ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : ૦૬ આપણી આસપાસ થતાં ફેરફારો
1. ફૂલ ખીલે છે અને થોડા સમય પછી કરમાઈ જાય છે.( √ કે ×)
ઉત્તર:- √
2.વનસ્પતિમાં જોવા મળતા ફેરફાર જણાવો.
ઉત્તર:-(1)છોડની ઊંચાઈ વધે છે.
3. તમારા શરીરમાં થતા કોઈપણ ચાર ફેરફાર જણાવો.
ઉત્તર:-(1) ઉંમર અને સમય સાથે ઊંચાઈમાં વધારો થાય અને અટકે છે.
4. તમારા વાળની લંબાઈમાં અમુક સમયના અંતરે___ થાય છે.
ઉત્તર :- વધારો
5. તમારું વજન તમે મોટા થાવ તેમ___ છે.
(B) ઘટે
(C) શૂન્ય
(D) કોઈ ફેરફાર ના થાય
6. તમારી આસપાસ થતા કોઈ પણ છ ફેરફાર જણાવો.
ઉત્તર :- આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ પોતાની આસપાસ થતા ફેરફારોને આધારે લખવો.
7. ફુગ્ગામાં હવા ભરવાથી તેના આકાર અને કદમાં શું ફેરફાર થાય છે, તે જણાવો.
ઉત્તર : હવાને કદ છે એટલે કે તે જગ્યા રોકે છે. ફુગ્ગામાં હવા ભરતો ફુગ્ગો ફુલીને મોટો બને છે. એટલે કે તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે. જેમાં આકાર બદલાય છે અને કદ વધે છે.
8. કાગળને વાળીને બનાવેલ રમકડું પાછું કાગળમાં પરિવર્તિત થઈ શકે છે. (√ કે X)
ઉત્તર:- √
9. લોટની કણકનો એક પીંડો બનાવો.તેમાંથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો. જો રોટલીના આકારથી તમે ખુશ ના હોય તો…..
(A) રોટલીને ફરીથી પીડામાં પરિવર્તિત કરી શકાશે. √
(B) રોટલીને ફરીથી પીડામાં પરિવર્તિત નહીં કરી શકાય
(C) પીંડી અને રોટલી ભેગી ન થાય
(D) આપેલ પૈકી એક પણ નહી
10. ફુગ્ગામાં હવા ભરીને તેની ઉપર ટાંકણી મારતાં શું થાય છે ?
ઉત્તર:- હવા જગ્યા રોકે છે. ફુગ્ગામાં હવા ભરતાં તેના આકાર અને કદ બદલાય છે પછી તેના પર ટાંકણી મારતાં હવા કાણામાંથી બહાર નીકળી જાય છે. તેથી ફુગ્ગો પોતાનો મૂળ આકાર અને મૂળ કદ પાછા પ્રાપ્ત કરે છે.
11. પેન્સિલ તથા રબરનો સતત ઉપયોગ કરતાં તેમાં શું ફેરફાર થાય છે ?
ઉત્તર:- પેન્સિલ તથા રબરનો સતત ઉપયોગ કરવાથી ઘસારો થવાથી પેન્સિલની લંબાઈના અને રબરના આકાર અને કદમાં ફેરફાર થાય છે.
12. માટીનાં વાસણોને ભઠ્ઠીમાં શેક્યા પછી જ વાસણ તૈયાર થાય છે. હવે આ ફેરફારને ઊલટાવી શકાય છે. (√ કે ✖)
ઉત્તર:- ×
13. આપેલા ફેરફારો ઉલટાવી શકાય કે ઉલટાવી ન શકાય તે મુજબ વર્ગીકરણ કરો:
ઉત્તર :
● ઉલટાવી ન શકાય તેવા ફેરફારો: અનાજમાંથી બનાવેલો લોટ, કળીમાંથી ફૂલ, દૂધમાંથી પનીર, ખાંડનું પાણીમાં ઓગળવું, ખોરાક રાંધવો ,કેરીનું પાકવું,દૂધમાંથી દહીં બનવું.
14. ગુંદેલી માટીમાંથી ચાકડા પર કાચું માટલું બનાવવું ઉલટાવી શકાય તેવો, જ્યારે કાચા માટલામાંથી પાકું માટલું બનાવવું તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.- સમજાવો
ઉત્તર:- ગુંદેલી માટીમાંથી ચાકડા પર બનાવેલા કાચાં માટલાને તોડીને ગુંદેલી માટીમાં પાછું ફેરવી શકાય છે.માટે આ ક્રિયા ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કાચા માટલામાંથી ભઠ્ઠામાં પકવ્યા બાદ પાકું માટલું છે. આ પાકા માટલાને મૂળ કાચા માટલામાં ફેરવી શકાય નહીં,કારણ માટીનું બંધારણ બદલાઇ જાય છે. તેથી કાચા માટલામાંથી માટલું બનવું એ ઊલટાવી ન શકાય તેવા ફેરફાર છે.
