ધોરણ ૫ પર્યાવરણ પાઠ : ૧૦ દિવાણોની કહાણી PART 1
ઉત્તર : જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો, અડી-કડી વાવ, નવઘણનો કૂવો, મહબત મકબરા પેલેસ, મુચકુન્દ ગુફા, બૌદ્ધ ગુફા, રા-ખેંગાર વાવ વગેરે પ્રાચીનું જોવાલાયક સ્થળો છે.
3. જૂનાગઢમાં ……………. પર્વત આવેલો છે.
ઉત્તર : ગિરનાર
4. ………………. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.
ઉત્તર : ગિરનાર
5. ઉપરકોટનો કિલ્લો ગિરનારની તળેટીથી લગભગ કેટલા મીટર ઊંચો બાંધેલો છે?
ઉત્તર : 20
7. ઉપર કોટ કિલ્લાનો દરવાજો ………… નો બનેલો છે.
ઉત્તર : લાકડા
8. ઉપરકોટ કિલ્લાના દરવાજાની ઉપર નાની બારી શા માટે છે?
ઉત્તર : ઉપરકોટ કિલ્લાના દરવાજાની ઉપર રહેલી નાની બારી ખોલીને બહારની તરફ જોઈ શકાય છે, જેથી બહારથી કોઈ આક્રમણ કરવા આવે તો દરવાજો ખોલ્યા વગર તેને જોઈ શકાય તથા ત્યાંથી જ તેની ઉપર હુમલો પણ કરી શકાય.
9. ઉપરકોટ કિલ્લાના દરવાજા ઉપર શું જડેલું છે?
ઉત્તર : ભાલા
10. કિલ્લાના મોટા દરવાજામાં નાનો દરવાજો શા માટે છે?
ઉત્તર : યુદ્ધ કે કટોકટીના સમયે અથવા જયારે પ્રવેશદ્વાર બંધ હોય ત્યારે કિલ્લામાંથી બહાર અવર-જવર માટે નાનો દરવાજો બનાવેલો હોય છે.
11. કિલ્લાની દીવાલો કેવી છે?
ઉત્તર : કિલ્લાની દીવાલો લાંબી-પહોળી અને મજબૂત છે.
12. ગઢ કોને કહે છે?
ઉત્તર : કિલ્લાની દીવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી છે તેને ગઢ કહે છે.
13. ગઢ દીવાલો કરતાં કેવા હોય છે?
ઉત્તર : ઊંચા
14. દીવાલોમાં થોડા થોડા અંતરે ………. બનાવેલ છે.
ઉત્તર : ગઢ
ઉત્તર : દીવાલ સપાટ હોવાથી તેની પાછળ છુપાઈને જોવાથી સામેથી આવતા વ્યક્તિ છૂપાયેલ સૈનિકને આસાનીથી જોઈ શકે છે, જયારે ગઢ ગોળાકાર હોવાથી તેની પાછળ છુપાઈને સામેથી આવનાર વ્યક્તિને સરળતાથી જોઈ શકાય છે પણ તે વ્યક્તિ ગઢ પરના સૈનિક વ્યક્તિને જોઈ શકતી નથી. આમ, આંતરિક સુરક્ષા માટે ગઢ બનાવવામાં આવે છે.
16. ગઢને ધ્યાનથી જોતાં તેમાં શું દેખાય છે?
ઉત્તર : ગઢને ધ્યાનથી જોતાં તેના ઉપરના ભાગમાં થોડા થોડા અંતરે ગોળાકાર કાંગરા મુકેલા છે. ઉપરના ભાગમાં કંઈક બારી જેવું દેખાય છે. તેમાં તોપ મૂકેલી હોય તેવું લાગે છે. આ ઉપરાંત નીચે પણ થોડા થોડા અંતરે નાની નાની બારીઓ કે કાણાં જેવું દેખાય છે,
17. ગઢમાં નાનાં-મોટાં કાણાં શા માટે બનાવ્યાં હશે?
ઉત્તર : અંદરથી બહારની તરફ નજર રાખવા માટે ગઢમાં નાનાં-મોટાં કાણાં બનાવ્યાં હશે.
18. સીધી-સપાટ દીવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત હોય છે?
ઉત્તર : સીધી-સપાટ દીવાલ પરથી જોવામાં આપણે છૂપાઈ નથી શકતા, જયારે ગોળાકાર ગઢની પાછળ સરળતાથી છૂપાઈ શકીએ છે.
