1. વિદ્યુતનો ઉપયોગ ક્યાં ક્યાં કાર્યો કરવામાં થાય છે
જવાબ :-
 (1)કૂવાઅઓમાંથી પંપ દ્વારા પાણી ખેંચવા માટે, જમીન પરની ટાંકીમાંથી પાણીને ઓવરહેડ પહોંચાડવા માટે, (2) ઘરઘંટી વડે આનાજ દળવા માટે, (3) લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા.(4) ઘરમાં, ઓફિસોમાં, કારખાનાઓમાં પ્રકાશ મેળવવા માટે, (5) મિક્સર એ.સી.,વોશિંગ મશીન, રેફ્રીજરેટર, સ્ત્રી, જેવા સાધનો ચલાવવા માટે થાય છે.

2. વીજળી ન હોય તેવા સંજોગોમાં રાત્રે ટોર્ચ કામમાં આવે છે.(√ કે × )
જવાબ:-
 √

3. ટોર્ચમાં વીજળી ક્યાંથી મળે છે ?
જવાબ :-
 ટોર્ચમાં રાખેલા વિદ્યુતકોષમાંના રાસાયણીક પદાર્થોની અને રાસાયણિક ઊર્જા નું વિદ્યુતઉર્જામાં રૂપાંતર થાય છે. જેથી ટોર્ચને વીજળી મળે છે.

4. વિદ્યુત આપતૂં સાધન _________ છે.
A.ગેસ – સ્ટવ
B. થર્મોમીટર
C. વિદ્યુતકોષ      √
D. ટેસ્ટ

5. વિદ્યુતકોષનો ઉપયોગ થતો હોય તેવી વસ્તુઓનાં નામ જણાવો.
જવાબ:- 
ટોર્ચ,ઘડિયાળ ,કૅમેરા, રેડીયો તથા ટી.વી., એ.સી.વગેરેના રિમોટ કન્ટ્રોલમાં વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે.

6. વિદ્યુતકોષની કેપ એ તેનો ધન ધ્રુવ છે. ( √ કે ×)
જવાબ:- 

7. વિધુતકોષનો ધાતુની ડિસ્કવાળો ભાગ કર્યો ટર્મિનલ છે?
જવાબ:-
 વિધુતકોષમાં ધાતુની ડિસ્કવાળો ભાગ ઋણ ( – )ટર્મિનલ છે.

8. વિદ્યુતકોષમાં ____ ટર્મિનલ ( ધ્રુવ) હોય છે.
જવાબ:-
 બે

9. વિદ્યુતકોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે?
જવાબ:- 
વિદ્યુતકોષ તેમાં રહેલા રાસાયણિક પદાર્થોમાંથી વીજળીઉત્પન્ન કરે છે. રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન (e–)અને પ્રોટોન( p+) ના વાહનને કારણે વીજળી ઉત્પન્ન થાય છે.

10. વિદ્યુતકોષ ક્યારે વીજળી આપ તો બંધ થઈ જાય છે?
જવાબ :-
 વિદ્યુતકોષ તેમાં રહેલા રાસાયણિક પદાર્થો વપરાય જાય ત્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે.

11. વિદ્યુત કોષ નો સિદ્ધાંત જણાવો.
જવાબ :-
 રાસાયણિક ઉર્જાનું વિદ્યુત-ઉર્જામા રૂપાંતર.

12. વિદ્યુતકોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવી ટૂંકમાં સમજૂતી આપો.
જવાબ :- 
આકૃતિ:-


જવાબ :- 
ધાતુના (જસત) પાત્રમાં MnO2, ZnCI2, NH4Cl જેવા રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. જે સીલ કરેલા જસતના પાતળી બહાર ટોચ પર ધાતુઓને ટોપી ધરાવે છે. જેને ધન (+) ટર્મિનલ કહે છે. નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે. જેને ઋણ ( – )ટર્મિનલ કહે છે. વિદ્યુતકોષમાંના સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુતકોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. જેથી તે નકામો બની જાય છે અને તેના સ્થાને નવો વિદ્યુત કોષ બદલાવો પડે છે.

13. વિદ્યુતકોષમાં ધન ધ્રુવ તરીકેની ધાતુ કેપ _____ સળિયા જોડે જોડાયેલી હોય છે.
A. જસત
B. એલ્યુમિનિયમ
C.કાર્બન      √
D.લોખંડ

14. વિદ્યુતકોષમાં કાર્બનના સળિયા અને જસતના પડની વચ્ચે કયા રાસાયણિક પદાર્થો હોય છે ?
જવાબ:-
 વિદ્યુતકોષમાં કાર્બનના સળિયા અને જસતના પડની વચ્ચે મેંગેનીઝ ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ જેવા રાસાયણિક પદાર્થો હોય છે.

