1.એક સવારે કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર કેમ મૂકી દેતો હતો?
જવાબ:- એક સવારે ખૂબ જ ઠંડી હતી. તેથી તેની આંગળીઓ થીજી ગઈ હતી. તેથી તે તેની કુહાડી વારંવાર બાજુ પર મૂકી દેતો હતો.
2. આપણા હાથ ઠંડીમાં ઠરી જાય છે ત્યારે તેને ગરમાવો આપવા આપણે શું શું કરીએ છીએ?
3. ઠંડીના કારણે આપણા હાથ- પગ થ્રીજી જઈ શકે.(√ કે ×)
જવાબ:- √
4.કઠિયારો હાથને ગરમ રાખવા શું કરતો હતો ?
જવાબ:- કઠિયારો હાથને ગરમ રાખવા હાથ પર જોરથી ફૂંક મારતો હતો.
5. શિયાળામાં બહારની હવા કરતાં મોંની ફૂંકમાંથી નીકળતી હવા ઠંડી હોય છે.(√ કે ×)
જવાબ:- ગરમ
7.લાકડાં સળગાવવા કઠિયારાએ શું કર્યુ ?
8. કઠિયારાએ ગરમ બટાકાને ઝડપથી ઠંડા કરવા શું કર્યું?
A.ઠંડા પાણીમાં મૂક્યા.
B.પૂંઠાથી પવન નાખ્યો.
C. ફૂંકો મારી. √
D. A અને B બંને
9.તાત્કાલિક તમારે કોઈ ગરમ વસ્તુને અડકવું હોય તો તમે શું કરશો?
જવાબ:- તાત્કાલિક આપણે કોઈ ગરમ વસ્તુને અડકવું હોય તો તેને ફૂંક મારીને ઠંડી કરીશું, પછી તેને અડકીશું.
10.આપણે ફૂંક આપણને ક્યારેક ગરમાવો આપે છે તો ક્યારેક ઠંડક આપે છે.(√ કે ×)
જવાબ:- આપણા શરીરનું તાપમાન નિશ્ચિત છે, પણ વાતાવરણનું તાપમાન બદલાતું રહે છે, તેથી, આપણી ફૂંક વાતાવરણની કે વસ્તુની ગરમી કે ઠંડીના સંદર્ભમાં આપણને ગરમ કે ઠંડી લાગે છે.
12. ફૂંક દ્વારા નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીએ કેવી છે?
જવાબ:- ફૂંક દ્વારા નીકળેલી હવા શિયાળામાં ઠંડીના સમયે આજુબાજુની હવાની સરખામણીએ ગરમ જ્યારે ઉનાળામાં ગરમીના સમયે ઠંડી હોય છે.
13. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તે ગરમ કરવા ફૂંકો મારી છે? એવું લાગે છે?
જવાબ:- હા, અમે શિયાળામાં હાથ ઠંડા પડી જાય તો તે ગરમ કરવા ફૂંકો મારી છે. જેને લીધે અમારા હાથને થોડી ગરમી મળે છે.
14. તમારા હાથને મોંથી થોડો દૂર રાખો અને ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ?
15. તમારી આંખ પર ઝોકો વાગ્યો હોય કે કોઈનો હાથ વાગ્યો હોય તો તમે શું કરશો? શા માટે ?
જવાબ:- આંખ પર ઝોકો કે કોઈનો હાથ વાગ્યો હોય ત્યારે કપડાના ટુકડાની કે રૂમાલની ત્રણ- ચાર ગડી કરીને તેની પર ફૂંક મારીશું અને પછી તે કપડું આંખ બંધ કરીને તેની પર મૂકીશું જેથી ગરમાવો લાગે અને દુ:ખાવો ઓછો થઈ જાય.
16. કઠિયારાએ બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત, તો શું થયું હોત?
જવાબ:- કઠિયારાએ બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત.
17. કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતાં-પીતાં શું થાય છે ?
જવાબ:- કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતાં-પીતાં જીભ દાઝી જાય છે.
18. કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને કેવી રીતે ઠંડો કરશો?
જવાબ:- કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને ઠંડો કરવા તેને થોડીવાર મૂકી રાખીશું, ફૂંક
19. જો તમારે આ ત્રણ ગરમ વસ્તુઓ- દાળ રોટલી, ભાત ઠંડી કરવાની હોય તો તે તમે કઈ રીતે કરશો ?