19. ગઢની પાછળ છૂપાઈને કાણાંમાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકને શું મદદ મળતી હશે?
ઉત્તર : ગઢની પાછળ છુપાઈને કાણાંમાંથી જોઈને હુમલો કરવાથી સામેના સૈનિકથી બચીને તેના પર હુમલો કરી શકાય છે.
20. ઉપરકોટના કિલ્લાની સુરક્ષા માટે કયા મજબૂત ઉપાયો કરેલા છે?
ઉત્તર : કિલ્લાની સુરક્ષા માટે જાડી દીવાલો, વિશાળ દરવાજા, ગઢ અને ઝેરી જીવજંતુ અને પાણીથી ભરેલી ખાઈ જેવા મજબૂત ઉપાયો કરેલા છે.
21. ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ક્યારે થયેલું મનાય છે?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઈ.સ. પૂર્વે 319માં થયું હતું.
22. ઉપરકોટના કિલ્લાનું બાંધકામ …………………. ના સમયમાં થયું હતું.
ઉત્તર : ચંદ્રગુપ્ત મૌર્ય
23. કયા સામ્રાજય પછી ઉપરકોટના કિલ્લો ભૂલાઈ કે ખોવાઈ ગયો હતો?
ઉત્તર : મૌર્ય
24. ઈ.સ. …………… માં ઉપરકોટના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઉત્તર : 976
25. ઉપરકોટના કિલ્લાનો ઉપયોગ શા માટે થતો હતો?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાનો ઉપયોગ રાજાઓ પોતાના વસવાટ માટે કરતા હતા.
26. કિલ્લાના નકશામાં શું શું બતાવેલું છે ?
ઉત્તર : કિલ્લાના નકશામાં વાવ, કૂવા, ગુફા, કેટલાક મહેલ, મંદિર, તોપનું સ્થાન વગેરે બતાવેલું છે.
27. ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ શું છે?
ઉત્તર : ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ રાણકદેવી મહેલ છે.
28. મહેલમાં હવાઉજાસ માટે શી વ્યવસ્થા જોવા મળે છે?
ઉત્તર : મહેલમાં હવાઉજાસ માટે બારીઓ કે ઝરૂખાની વ્યવસ્થા જોવા મળે છે .
29. હાલમાં મહેલને જોતાં શું અનુમાન કરી શકાય?
ઉત્તર : હાલમાં મહેલને જોતાં અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા દીવાનખંડ અને ઓરડા હશે.
30. મહેલની દીવાલો પર શું જોવા મળે છે?
ઉત્તર : મહેલની દીવાલો પર ઝીણવટપૂર્વક કરેલું કોતરણીકામ જોવા મળે છે.
31. દીવાલોની સુંદર કોતરણી કરવા માટે કયાં ઓજારો વપરાયાં હશે?
ઉત્તર : દીવાલોની સુંદર કોતરણી કરવા માટે હથોડો અને ટાંકણું જેવાં ઓજારો વપરાયાં હશે.
32. હાલ આપણે ત્યાં એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય?
ઉત્તર : જો એક અઠવાડિયા સુધી વીજળી ન હોય તો જાણે અંધારપટ થઈ જાય. ઘરનું એક પણ કામ સરખું ન થાય. ફ્રિજ, ટીવી, પંખા, લાઇટ, ઘંટી, વોશિંગમશીન વગેરે બંધ થઈ જાય. ઘણા બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય. જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય.
33. વીજળી વગર કયાં કયાં કામ કરવામાં મુશ્કેલી પડે?
ઉત્તર : વીજળી વગર તો પ્રથમ પીવાનું પાણી તથા વાપરવાનું પાણી ભરવાની તકલીફ પડે; કારણ કે આરો અને પાણી ટાંકીમાં પહોંચાડવાની મોટર બંને બંધ થઈ જાય. ઉપરાંત કપડાં ધોવાનું મશીન, ગીઝર, ઓવન, પંખા, અનાજ દળવાની ઘંટી પણ બંધ થઈ જાય, આમ, સવારના નહાવાથી માંડીને રાત્રે સૂવા સુધીના દરેક કામમાં મુશ્કેલી પડે.
34. અડી-કડીની વાવ ………… રાજ્યમાં આવેલી છે.
ઉત્તર : ગુજરાત
35. નીચેનામાંથી ક્યું સ્થાપત્ય જૂનાગઢમાં આવેલું છે?
