પાઠ નું નામ:
लेखनम
અધ્યયન નિષ્પતિ :
– સ્વર, વ્યંજન અને જોડાક્ષરોનું લેખન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– મૂળાક્ષરોનું ઉચ્ચારણ સાથે લેખન
– મૂળાક્ષરના લખાણમાં જોવા મળતી ભિન્નતા
– સ્વાઘ્યાયના શબ્દો કાવ્યપંકિત, વાકયોનું અનુલેખન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– મૂળાક્ષરોના કાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને માતૃભાષા સાથે સબંધિત મૂળાક્ષરોનું પ્રથમ લેખન કરાવીશ. મૂળાક્ષરોના લખાણમાં ભિન્નતા જોવા મળે છે અને લેખન પ્રત્યે ઘ્યાન દોરીશ. વિદ્યાર્થીઓ મૂળાક્ષરોનું લેખન કરશે. સ્વાઘ્યાયમાં આપેલા શબ્દો, કાવ્ય, વાકયોનું અનુલેખન કરવા જણાવીશ. વિદ્યાર્થીઓ અનુલેખન કરશે.
મૂલ્યાંકન :
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.