ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : ૧૫ આપણી આસપાસની હવા
1. દરેક____ ને હવાની જરૂર છે.
ઉતર : સજીવ
2. હવાને જોઈ શકાતી નથી પરંતુ તેની હાજરી અનુભવી શકાય છે. ( ✓ કે X )
ઉત્તર : ✓
3. પવન એટલે શું ?
ઉત્તર : ગતિશીલ હવાને પવન કહે છે. હવા જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ત્યારે તેને પવન કહે છે.
4. ________ દરમ્યાન પવન ખૂબ જ ઝડપથી ફુકાય છે.
ઉત્તર : વાવાઝોડા
5. પવનની દિશા સૂચવનારા સાધનને___ કહે છે.
(A) વાયુયંત્ર
(B) વાયુયાને
(C) વેધર – કૉક ✓
(D) પવન – કૉક
6. હવા જગ્યા રોકે છે , તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો .
પદાર્થ : પાણી , સાંકડા મોંવાળી કાચની શીશી , કાચનું પાત્ર.
આકૃતિ :

પદ્ધતિ : એક પહોળા મોંવાળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડાં મોંવાળી કાચની શીશીને તેમાં ઊંઘી ધીમે ધીમે દાખલ કરો. પાણી શીશીમાં દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે શીશીને પાણીમાં સહેજ ત્રાંસી કરો. બંને વખતના અવલોકન પરથી શું કહી શકાય.
અવલોકન : ઊંધી રાખેલી શીશીમાં પાણી દાખલ થતું નથી. શીશીને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને શીશીમાં પાણી દાખલ થાય છે. જયાં સુધી શીશીમાં હવા હતી , ત્યાં સુધી પાણી શીશીમાં દાખલ થતું નથી.
નિર્ણય : હવા જગ્યા રોકે છે.
7. હવાના ભૌતિક ગુણધર્મો જણાવો.
ઉત્તર : (1) હવા વિવિધ વાયુઓનું મિશ્રણ છે.
ઉત્તર : આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું છે , જેને વાતાવરણ કહે છે.
9. પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને________કહે છે.
ઉત્તર : વાતાવરણ
10 . પર્વતારોહકો પર્વતારોહણ સમયે પોતાની સાથે ઑક્સિજન સિલિન્ડર લઈ જાય છે , કારણ કે …
ઉત્તર : પૃથ્વીની સપાટીથી નજીકની હવામાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય છે. પરંતુ પર્વત પર ઊંચાઈએ જતાં ધીમે ધીમે ઓક્સિજનના પ્રમાણૌમાં ઘટાડો થતો જાય છે. આથી , પર્વતારોહકો પર્વત આરોહણ સમયે ઑક્સિજન સિલિન્ડર સાથે રાખે છે જેથી પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે.
11. હવા એ સંયોજન છે. ( ✓ કે X )
ઉત્તર : ×
12 . હવા ___________છે.
(A) તત્ત્વ
(B) સંયોજન
(C) મિશ્રણ ✓
(D) વરાળ
13. હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે ? આમ થવાનું કારણ જણાવો.
ઉત્તર : હવામાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે. આ હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે ભેજ ઠંડો પડી પાણીના સૂક્ષ્મ ટીપાંમાં ફેરવાઇ જાય છે. આમ , હવામાં રહેલો ભેજ ઠંડી સપાટીના સંપર્કમાં આવતા ઠંડો પડીને પાણીમાં ફેરવાય છે.
14. હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે ?
(A) ભેજ ✓
(B) ઝાકળ
(C) ધુમાડો
(D) પાણી
ઉત્તર : ✓
(A) કાર્બનચક્ર
(B) ઑક્રિસજન ચક
(C) જળચક્ર ✓
(D) નાઇટ્રોજન ચક્ર
17. દહન માટે હવા જરૂરી છે , તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
પદાર્થ : કાચનો પ્યાલો, મીણબત્તી, દીવાસળીની પેટ
પદ્ધતિ : સમતલ સપાટી પર મીણબત્તી સળગાવીને ઊભી ગોઠવો. હવે તેના પર કાચનો પારદર્શક પ્યાલો ઊંધો ઢાંકી દો. થોડા સમય પછી અવલોકન કરો.