ઉત્તર : નવઘણણો કૂવો
36. પાઠ્યપુસ્તકમાં પાના નં. ૯૦ પર આપેલા નકશાના આધારે નીચેના ઉત્તર આપો.
(1) ઉપરકોટના કિલ્લામાં કેટલાં જોવાલાયક સ્થળો આવેલો છે?
ઉત્તર : 14
(2) મુખ્ય પ્રવેશને અડીને જ ……………… આવેલ છે.
ઉત્તર : લશ્કરી વાવ
(3) મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તર તરફ જતાં પ્રથમ શું આવે છે?
ઉત્તર : નીલમ – માણેક તોપ
(4) મુખ્ય દરવાજાની જમણી બાજુ દક્ષિણ તરફ જતાં ……………….. આવે છે.
ઉત્તર : કડતાળ તોપ
(5) મુખ્ય પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
ઉત્તર : પશ્ચિમ
(6) બૌદ્ધ ગુફા જામા મસ્જિદની ………… દિશામાં આવેલી છે.
ઉત્તર : ઉત્તર
(7) જો મુખ્ય દરવાજાથી અંદર જઇએ તો નિલમ-માણેક તોપ ……… દિશામાં આવે.
ઉત્તર : ઉત્તર
(8) બૌદ્ધ ગુફા પાસેથી પાણીના કુંડ તરફ જવું હોય તો ………… જવું પડે.
ઉત્તર : દિશામાં
(9) નિલમ-માણેક તોપ અને બૌદ્ધ ગુફા વચ્ચે શું આવેલું છ?
ઉત્તર : જામા મસ્જિદ
(10) અડી-કડીની વાવથી મુખ્ય પ્રવેશદ્વાર તરફ જવું હોય તો કઈ દિશામાં જવું પડે?
ઉત્તર : દક્ષિણ
(11) અડી-કડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે શું શું આવેલું છે?
ઉત્તર : અડી-કડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે ખોડિયાર માતાનું મંદિર અને થિયેટર આવેલું છે.
(12) નૂરી શાહ બાપુની દરગાહ કઈ દિશામાં આવેલી છે?
ઉત્તર : પૂર્વ
(13) કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે?
ઉત્તર : કિલ્લામાં પાણી માટે અડી-કડીની વાવ, નવઘણનો કૂવો અને પાણીનો કુંડ છે.
(14) ધક્કાબારી પર પહોંચવા દરગાહથી કઈ તરફ જવું પડે?
ઉત્તર : ધક્કાબારી પર પહોંચવા દરગાહથી દક્ષિણથી પૂર્વ કે પૂર્વ તરફ જઈ પછી દક્ષિણ તરફ જવું પડે.
(15) પાણીના કુંડ ક્યાં આવેલા છે?
ઉત્તર : પાણીના કુંડ પ્રવેશદ્વારની પૂર્વ તરફ આવેલા છે.
(16) કડતાળ તોપ કુંડની કઈ દિશામાં છે?
ઉત્તર : કડતાળ તોપ કુંડની પશ્ચિમ દિશામાં છે.
(17) આખો કિલ્લો લગભગ ………….. માં ફેલાયેલો છે.
ઉત્તર : 1 ચો. કિમી
(18) નકશામાં અડી-કડીની વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર લગભગ …… સેમી જેટલું છે, તેથી જમીન ફરતે બંને વચ્ચેનું અંતર ……… મીટર હોવું જોઈએ.
ઉત્તર : 12, 540
(19) એડી-કડીની વાવ ……….. દિશામાં આવેલી છે.
ઉત્તર : ઉત્તર
36. નવઘણના કૂવાની આસપાસ શું આવેલું છે?
ઉત્તર : નવઘણના કૂવાની આસપાસ પશ્ચિમ તરફ અનાજના કોઠારો અને દક્ષિણ તરફ દરગાહ આવેલી છે.
ધોરણ ૫ પર્યાવરણ પાઠ : ૧૦ દિવાણોની કહાણી PART 2
- જૂના સમયમાં યુદ્ધોમાં નીચેનું ક્યું સાધન નહોતું વપરાતું?
ઉત્તર :મિસાઈલ39. દીવની લૂંટમાંથી કઈ તોપ ઉપરકોટ લાવવામાં આવી હતી?
ઉત્તર :નીલમ40. નીલમ તોપ કોના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી?