જવાબ:- આ બધા ખોરાકને ખુલ્લી હવામાં કે પંખાની નીચે મૂકીને ઠંડો કરીશું. વળી દાળ ને થાળીમાં રેડીશું ભાતને પણ થાળીમાં મૂકી ચમચીથી તેને છુટા પાડીશું તથા રોટલીના કટકા કરીશું.
20. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરે છે. શું વધારે ગરમ હશે?
જવાબ:- મિનિની ચા તેની ફૂંક કરતાં વધારે ગરમ હશે.
21. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે. શું વધારે ઠંડુ હશે?
22.___વગાડવા આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ.
જવાબ:- સીટી
23.નીચે આપેલી કઇ વસ્તુની સીટીનો અવાજ મોટો આવશે ?
A.ચોકલેટનું રેપર
B.પાંદડું
C.ફુગ્ગો
D. પેનનું ઢાંકણુૃ √
24. ફૂંકનાઉપયોગથી થતાં પાંચ કામ જણાવો.
જવાબ:- ફૂંકના ઉપયોગથી થતાં કામ આ મુજબ છે :
જવાબ:- આપણે મોંમાથી નીકળતી ફૂંકની હવા ભેજવાળી હોય છે, આથી જ્યારે ફૂંક કાચને અડે છે ત્યારે ફૂંકમાં રહેલી પાણીની વરાળ (ભેજ) અરીસાને અડતાં પાણીનાં ટીપાં બને છે, આથી આપણે અરીસા પર ફૂંક મારીએ તો તે ઝાંખો દેખાય છે.
A.ગીટાર
B.પિયાનો
C.શરણાઈ √
D.મૃદંગ
27.__એ ઢોલક જેવું જ વાદ્ય છે.
જવાબ:- મૃદંગ
28.__નો ઉપયોગ મોટેભાગે મદારી કરે છે.
જવાબ:- બિન
29.નીચેનામાંથી કયા વાદ્યમાં તારની મદદથી સૂર નીકળે છે?
A.વાજું
B.ગિટાર √
C.વાંસળી
D.ઢોલક
30.કયા વાદ્યમાં થોડા થોડા અંતરે કાણાં હોય છે?
A.તંબુરો
B.સિતાર
C.ઢોલક
D.વાંસળી √
31.ફૂંકની મદદથી વાગતા હોય તેવા સંગીતનાં સાધનોનાં નામ આપો.
જવાબ:-વાંસળી ,માઉથઓર્ગન,શરણાઈ,બીન ,પીપૂડી વગેરે ફૂંકની મદદથી વાગતા સંગીતનાં સાધનો છે.
32. નીચેનામાંથી કયું સાધન પોલા પીપમાંથી માંથી બનાવવામાં આવે છે?
A.ગીટાર
B.ઢોલક √
C.વાંસળી
D.બીન
33.જોડકા જોડો:
વિભાગ-અ | વિભાગ-બ |
(1)વાંસળી | (A) પડદો ધ્રૂજવાથી વાગે |
(2)ગીટાર | (B) ફૂંક મારવાથી વાગે |
(3)નગારું | (C) તાર ધ્રૂજવાથી વાગે |
જવાબ |
(1) – B |
(2) – C |
(3) – A |
- નીચે આપેલા સંગીતનાં સાધનોનું મોંથી ફૂંક મારવાથી વાગે, પડદો ધ્રુજવાથી વાગે કે તાર ધૂજવાથી વાગેમાં વર્ગીકરણ કરો :
( ઢોલક,સિતારા ,વાંસડી ,નગારું ,મૃદંગ, ગિટાર,માઉથ ઓર્ગન, તંબુરો ,એકતારો, શરણાઇ)
જવાબ:-
-મોથી ફૂંક મારવાથી વાગે :વાસળી, માઉથ ઓર્ગન ,શરણાઈ
-પડદો ધ્રુજવાથી વાગે:- ઢોલક, નગારું,મૃદંગ -તાર ધૂજવાથી વાગે :-સિતાર ,ગિટાર, તંબુરો એકતાર
35.શ્વાસ એટલે શું ?