નિર્ણય : દહન માટે હવા (ઑક્સિજન) જરૂરી છે.
(A) ઑક્સિજન ✓
(B) કાર્બન ડાયૉક્સાઇડ
(C) નાઇટ્રોજન
(D) આપેલ તમામ
19. હવામાં રહેલો કયો વાયુ દહનપોષક છે ?
ઉતર : હવામાં રહેલો ઑક્સિજન વાયુ દહનપોષક વાયુ છે.
(A) 2/3
(B) 3/4
(C) 4/5 ✓
(D) 1/2
21. નાઇટ્રોજન દહનપોષક વાયુ છે. ( ✓ કે × )
ઉત્તર : ×
22. કારણ આપો : બંધ રૂમમાં પદાર્થ સળગાવવાથી ગૂંગળામણ અનુભવાય છે.
ઉત્તર : જયારે કોઈ પદાર્થ સળગાવવામાં આવે ત્યારે હવામાનો ઑક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બંધ રૂમમાં પદાર્થ સળગાવવાથી ઉત્પન્ન થયેલો CO2 બહાર જતો નથી અને નવો ઑક્સિજન દાખલ થતો નથી. આથી શ્વાસોચ્છવાસની ક્રિયા , પૂરતો ઑક્સિજન ન મળતા સરળતાથી થઈ શક્તી નથી અને ગૂંગળામણ અનુભવાય છે.
23. વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી____ વાયુ વપરાય છે જ્યારે____ વાયુ ઉત્પન્ન થાય છે.
(A) નાઇટ્રોજન , ઑક્સિજન
(B) ઓકિસજન , નાઇટ્રોજન
(C) ઓરિજન , કાર્બન ડાયોક્સાઇડ ✓
(D) કાર્બન ડાયોક્સાઇડ , નાઇટ્રોજન
24. મોં વડે હવા લેવાથી શું થાય છે ?
ઉત્તર : મોં ખુલ્લું રાખી હવા ( શ્વાસ ) લેવાથી હવામાં રહેતાં તમામ વાયુઓ, ધૂળના રજકણો, સૂક્ષ્મજીવો, ધુમાડાનાં રજકણો વગેરે અંદર પ્રવેશે છે. જેનાથી શારીરિક સ્વાસ્થ જોખમાય છે.
25. હવામાં ધૂળ અને ધુમાડો કેવી રીતે ઉમેરાય છે ?
ઉત્તર : વિવિધ વાહનોમાં વપરાતાં બળતષ્ણના દહનથી અને કચરાનું દહન થવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે. કારખાનાં અને ઉદ્યોગોમાંથી સર્જાતા ધુમાડો લાંબી ચીમની દ્વારા હવામાં ઉમેરાય છે. તેમજ પવનના કારણે હલકાં ધૂળના રજકણો હંમેશા હવામાં હાજર હોય છે. ખોદકામ , બાંધકામ થતાં હોય ત્યારે ધૂળના રજકણો ઉમેરાય છે.
26. હવામાં કયા પ્રકારનાં ઘન રજકણો છે ?
(A) ધૂળનાં રજકણો
(B) ફૂલોની પરાગરજ
(C) ધુમાડો
(D) આપેલ તમામ ✓
27. ફૅક્ટરીઓની ચીમની લાંબી રાખવામાં આવે છે, કારણ કે ….
ઉત્તર : ફૅક્ટરીઓમાં વિવિધ પ્રકારનાં બળતણ વપરાય છે તથા રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. જેનાથી ધુમાડો દૂષિત વાયુઓ , રજકણો વગેરે ઉત્પન્ન થાય છે. જેને ચીમની દ્વારા હવામાં ઊંચે મુક્ત કરવામાં આવે છે. જે વાતાવરણમાં ઊંચે જતાં રહે છે જેથી આપણા અને અન્ય સજીવોના શ્વાસમાં જતા રોકી શકાય છે અને આરોગ્ય જોખમાતું નથી.