ઉત્તર : નીલમ તોપ તે સમયના ગુજરાતના સુલતાન બહાદુરશાહના હુકમથી ઉપરકોટ લાવવામાં આવી હતી.41. નીલમ તોપ ………….લઈને આવ્યા હતા.
ઉત્તર : મલેક ઇઆઝ
42. ………….. ની સેના જાતે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી ન હતી.
ઉત્તર : સિદ્ધરાજ જયસિંહ43. સિદ્ધરાજ જયસિંહની સેના શા માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી ન હતી?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાની ચારેબાજુ તે દીવાલ અને ગઢને અડીને 150 ફૂટ ઊંડી લશ્કરી ખાઈ હતી, જેમાં મગર જેવાં જંગલી જળચરો હતાં. તેથી સેના દીવાલ ઓળંગીને જઈ શકે તેમ ન હતી. તેને દરવાજો ખૂબ જ મજબૂત હતો; ઉપરાંત દરવાજા ની બારી ઉપર જ તોપ ગોઠવેલી હતી, તેથી જો કોઈ સેના દરવાજો તોડવા પ્રયત્ન કરે તો તોપ દ્વારા તેનો નાશ કરાતો. ઉપરાંત દરેક ગઢ પર સૈનિકો છુપાયેલા હતા; જે આગળ વધતા સૈન્ય પર હુમલો કરી તેને આગળ વધતા અટકાવતા હતા. આથી સિદ્ધરાજની સેના ઉપર કોટના દરવાજામાં 12 વર્ષ સુધી પ્રવેશી શકી ન હતી.44. કયા યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપનો ઉપયોગ થયો હતો?
ઉત્તર : ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચેના યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપોનો ઉપયોગ થયો હતો.45. લશ્કરી ખાઈની વિશેષતા શી હતી?
ઉત્તર : લશ્કરી ખાઈ 150 ફૂટ ઊંડી હતી. જેમાં તે સમયના રાજા ઓ પાણી ભરી રાખતા અને મગરમચ્છ જેવા જંગલી જીવ તેમાં મૂકી રાખતા જેથી કિલ્લાની દીવાલ ઓળંગવાની કોઈ હિંમત ન કરે.
46. યુદ્ધને કારણે કેવા પ્રકારનું નુકસાન થાય છે?
ઉત્તર : યુદ્ધને કારણે યુદ્ધ લડતા બંને પક્ષોના સૈનિકો જીવ ગુમાવે છે. જેને કારણે કેટલાંય બાળકો અનાથ થઈ જાય છે, સ્ત્રીઓ વિધવા થઈ જાય છે. તેઓને આર્થિક-સામાજિક સહીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.47. સમ્રાટો/રાજાઓ યુદ્ધો શા માટે કરતા હતા?
ઉત્તર : સમ્રાટો રાજાઓ નાના રાજયને પોતાના રાજ્યનો ભાગ બનાવવા, ક્યારેક મૈત્રી નિભાવવા, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે તો ક્યારેક રાજયનો વિસ્તાર વધારવા કે પોતાના અંગત સ્વાર્થ માટે યુદ્ધો કરતા હતા.
48. નીલમ અને માણેક તોપ ……… ની બનેલી છે.
ઉત્તર : કાંસા49. કાંસું બનાવવા માટે કઈ બે ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે?
ઉત્તર : તાંબુ અને કલાઈ
- ………….. એ પાણી માટેની અદ્ભુત વ્યવસ્થાનો નમૂનો છે.
ઉત્તર : અડી કડી વાવ51. અડી-કડી વાવ કેટલી લંબાઈ-પહોળાઈ ધરાવે છે?
ઉત્તર :અડી-કડી વાવ પૂર્વ-પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર-દક્ષિણ 10.5 ફૂટ પહોળી છે.
52. અડી-કડી વાવમાં કુલ કેટલાં પગથિયાં છે?
ઉત્તર :16653. નવઘણ રાજા કયા વંશના હતા?
ઉત્તર : ચુડાસમા
54. નવઘણ રાજાએ બંધાવેલ કૂવાનું નામ ………………… છે.
ઉત્તર : નવઘણનો કુવો55. નવઘણનો કૂવો કેટલા ફૂટ ઊંડો છે?
ઉત્તર : 17156. નવઘણના કૂવામાં કેટલાં પગથિયાં છે?
ઉત્તર : 204
57. નવઘણના કૂવાની શી વિશેષતા છે?
ઉત્તર : નવધણના કૂવાની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર થઈ શકે તે માટે થોડા-થોડા અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ છે.58. વાવ અને કૂવામાં પાણી ક્યાંથી આવતું હશે?
