અને ઈંડા મૂકવા એ બાળસંભાળનું પ્રથમ સોપાન છે.(√ કે ×)
જવાબ : √
જવાબ : √૩૪. પક્ષીઓનાં દુશ્મનો કોણ કોણ છે?
જવાબ : કેટલાક માણસો ઉપરાંત કાગડો, બિલાડી, ખિસકોલી, સાપ વગેરે પક્ષીઓનાં દુશ્મનો છે.
૩૫. પક્ષીઓના દુશ્મનો તેમને કેવી રીતે હેરાન કરે છે?
જવાબ : પક્ષીઓના દુશ્મનો ઈંડા ચોરી કરવાની તક શોધતા હોય છે .અને તક મળતાં જ ઈંડા ચોરી ને ખાઈ જાય છે. ક્યારેક માળાને તોડી પણ નાખે છે.
૩૬. પક્ષીઓને બચ્ચાંના ઉછેરમાં કેવા પ્રકારની તકલીફો વેઠવી પડે છે ?
જવાબ : પક્ષીઓને જાતે ખાવાનું શોધવું ,માળો બનાવવો, ઈંડા સેવવા ,બચ્ચા અને ઈંડાનું દુશ્મનોથી રક્ષણ કરવું વગેરે જેવી તકલીફો. બચ્ચાંઓને ઉછેર માટે વેઠવી પડે છે.
૩૭. મુશ્કેલીઓ છતાંયે પક્ષીઓ આનંદ સાથે ___છે.
જવાબ : ગાય
૩૮. ખોરાકની શોધમાં ગયેલાં પક્ષીઓ બચ્ચાંની સંભાળ રાખતાં નથી .(√ કે ×)
જવાબ : ×
૩૯.___સમયે પક્ષીઓ દાણાની શોધમાં નીકળે છે .
જવાબ : વહેલી સવારના
જવાબ : મોર૪૧. બચ્ચાં મોટા થતાં પક્ષીઓ માળો છોડી દે છે.(√ કે ×)
જવાબ : √
૪૨. પક્ષીઓ આપણી જેમ માળામાં કાયમી રહે છે. (√ કે × )
જવાબ : ×
૪૩. પક્ષીઓ ક્યાં સુધી માળામાં રહે છે?
જવાબ : ઈંડામાંથી બચ્ચાં થાય અને તે મોટા થઈને ઊડવા લાગે ત્યાં સુધી જ પક્ષીઓ માળામાં રહે છે.
૪૪. વસવાટને આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
જવાબ : વસવાટને આધારે પ્રાણીઓના ચાર પ્રકાર પડે છે.(૧) ખેચર- આકાશમાં ઉડનારા પ્રાણીઓ (૨)જળચર- પાણીમાં રહેનારા પ્રાણીઓ (૩)ભૂચર-જમીન પર રહેનારા પ્રાણીઓ (૪)ઉભયજીવી -પાણી અને જમીન બંનેમાં રહેનારા પ્રાણીઓ
૪૫. દરેકના બે-બે નામ આપો.
(૧)જમીન ઉપર રહેનારા પ્રાણીઓ -ગાય, ભેંસ
(૨) જમીનની અંદર રહેનારા પ્રાણીઓ -સાપ, ઉંદર
(૩) પાણીમાં રહેનારા પ્રાણીઓ -માછલી ,ઓક્ટોપસ
(૪) ઝાડ ઉપર રહેનારા પ્રાણીઓ -વાંદરાં, ખિસકોલી
(૫) જમીન અને જળ બંનેમાં રહેનારા પ્રાણીઓ- મગર, કાચબો
૪૬. નીચેનામાંથી કયું પ્રાણી જમીન પર નથી રહેતું?
(A) બકરી
જવાબ: (B)ઓક્ટોપસ
૪૭. નીચેનામાંથી કયું પ્રાણી જમીનની અંદર અને બહાર બંને જગ્યાએ રહે છે?
(A) ઉંદર
જવાબ: (A) ઉંદર
૪૮. નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ પર રહે છે ?
(A) હરણ
જવાબ : (C)સ્લોથ૪૯. દરેક પક્ષીઓના પગના પંજા તેમના __અને ___મુજબ અલગ-અલગ હોય છે.