28. હવામાં રજકણોનું પ્રમાણ દરેક સ્થળે એકસરખું હોય છે. ( ✓ કે × )
ઉત્તર : ×
29. નાકની અંદર રહેલા___અને____ ધૂળને શ્વસનતંત્રમાં જતાં અટકાવે છે.
ઉતર : સૂક્ષ્મ વાળ ‚ શ્લેષ્મ
30. હવામાં_____ ભાગ નાઇટ્રોજન વાયુનો છે.
(A) 21 %
(B) 78 % ✓
(C) 99 %
(D) 0.03 %
31. હવાનું બંધારણ એટલે શું ?
ઉત્તર : હવાનું બંધારણ એટલે હવાની રચના , તે કેવી રીતે અને શાની બનેલી છે. તે હવાના બંધારણમાં 78 % નાઇટ્રોજન , 21 % ઓક્સિજન, 1 % CO2, પાણીની વરાળ , ધૂળના રજકણો અને અન્ય વાયુઓ હવાનું બંધારણ ઘડે / રચે છે.
32. હવામાં ઓક્સિજનનું પ્રમાણ________% છે.
(A) 21 ✓
(B) 78
(C) 99
(D) 0.03
33. હવામાં ઓક્સિજન અને નાઈટ્રોજન સિવાયના વાયુઓ અને રજકોણનું પ્રમાણ ___ % હોય છે.
ઉત્તર : 1%
(A) 99 % ✓
(B) 70 %
(C) 100 %
(D) 21 %
35. બારીના પારદર્શક કાચને નિયમિત સાફ કરવામાં ન આવે તો તે ધૂંધળા થઈ જાય છે , કારણ કે ….
ઉત્તર : બારીની બહારની સપાટી બહારની હવા , વાતાવરણ સાથે સંપર્કમાં આવે છે. ઠંડકના કારણે ભેજ જમા થાય છે. તથા વાતાવરમાં ધૂળના રજકણો , અન્ય પદાર્થો બારીના કાચ પર જમા થાય છે. તેથી તે નિયમિત સાફ કરવામાં ન આવે તો ધંધળા થઈ જાય છે.
36. અમુક ચોક્કસ કિસ્સાઓમાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાની સલાહ આપવામાં આવે છે , કારણ કે ….
ઉત્તર : પદાર્થના દહન માટે હવા / ઓક્સિજન જરૂરી હોય છે. ચોક્કસ કિસ્સાઓમાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાથી સળગતા પદાર્થનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે. આથી , દહન પ્રક્રિયા ધીમી પડી બંધ થાય છે. આમ , હવા સાથેનો સંપર્ક તોડવા સળગતા પદાર્થને ધાબળાથી લપેટવામાં આવે છે.
ઉત્તર : દ્રાવ્ય હવા
38. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે ?
ઉત્તર : વાતાવરણમાનો ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.
39. પાણીમાં રહેતાં સજીવો ઑક્સિજન ક્યાંથી મેળવે છે ?
40. જમીનમાં રહેતાં સજીવો અન નસ્પતિનામૂળ હવા ક્યાંથી મેળવે છે ?
ઉત્તર : જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિનાં મૂળ જમીનનાં કણોના અવકાશ વચ્ચે રહેલી હવાનો ઉપયોગ કરે છે.
41. કારણ આપો : ભારે વરસાદ થતાં જમીનમાં રહેતાં સજીવો બહાર નીકળે છે.
ઉત્તર : જમીનમાં રહેલા સજીવો ઊંડે સુધી ઘણાં દર અને છિદ્રો બનાવે છે. જે માટીમાં હવાની અવર – જવર માટે મદદરૂપ હોય છે. ભારે વરસાદ પડે ક્યારે પાણી હવાએ રોકેલી તમામ જગ્યામાં ભરાઈ જાય છે. તેથી જમીનમાં રહેતા સજીવોને શ્વસન માટે પૂરતા પ્રમાણમાં હવા મળતી નથી. તેથી તેઓ બહાર આવે છે.