ઉત્તર : વાવ અને કૂવામાં પાણી ભૂગર્ભમાંથી આવતું હશે. ઉપરાંત વરસાદનું પાણી પણ તેમાં ભેગું થતું હશે.59. પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી હાલમાં કેવી રીતે ખેંચવામાં આવે છે?
ઉત્તર : પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી હાલમાં મોટર વડે ખેંચવામાં આવે છે.60. વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય?
ઉત્તર : વીજળી વિના ગરગડી, કોસ વગેરે દ્વારા કૂવામાંથી પાણી ખેંચી શકાય છે.
61. બૌદ્ધ ગુફાઓએ જતાં પહેલાં બાળકોએ શેની જાણકારી મેળવી?
ઉત્તર : બૌદ્ધ ગુફાઓએ જતાં પહેલાં બાળકોએ અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો જોયા અને તેની જાણકારી મેળવી.62. બૌદ્ધ ગુફાઓ આગળ કયું પાટિયું મારેલું હતું?
ઉત્તર : બૌદ્ધ ગુફાઓ આગળ ‘દીવાલ પર લખવાની મનાઈ છે.’ નું પાટિયું મારેલું હતું.63. સરકારે ‘દીવાલ પર લખવાની મનાઈ છે’ નું પાટિયું શા માટે માર્યું હતું?
ઉત્તર : કિલ્લાને જોવા આવતા મુલાકાતીઓ પોતાનાં નામ તથા ચિત્ર દોરી, વિચિત્ર વાક્યો લખીને દીવાલની શોભા બગાડે નહીં તે માટે સરકારે આ પાટિયું મૂક્યું હતું.64. દીવાલો શાને કારણે બગડી હતી?
ઉત્તર : કિલ્લો જોવા આવતા લોકોએ પોતાનાં નામ અને અન્ય લખાણો લખીને દીવાલો બગાડી હતી.65. ઐતિહાસિક સ્થળો આપણી ………… ધરોહર છે. તેની જાળવણી કરવી આપણી ફરજ છે.
ઉત્તર : રાષ્ટ્રીય66. સંગ્રહાલય કોને કહે છે?
ઉત્તર : જે સ્થળે ઐતિહાસિક વસ્તુઓ, વૈજ્ઞાનિક શોધો સાધનો, સાંસ્કૃતિક અને કલા-કારીગરીની વસ્તુઓ વગેરે સાચવવા તથા પ્રદર્શિત કરવામાંઆવે છે તે સ્થળને ‘સંગ્રહાલય’ કહે છે.67. બાળકોને સંગ્રહાલયમાં શું જોવા ન મળ્યું?
ઉત્તર : મૂર્તિ
68. જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું?
ઉત્તર : જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, ડોલી વગેરે જોયું.69. જૂનાગઢમાં આવેલ સંગ્રહાલયનું નામ શું છે?
ઉત્તર : દરબારહોલ સંગ્રહાલય70. સંગ્રહાલય શા માટે જરૂરી છે?
ઉત્તર : સંગ્રહાલયોમાં જૂના વખતની વસ્તુઓ જેવી કે ચિત્રો, વાસણો, કપડાં, તલવારો, લેખો, શિલાલેખો, સિક્કાઓ, ઘરવખરી વગેરે હોય છે જેનાથી જે તે સમયના લોકોની રહેણીકરણી, પોશાક, ખાન-પાન અને તેની રીતો, રીતરિવાજો, સંસ્કૃતિ વગેરે વિશે જાણકારી આપે છે માટે સંગ્રહાલય જરૂરી છે .71. પહેલાંના લોકો પાણી ભરીને લઈ જવા શેનો ઉપયોગ કરતા હતા?
ઉત્તર : પહેલાંના લોકો ચામડાની મશકનો પાણી ભરીને લઈ જવા ઉપયોગ કરતા હતા.72. ભારે વસ્તુઓ ……… પરથી લઈ જવી સરળ પડે છે.
ઉત્તર : ઢાળ73. યોગ્ય જોડકા જોડો :
અ | બ | જવાબ |
(1) ગીરનાર | (A) વાવ | (1) – B |
(2) નવઘણ | (B) પર્વત | (2) – C |
(3) અડી-કડી | (C) કૂવો | (3) – A |
(4) ઉપરકોટ | (D) કિલ્લો |
(4) – D |