જવાબ:- વાતાવરણમાં રહેલી હવાને નાખવા માટે શરીરમાં અંદર લેવાની પ્રક્રીયાને શ્વાસ કહે છે .
36.ઉશ્વાસ કોને કહે છે?
જવાબ:- નાક દ્વારા લીધેલી હવા બહાર કાઢવાની કિયાને ઉશ્વાસ કહે છે..
37.મોં દ્વારા કાઢવામાં આવતા ઉશ્વાસ ને __ કહે છે .
જવાબ:- ફૂંક
38. આપણે જ્યારે ઊંડો શ્વાસ લઈએ, છીએ ત્યારે આપણી છાતી __છે
જવાબ :- ફૂલે
39. આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી થોડી સંકોચાય છે.(√કે×)
જવાબ:- √
40. તબીબી સંશોધન અનુસાર સામાન્ય માણસ એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે?
A.15 થી 16
B.12 થી 20 √
C.15 થી 30
D.20 થી 25
41.જ્યારે આપણે કોઈ શ્રમવાળું કાર્ય કરીએ છીએ તે વખતે આપણા શ્વાસોશ્વાસનું પ્રમાણ__ છે.
જવાબ :- વઘે
42. એવી પ્રવૃત્તિઓનાં નામ જણાવો કે જે કરવાથી શ્વાસોશ્વાસની ગતિ (સંખ્યા) વધી જાય છે.
જવાબ:- એકસામટા ઘણા સમય સુધી દોરડા કુદવા ,દોડવું ,દાદરા ચડ-ઊતર કરવા, કૂદકા મારવા, ઊઠ-બેસ કરવી વગેરે પ્રવૃત્તિ ના સમયે શ્વાસોશ્વાસની ગતિ(સંખ્યા) વધે છે.
43.ઘડિયાળની ટિક-ટિક ની જેમ આપણી અંદર પણ __અવાજ સતત થાય છે.
જવાબ:- ધક-ધક
44. હદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે ?
A.ઇયરફોન
B.સ્ટેટોસ્કોપ
C.બાયનોક્યુલર
D.સ્ટેથોસ્કોપ √
45. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત માણસના અંદર દર મિનિટે______હોય છે.
A.12થી18
B.75થી90
C.72થી75 √
D.10થી20
46. કરકસર કર્યા બાદ હદયના ધબકારા ની સંખ્યા વધી જાય છે.(√ કે ×)
જવાબ:- √
47. ગરમ હવા_____જાય છે.
જવાબ:- ઊંચે
48. ઠંડી હવા નીચે આવે છે .(√ કે ×)
જવાબ:- √
49.ગરમ હવા ઊંચે જાય છે, જયારે ઠંડી હવા નીચે આવે છે તે ચકાસો.
જવાબ:-
હેતુ :ગરમ હવા ઊંચે જાય છે, જ્યારે ઠંડી હવા આવે છે તે ચકાસવું.
સાધનો: 10 – 15 સેમી ત્રિજ્યાનો કાગળ ,કાતર ,દોરી ,સળગતી મીણબત્તી કે ગરમ પાણી, પંખો
પદ્ધતિ:- સૌપ્રથમ એક 10- 15 સેમી ત્રિજ્યા વાળો કાગળ લો. હવે ,આ કાગળને સર્પાકાર કાપો. આ સાપના માથાના ભાગે દોરી બાંધો. દોરીને ઉપરથી પકડી રાખો. હવે, હવે આ સાપને સળગતી મીણબત્તી પર કે ગરમ પાણી પર રાખી ઉપરથી જુઓ.સાપ કઈ દિશામાં ફરે છે. તે નોંધો. હવે ,આ સાપને પંખાની નીચે રાખી સાપનું ઉપરથી ફરીથી અવલોકન કરો કે સાપ કઈ દિશામાં ફરે છે. અવલોકન:- ગરમ પાણી કે સળગતી મીણબત્તીથી ઉપર સાપને રાખતાં સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. કારણ કે નીચેની ગરમ હવા ઉપર જાય છે, જયારે પંખા નીચે રાખતાં સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, કારણ કે ઉપર ઠંડી હવા નીચે આવે છે.
નિર્ણય:- ગરમ હવા ઉપરની તરફ જયારે ઠંડી હવા નીચેની તરફ આવે છે