ઉત્તર:- પ્રકાશસંશ્લેષણ
43 . લીલી વનસ્પતિ હવાના __ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે.
ઉત્તર:- કાર્બન ડાયોક્સાઇડ
ઉત્તર:- ઑક્સિજન, કાર્બન ડાયૉકસાઇડ
ઉત્તર:- લીલી વનસ્પતિ પ્રકાશાસંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઈડ વાપરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે .વનસ્પતિ શ્વસનમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે.તેના કરતાં અનેકગણો પ્રકાશાસંશ્લેષણ દરમ્યાન ઉમેરે છે.
46. વનસ્પતિ શ્વસનમાં જેટલો ઑક્સિજન વાપરે છે તેનાથી વધુ ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં પાછો આપે છે. (√ કે ×)
ઉત્તર:- √
47.વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ – લે માટે એકબીજાને મદદ કરે છે?
ઉત્તર:- લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે .જયારે પ્રાણીઓ તથા અન્ય સજીવો શ્વસનક્રિયા માટે ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે .પ્રાણીઓએ શ્વસન દરમિયાન મુક્ત કરેલો CO2 વનસ્પતિ પ્રકાશાસંશ્લેષણ માટે વાપરે છે અને વનસ્પતિએ પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત કરેલો ઑક્સિજન પ્રાણીઓ શ્વસન માટે વાપરે છે .આમ , કાર્બન ડાયોક્સાઇડ અને ઑક્સિજનની આપ-લે વાતાવરણ દ્વારા બંને વચ્ચે ચાલ્યા કરે છે.
48.પવન કોને ફેલાવવામાં મદદરૂપ થાય છે ?
(B) પરાગરજ
(C) મૂળ
(D) A અને B બંને √
49. વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી હવાના બંધારણ પર શું અસર થાય છે ?
ઉત્તર:- વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઑક્સિજનનું પ્રમાણ જળવાતું નથી . હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે તથા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધતા તાપમાનમાં વધારો થાય છે .
50. પવનચક્કી પવનની ગેરહાજરીમાં પણ ફરી શકે છે .(√ કે ×)
ઉત્તર:- ×
51.પવનચક્કીના ઉપયોગો જણાવો.
ઉત્તર :- (1) ટ્યૂબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે
52. પવનચક્કી પવનઊજાનું વિદ્યુતઊજમાં રૂપાંતર કરે છે.(√ કે ×)
ઉત્તર:- √
53. હવાની હાજરી સૂચવતી બે ક્રિયાઓ લખો.
54. શા માટે કોટનવુલનો ટુકડો (રૂ)પાણીમાં સંકોચાય છે ?
ઉત્તર:- કોટનવૂલ (રૂ) ના ટુકડાના રેસાઓ વચ્ચે જગ્યા હોય છે.જેમાં હવા રહેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે. હવા કરતાં પાણી ઓછી જગ્યા રોકે છે એટલે રૂનો ટુકડો સંકોચાઈ જાય છે.
55. ભીડભાડવાળી જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમૅન માસ્ક પહેરે છે , કારણ કે ….
56.પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો ?
ઉત્તર:- પાણી ભરેલા પાત્રને ત્રિપાઈ પર તારની જાળી પર ગોઠવી ધીમે ધીમે ગરમ કરો.પાણી ઉકળવાની શરૂઆત થાય એટલે પાત્રના તળિયાની સપાટી જુઓ ત્યાં પરપોટા દેખાય છે .પાણીમાં રહેલી દ્રાવ્ય હવા પરપોટા સ્વરૂપે પાત્રના તળિયે જમા થાય છે.
57. કારણ આપો : હવામાંથી ઑક્સિજન ખલાસ થઈ જતો નથી.
58. હવાની હાજરીના કારણે શક્ય બનતી ત્રણ પ્રવૃત્તિઓની યાદી કરો :
ઉત્તર :- (1)ભીનાં કપડાંનું સૂકાવું.