ધોરણ : ૬ વિષય: અંગ્રેજી
પાઠ નું નામ: Unit – 2 Two No Chho
અધ્યયન નિષ્પતિ :
– પોતાના ૫રિચય ક્ષેત્રેમાં બનતી ક્રિયાઓની રજૂઆત કરે.
– વાકયોમાં ૫દક્રમ વિરામ ચિહ્રનોનો યોગ્ય રીતે ઉ૫યોગ કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલ શબ્દો અને વાકયોનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– જોડકણાં, અભિનયગીતો Rhymes માં અંગ્રેજીના લય – પ્રાસનો રસાસ્વાદ માણે.
– ટેબલ ગ્રાફ, નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– નાના સાદા વાકયોનું અનુલેખન કરે.
– જાણીતા શબ્દોના આઘારે નવા શબ્દો બનાવવાની પ્રવૃતિમાં ભાગ લે.
– સ્થળ, સમય ની મુખ્ય વિગતો તારવે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 દિનચર્ચાની વિગતો.
– Activity – 2 ફકરાના વાકયો છુટા પાડવા
– Activity – 3 I checked it ! નું વાંચન
– ACtivity 4 ખાલી જગ્યા પુરો.
– Activity 5 The Rainbow ગીતનું ગાન
– Activity 6 કોષ્ટકપૂર્તિ
– Activity 7 વાકયોને before અને now માં વર્ગીકૃત કરવા.
– Activity – 8 તારીખના આઘારે દિવસ જાણવાની પ્રવૃતિ
શૈક્ષણિક સાધન :
Text Book
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની ચર્ચા દિન ચર્યા કહીશ. વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યા જણાવશે. આપેલ ફકરામાં ભેંગા થઇ ગયેલાં વાકયો છુટા પાડવા જણાવીશ. તેના આઘારે કોઠામાં આપેલ વિગતો ભરવા જણાવીશ. I Chek કે edit નું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારા ફરતી વંચાવીશ. તેના આઘારે વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવીશ. કૌંસમાં આપેલ શબ્દો ના આઘારે ખાલી જગ્યા પુરાવીશ. The Rainbow ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓને ગાન કરાવીશ. આપેલ શબ્દોના આઘારે ખાનામાં શબ્દો મૂકી કોષ્ટક પૂર્ણ કરાવીશ. ઋતુ પ્રમાણે આવતા દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખવા જણાવીશ. આપેલ વાકયો વંચાવીશ. befpre અથવા now માં વાકયો વર્ગીકૃત કરાવીશ. શબ્દોમાં ખૂટતા અક્ષરમુકી શબ્દપૂર્ણ કરાવીશ. તારીખના આઘારે દિવસ જાણવાની પ્રવૃતિ આપેલ વિગતો પરથી કરાવીશ.
મૂલ્યાંકન :
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.