15. ઊનના દોરામાંથી ગૂંથેલુ સ્વેટર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે; કારણ કે….
ઉત્તર:- ઊનના દોરાને ગૂંથીને સ્વેટર બનાવવામાં આવે છે. આ સ્વેટરમાંથી ઊનનો દોરો ખેંચતા તે ઊકલી જઈને દોરા સ્વરૂપે મળે છે. આમ ઊનના દોરામાંથી ગૂંથેલું સ્વેટર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
16. પીગળેલા આઇસક્રીમને ફરીથી જમાવી શકાય છે.(√ કે ×)
ઉત્તર:- √
17. જ્યારે તમે પાણી ભરેલા વિસ્તારમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઇમાં ઘટાડો કરો છો.શું આ ફેરફાર ઉલટાવી શકાય છે.
ઉત્તર:- હા, કારણ કે વાળેલો કે ખેંચેલો પોશાક ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે.
18. તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે અને તૂટી જાય છે. તમે ક્યારેક આવો ફેરફાર ઈચ્છતા ન હતા.શું તમે આ ફેરફાર ઉલટાવી શકો છો?
ઉત્તર:- ના તૂટી ગયેલાં રમકડાંને ફરીથી તેના મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. એટલે ઊલટાવી શકતાં નથી.
ઉત્તર:- જો ચિત્ર પેન્સિલથી દોરવામાં આવ્યું હોય,તો ભૂંસી શકાય પણ વોટર-ક્લર્સ,સ્કેચપેન, વેક્સ ક્લર્સ વડે દોરીએ તેને રબર ભૂંસી શકાય નહીં. આમ તેને ઉલટાવી ન શકાય.
20.માટી ખોદવાવાળાં ઓજારોમાં લાકડાનો હાથો કેવી રીતે ફિટ કરવામાં આવે છે ?
ઉત્તર:-આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય હોય છે. આ વલયમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. લાકડાના હોથાનો વ્યાસ આ વ્યાસ આ વલયના વ્યાસ કરતાં મોટો હોય છે. લોખંડના વલયને ગરમ કરતાં તેનો વ્યાસ વધે છે જેમાં લાકડાનો હાથો સરળતાથી ફિટ કરવામાં આવે છે. લોખંડનું વલય ઠંડુ પડતા તેનો વ્યાસ નાનો બને છે અને લાકડાનો હાથા પર ચુસ્ત રીતે બેસી જાય છે.
21. બળદગાડાનાં લાકડાંનાં પૈડાં પર___વાટ ફિટ કરવામાં આવે છે.
(A) પ્લાસ્ટિકની
(B) લાકડા ની
(C) લોખંડની √
(D) સોનાની
22. ધાતુની વાટને લાકડાનાં પૈડાંના ઘેરાવાથી સહેજ__ બનાવવામાં આવે છે.
23. ગાડાના પૈડાંની ફરતે ધાતુની પટ્ટી લગાડવા પટ્ટીને ગરમ કરવામાં આવે છે, કારણ કે …
ઉત્તર:- ગાડાના પૈડાં પર ચડાવાતી વાટ (ધાતુની પટ્ટી) નો વ્યાસ ગાડાના પૈડાં કરતાં નાનો રાખવામાં આવે છે. તેને ગરમ કરતા તેનુ કદ વધે છે. અને સરળતાથી પૈડાં પર ફિટ થાય છે. જેમ જેમ વાટ ઠંડી પડે તેમ તેમ તેનો વ્યાસ ઓછો થાય છે અને ગાડાના પૈડા પર ચુસ્ત બેસી જાય છે. આમ પટ્ટીનું કદ વધારવા પટ્ટીને ગરમ કરવામાં આવે છે.
24. ધાતુની વાટને ગરમ કરતાં નીચેનું કયું વિધાન ખોટું છે ?
(A) ધાતુની વાટનું માપ વધી જશે.
(B) ધાતુની વાટ ઠંડી પડતાં તેના મૂળ માપમાં પાછી આવે છે.
(C) આ કિસ્સામાં ફેરફાર ઉલટાવી શકાય છે.
(D) ધાતુની વાટના આકારમાં ફેરફાર થાય છે અને તે ફેરફાર ઉલટાવી શકાય નહીં. √
25. બરફને ગરમ કરતાં…..
(A) બરફ પીગળી જાવ છે √
(B) તે વધારે કઠણ થાય છે.
(C) બરફમાંથી આઇસ્ક્રીમ બને છે.