જવાબ : ખોરાક, રહેઠાણ
(A) કાગડો
જવાબ: (C)બતક૫૧. ક્યાં પંખીઓના પંજા પહોળા હોય છે ,જેમાં ત્રણ આંગળીઓ આગળ ને એક આંગળી પાછળ હોય છે?
જવાબ : ચકલી, કાગડો, કાબર વગેરેનાં પંજા પહોળા હોય છે ,જેમાં ત્રણ આંગળીઓ આગળ અને એક આંગળી પાછળ હોય છે.
૫૨.સમડીના પંજા કેવા હોય છે ?
(A) જાડા અણીદાર નહોરવાળા
જવાબ : (A)જાડા અણીદાર નહોરવાળા
જવાબ : શિકાર કરનારાં પક્ષીઓના પગના પંજા જાડા અને અણીદાર નહોરવાળા હોય છે .૫૪. પોપટ ના પંજા કેવા હોય છે?
જવાબ : પોપટના પંજા પહોળા બે બાજુ, બે આંગળાવાડા તથા હુક જેવા નખ વાળા હોય છે.
૫૫. બગલાને તેના પગ કેવી રીતે ઉપયોગી છે ?
જવાબ : બગલો નદી કે તળાવના કિનારે ઉભો રહીને પાણીમાંથી માછલાં પકડી ને ખાય છે, ત્યારે તેના પગના પંજા તેને જમીન પર અને કાદવમાં ચાલવા માટે ઉપયોગી છે.
૫૬. પક્ષીઓના પંજામાં કઈ વિવિધતા હોય છે ?
જવાબ : દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓ ના પંજાની આંગળીઓ ચામડી સાથે જોડાયેલી હોય છે. કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે. તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે. કેટલાક શિકારી પક્ષીઓના પગના પંજા જાડા અને અણીદાર નહોરવાળા હોય છે.
૫૭. પક્ષીઓને તેમના પંજા કેવી રીતે ઉપયોગી છે?
જવાબ : પક્ષીઓને તેમના પંજા વિવિધ રીતે ઉપયોગી છે. જેમ કે, બતકને પાણીમાં તરવા માટે, કબૂતર, ચકલીને જમીન પર ચાલવા માટે, બગલાને કાદવમાં ચાલવા માટે, સમડીને શિકાર પકડીને ઉડવા અને શિકારને દબાવવા માટે ,મોરને ઝાડની ડાળી પર બેસવા માટે વગેરે રીતે ઉપયોગી છે.
ઉત્તર: ખોરાક૫૯. કયાં પક્ષીઓની ચાંચ અણીદાર,હૂક જેવી હોય છે ?
ઉત્તર: ગરુડ,ઘુવડ,સમડી વગેરેની ચાંચ અણીદાર હૂક જેવી હોય છે.
૬૦.___ ની ચાંચ લાંબી કરવત જેવી હોય છે.
ઉત્તર: લક્કડખોદ
૬૧. કયા પક્ષીની ચાંચ થોડી લાંબી ,અણીદાર અને સહેજ ગોળાકાર ને અણીદાર હોય છે?
(A) પોપટ
(B) ગીધ
(C) ચકલી
(D) કબૂતર
ઉત્તર: (C) ચકલી
૬૨. ચાંચના કેટલા પ્રકાર છે ? ક્યા કયા ?
ઉત્તર: પક્ષીઓની ચાંચના છ પ્રકાર છેઃ
(૧) માંસ ફાડવા અને ખાવા વાળી ચાંચ
(૨) લાકડામાં કાણું પાડી શકાય તેવી ચાંચ
(૩) ફૂલોનો રસ ચૂસી શકાય તેવી ગોળ – અણીદાર ચાંચ
(૪) લાંબી અને પહોળી ચાંચ
(૫) નાની હૂક જેવી ચાંચ
(૬) થોડી પહોળી ગોળ ચપટી હૂક જેવી ચાંચ.
૬૩. કયા પક્ષીને તેમની ચાંચ કાદવમાંથી નાનાં જીવજંતુઓ શોધવામાં ઉપયોગી છે?
(A) બગલો
(B) કૂકડો
(C) પોપટ
(D) કાગડો
ઉત્તર: ( A )બગલો
૬૪. પોપટની ચાંચ તેને કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર: પોપટની ચાંચ તેને દાણા તોડીને,દબાવીને ખાવા માટે ઉપયોગી છે.