15. વ્યાખ્યા આપો: ફિલામેન્ટ
જવાબ:-
 પ્રકાશ ઉત્પન્ન કરતાં બલ્બના બે મોટા તાર વચ્ચે રહેલાં પાતળા તારને ફિલામેન્ટ કહે છે .

16. ટોર્સના બલ્બની રચના આકૃતિ દોરી સમજાવો.
આકૃતિ:-

જવાબ:- કાચના ગોળાની અંદરના ભાગમાં પાતળો ગૂંચળામય તાર હોય છે. જેને ફિલામેન્ટ કહે છે. ટોર્ચને ચાલુ કરતાં બલ્બની રચનામાંનો આ ભાગ પ્રકાશિત થાય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલ હોય છે. જે મોટા તાર ફિલામૅન્ટને આધાર પૂરો પાડે છે બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પરના ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. બીજો તારા આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવાયેલા હોય છે.

17. ટોર્ચના બલ્બને________ધ્રુવ હોય છે.
A.1
B.2      √
C.3
D.4

18. બલ્બના બંને ટર્મિનલ એકબીજાને અડકે તે રીતે રાખવામાં આવે છે.(√ કે ×)
જવાબ:-
 ×

19. વિદ્યુતકોષના બંને ટર્મિનલને એક વાહક તારથી જોડીને ન રાખવા જોઈએ, કારણકે…. 

જવાબ:- વિદ્યુતકોષમાં બંને ટર્મિનલને એક જ વાહકતારથી જોડીને રાખવાથી તેમાં રહેલાં રાસાયણિક પદાર્થો ઝડપથી વપરાઈ જાય છે અને કામ કરવાનું બંધ કરે છે, અને તે નકામો બની જાય છે.

20.નીચેની આકૃતિઓમાં દર્શાવવામાં આવેલા પરિપતથમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત સમજાવો:
આકૃતિ:-


જવાબ:- આકૃતિ (A) માં બળ અને વિદ્યુતકોષ યોગ્ય રીતે જોડાયેલા હોવાથી બલ્બ પ્રકાશિત થાય છે.
આકૃતિ (B) માં વિદ્યુતકોષ યોગ્ય રીતે જોડાયેલ છે. પરંતુ બલ્બમાં બંને છેડાઓ એક જ ટર્મિનલ પર જોડાયેલા હોવાથી પરિપથ પૂર્ણ ન થતાં બલ્બ પ્રકાશિત થશે નહીં.
આકૃતિ (C) માં વિદ્યુતકોષ અને બલ્બ વચ્ચે દર્શાવેલ પરિપથ પૂર્ણ નથી. આથી, બલ્બ પ્રકાશિત થશે નહીં.
આકૃતિ (D) માં બલ્બના બંને છેડા વિદ્યુત- કોષ ના એક જ તરફ જોડાયેલા છે જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં.

21. વ્યાખ્યા આપો: વિદ્યુત પરિપથ
જવાબ:-
 વિદ્યુતપ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે.

22. વિદ્યુત પરિપથ _________હોય ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે.
જવાબ:- 
પૂર્ણ

23.વિદ્યુત પરિપથમાં જોડેલ બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય છે, જ્યારે પરિપથમાં ____પસાર થાય છે.
જવાબ:-
 વિદ્યુતપ્રવાહ

24.વિદ્યુત- પરિપથમાં વિદ્યુતપ્રવાહની દિશા કઈ તરફ હોય છે?
જવાબ:- 
વિદ્યુત -પરિપથમાં વિદ્યુતપ્રવાહની દિશા વિદ્યુતકોષના ધન(+) ટર્મિનલથી ઋણ(-) ટર્મિનલ તરફ હોય છે.

25. વિદ્યુત- પરિપથ ક્યારે પૂર્ણ થયો કહેવાય? 

જવાબ:- જ્યારે વિદ્યુત- કોષના બે ટર્મિનલ, બલ્બના બે ટર્મિનલ સાથે યોગ્ય રીતે જોડાયેલાં હોય અને બલ્બ પ્રકાશિત થાય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય.

26. વિદ્યુત બલ્બનો ________તૂટી ગયેલો હોય તો તેને ‘ઊડી ગયેલો બલ્બ’કહે છે.
જવાબ:- 
ફિલામેન્ટ

27. ફ્યૂઝડ બલ્બને પરિપથમાં યોગ્ય રીતે જોડવા છતાં તે પ્રકાશિત થતો નથી, કારણ કે…..
જવાબ:- 
એ ફ્યુઝડ બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોવાથી વિદ્યુત- પરિપથ પૂર્ણ થતો નથી. આથી, તેમાં વિદ્યુતપ્રવાહનું વહન થતું નથી. તેથી તેને પરિપથમાં યોગ્ય રીતે જોડવા છતાં તે પ્રકાશિત થતો નથી.