(D) આપેલ તમામ
26.પાણીને સતત ગરમ કરતાં શું થાય છે, તે જણાવો.
ઉત્તર : પાત્રમાં પાણી ભરી તેને સતત ગરમ કરતાં પાણીનુ બાપ્પમાં રૂપાંતર થાય છે. અને પાણીનું પ્રમાણ ઓછું થાય છે. ધીમે ધીમે બધા જ પાણીની વરાળ થઈ જાય છે.
27. મીણબત્તીને સળગાવ્યા પછી થોડીવાર પછી તેની લંબાઈમાં વધારો થાય છે. ( √કે X)
ઉત્તર:- ×
ઉત્તર : અગરબત્તી ધીમે ધીમે સળગે છે ત્યારે બાષ્પશીલ પદાર્થો વાયુ સ્વરૂપે ફેલાય છે અને અંતે રાખ વધે છે.
29. મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે. કેવી રીતે ?
ઉત્તર:- મીઠાને પાણીમાં ઓગાળવાથી દ્રાવણ બને છે. આ દ્રાવણને ગરમ કરતાં પાણી ધીમે ધીમે બાષ્પમાં ફેરવાય છે, જેનું ઘનીભવન કરતા પાણી મળે છે. જ્યારે મીઠું દ્રાવણમાંથી છૂટું પડીને પાત્રના તળિયે પન સ્વરૂપે એકઠું થાય છે. આમ મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઊલટાવી શકાય છે.
30. દૂધમાંથી દહીં બને છે અને દહીમાંથી દૂધ બનાવવામાં આવે છે. (√ કે X)
ઉત્તર:- ×
31. એક ફુગ્ગામાં ફૂંક મારતાં તેમાં થતો ફેરફાર એ__છે.
(A) ભૌતિક અને ઝડપી ફેરફાર
(B) રાસાયણિક અને ધીમો ફેરફાર
(C) ભૌતિક અને ધીમો ફેરફાર √
(D) રાસાયણિક અને ઝડપી ફેરફાર
ઉત્તર:-સિમેન્ટ અને પાણીનું મિશ્રણ થવાથી સિમેન્ટ કઠણ બની જામી જાય છે. તેમાંથી બંને ઘટકોને છૂટા પાડી કરી મેળવી શકાતા નથી.એટલે કે આ ફેરફારને ઉલટાવી શકાતો નથી.
33. લોખંડને ગરમ કરતાં તેમાં શું ફેરફાર થાય છે ?
ઉત્તર : લોખંડ સામાન્ય રીતે કઠણ હોય છે. તેની ટીપવાથી તેમાં ફેરફાર થતો નથી. પરંતુ લોખંડને લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરવાથી તે નરમ બને છે અને તેને ટીપીને તેને યોગ્ય આકાર આપી શકાય છે.
34. દીવાસળીને સળગાવવાથી તેમાં શું ફેરફાર થાય છે ? તે કેવો ફેરફાર છે ?
ઉત્તર:- દીવાસળીને સળગાવવાથી તે પ્રકાશ અને ઉષ્મા મુક્ત કરે છે. તેના પર લગાડેલું રસાયણ સળગે છે, દિવાસળીની સળીનું કદ નાનું બને છે અને છેલ્લે કાળા-સફેદ-ભૂખરા રંગમાં ફેરવાય છે વળી ફરીથી દીવાસળી બનાવી શકાતી નથી.
35. પ્લાસ્ટર ઑફ પૅરિસમાંથી કોઈ મૂર્તિ બનાવીએ અને મૂર્તિ સૂકાઈ જાય તો તે ફેરફારને ઉલટાવી શકાય કે નહિ ? સમજાવો.
ઉત્તર : પ્લાસ્ટર ઓફ પેરિસને ભીનો કરી મૂર્તિ બનાવી શકાય છે. પણ તે સુકાઈ ગયા પછી કઠણ બની જાય છે તેથી ફરીથી તેમાંથી પ્લાસ્ટર ઓફ પૅરિસ મેળવી શકાતું નથી.
36. મીણબત્તીને સળગાવતાં તેની લંબાઈમાં થયેલ પરિવર્તન ઉલટાવી શકાતું નથી, જ્યારે મીણને ગરમ કરતાં તેના સ્વરૂપમાં થતું પરિવર્તન ઉલટાવી શકાય તેવું હોય છે – સમજાવો.
ઉત્તર:- મીણબત્તીને સળગાવતા તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે, એ સળગીને પ્રકાશ, ઉષ્મા આપે છે. જેથી મીણ વપરાય છે. આમ તેના કદમાં સતત ઘટાડો થાય છે. અને મીણબત્તી પાછી મૂળ સ્વરૂપમાં મળતી નથી. એક પાત્રમાં મીણ લઈ તેને ગરમ કરતાં તે પીગળી ને પ્રવાહીમાં ફેરવાય છે પણ દહન થતું નથી. તેથી તેને ઠંડું પાડીને મૂળ મીણમાં ફેરવી શકાય છે.