૬૫. ગીધની ચાંચ હૂક જેવી હોય છે.(√ કે ×)
ઉત્તર: √
૬૬. જોડકાં જોડો :
અ | બ |
(૧) ચકલી | (અ) જાડા અણીદાર નહોરવાળા પંજા |
(૨) સમડી | (બ) ચામડી સાથે જોડાયેલા પંજા |
(૩) બતક | (ક) થોડી લાંબી, અણીદાર અને ગોળાકાર ચાંચ |
(૪) કાચબો | (ડ) ઝાડ પર રહે. |
(૫) સ્લોથ | (ઇ) જમીનની અંદર અને બહાર બને જગ્યાએ રહે |
જવાબ |
(૧)~ક |
(૨)~અ |
(૩)~બ |
(૪)~ઈ |
(૫)~ડ |
૬૭. ગાયના દાંત કેવા હોય છે?
ઉત્તર: ગાયના આગળના દાંત કાપવા માટે હોય છે. જ્યારે બાજુ પરના દાંત ચાવવા માટે મોટા અને સપાટ હોય છે.
૬૮. નીચેનામાંથી કોના દાંત ગાય જેવા હોય છે ?
(A) બકરી
(B) ઊંટ
(C) ભેંસ
(D)આપેલ તમામ
ઉત્તર: (D)આપેલ તમામ
૬૯. બિલાડીના દાંત ___ હોય છે .
જવાબ: તીક્ષ્ણ
૭૦. બિલાડી તેના દાંતનો ઉપયોગ શા માટે કરે છે ?
ઉત્તર : બિલાડી તેના દાંતનો માંસ ફાડીને ખાવા માટે ઉપયોગ કરે છે.
૭૧.સાપ ખોરાક ચાવીને પછી ગળી જાય છે . (√ કે ×)
ઉત્તર: ×
૭૨.સાપના દાંત વાંકા અને તીક્ષ્ણ હોય છે.(√ કે ×)
ઉત્તર: √
૭૩.ખિસકોલીના ક્યા દાંત આજીવન વધે છે ?
(A) આગળના
(B) બાજુના
(C) પાછળના
(D)બધાં જ
ઉત્તર: ( A ) આગળના
૭૪. જન્મ સમયે મનુષ્યને કેટલા દાંત હોય છે ?
(A) દસ
(B) વીસ
(C) ત્રીસ
(D)એક પણ નહીં
ઉત્તર: ( D )એક પણ નહીં
૭૫. માણસના કયા દાંત થોડા સમય પછી પડી જાય છે ?
(A) દૂધિયા દાંત
(B) આગળના દાંત
(C) પાછળના દાંત
(D) દાઢો
ઉત્તર: (A)દૂધિયા દાંત
૭૬. દૂધિયા દાંત કોને કહે છે ?
ઉત્તર: નાના બાળકને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહે છે.
૭૭. દૂધિયા દાંત __ હોય છે.
ઉત્તર: ૨૦
૭૮. કાયમી દાંત ___હોય છે ?
ઉત્તર: ૩૨
૭૯. માણસના આગળના દાંત શું કામ કરે છે
ઉત્તર: માણસના આગળના દાંત વસ્તને કાપવા કે બચકુ ભરવા માટે ઉપયોગી છે.
૮૦. દાંત આપણને શા માટે જરૂરી છે ?
ઉત્તર: દાંત આપણા ચહેરાને સુંદર દેખાવામાં મદદ કરે છે તથા સ્પષ્ટ ઉચ્ચાર માટે તથા ખોરાકને ચાવવા માટે જરૂરી છે.
૮૧. દાંત વિનાનો ચહેરો ____ લાગે છે.
ઉત્તર: બેડોળ
૮૨. દાંત ન હોય તો શું થાય?
ઉત્તર: દાંત ન હોય તો બધા જ પ્રકારનો ખોરાક ખાઈ શકાય નહીં.પ્રવાહી,પોચો કે મુલાયમ ખોરાક જ લઈ શકાય. ચહેરો બેડોળ લાગે, અમુક શબ્દો સ્પષ્ટ બોલી શકાય નહીં.
૮૩. મોંમાં એકપણ દાંત ન હોય તો કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકાય?
ઉત્તર: મોમાં એકપણ દાંત ન હોય તો જ્યુસ અને સુપ જેવો પ્રવાહી ખોરાક,શીરો,સુખડી,ભાત,ખીચડી જેવો પોચો અને મુલાયમ ખોરાક જ લઈ શકાય.