(A) બરફમાંથી પાણી બનવું
(B) પાણીમાંથી વરાળ બનવું
(C) મીણનું પીગળવું
(D) મીણબત્તીને સળગાવતા તેની લંબાઈમાં થતો ઘટાડો √
38. નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
(A) શેરડીમાંથી રસ કાઢવો
(B) વરાળમાંથી પાણી બનવું √
(C) બીજમાંથી છોડ બનવો
(D) અગરબત્તીનું સળગવું
ઉત્તર:- કાગળ ઉપર વિમાન, ફૂલ કે અન્ય ચિત્ર દોરો . હવે રેખાચિત્રની બહારની કિનારીએ કાગળને કાપો. જે આકાર કપાયો તેને ફરીથી મૂળભૂત કાગળના આકારમાં ફેરવી શકાતો નથી. માટે તેને ન ઉલટાવી શકાય તેવો ફેરફાર કરી શકાય.
40. ઉદાહરણ આપીને ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર :- પાણીને ઠંડું કરીને બરફ મેળવી શકાય છે અને બરફના પીગળવાથી પાણી મળી શકે છે. માટે આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
કાગળની ગડી વાળીને વિમાન બનાવ્યા પછી, ગડી ખોલીને મૂળ કાગળ મેળવી શકાય છે તેથી તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
જો કાગળને કાતર વડે કાપીને વિમાન બનાવવામાં આવે તો કપાયેલા કાગળમાંથી મૂળ કાગળ મળતો નથી. જે ઉલટાવી શકાય નહીં તેવી ફેરફાર છે.
દૂધમાંથી દહીં બન્યા પછી દહીંમાંથી દૂધ બની શકતું નથી. માટે આ ફેરફાર ઉલટાવી શકાય નહીં.
41. લુહારને ક્યારેય ઓજાર બનાવતા જોયા છે ? તે લોખંડનાં ઓજાર કેવી રીતે બનાવે છે; તે તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :- લોખંડને લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરતા તે નરમ થાય છે. આ વખતે લુહાર તેને ટીપી ટીપીને ઓજાર બનાવવા માટેના યોગ્ય આકારમાં ફેરવે છે. તપાવે છે, ટીપે છે, તપાવે ટીપે છે. જેથી લોખંડના ટુકડાને ઓજાર માટેનો યોગ્ય આકાર આપી શકાય.
42. પદાર્થને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે, તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર:- (1) પદાર્થને ગરમ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય તેના ઉદાહરણ આ મુજબ છે : અગરબત્તીને ગરમ કરવાથી તેમાંના બાષ્પશીલ દ્રવ્યો હવામાં ફેલાતાં સુગંધ આવે છે અને અંતે થોડી રાખ મળે છે. એટલે કે નવા પદાર્થો મળે છે. લાલચોળ લોખંડને ટીપીને આકાર મેળવી શકાય છે. માખણને ગરમ કરવાથી ઘી છૂટું પડે છે.
(2) પદાર્થમાં અન્ય પદાર્થનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય તેનું ઉદાહરણ આ મુજબ છે : દૂધમાં દહીં મેળવણ સ્વરૂપે મૂકવાથી દૂધ દહીંમાં ફેરવાય છે.
43. પદાર્થને ગરમી આપતાં તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. ક્યારેક આ ફેરફાર ઉલટાવી શકાય તેવો અને ક્યારેક આ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો હોય છે. આ બાબત ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર : દૂધને ગરમ કરી રાખી મૂકવાથી તે પાછું ઠંડું પડી જાય છે. જેને ફરીથી ગરમ કરી શકાય છે. આમ તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. દૂધને મેળવવામાં આવે તો તે ધીમે ધીમે દહીંમાં ફેરવાય છે. દહીંમાંથી ફરીથી દૂધ મેળવી શકાતું નથી. આ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો છે. લોખંડને ગરમ કરી તેને ટીપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. પણ બનાવેલા ઓજારમાંથી ફરી લોખંડનો ટુકડો પણ બની શકે છે. આમ, તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. જ્યારે અગરબત્તીને સળગાવતાં તેમાંથી ધુમાડો અને રાખ બને છે, જેમાંથી પાછી અગરબત્તી મેળવી શકાતી નથી. જે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. આમ, પદાર્થને ગરમી આપતા ક્યારેક ફેરફાર ઉલટાવી શકાય છે અને ક્યારેક ફેરફાર ઉલટાવી ન શકાય તેવા હોય છે.