ધોરણ : ૬ વિષય: સંસ્કૃત
પાઠ નું નામ: 4. सडख्या
અધ્યયન નિષ્પતિ :
– ૧ થી ૧૨ સુઘીની સંખ્યા સાંભળે છે. અને સમજે છે.
– ૧ થી ૧૨ સુઘીની સંખ્યા સમજીને બોલે છે.
– ૧ થી ૧૨ સુઘીના અંકો લખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ૧ થી ૧૨ સુઘીની સંખ્યાનું શુઘ્ઘ ઉચ્ચારણ
– વિદ્યાર્થીઓ દ્વારા સંખ્યાનું વ્યકિતગત શુઘ્ઘ ઉચ્ચારણ
– અંકકાર્ડ તથા શબ્દકાર્ડની જોડી બનાવવી.
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– શબ્દકાર્ડ
– અંકકાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ૧ થી ૧૨ સુઘીની સંખ્યાનું શુઘ્ઘ ઉચ્ચારણ સાથે કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. ફરીથી સંખ્યાનું મોટેથી શુઘ્ઘ ઉચ્ચારણ કરીશ. વિદ્યાર્થીઓ પાસે સંખ્યાનું વ્યકિતગત શુઘ્ઘ ઉચ્ચારણ કરાવીશ. અંકકાર્ડ તથા શબ્દકાર્ડની જોડી બનાવવા જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.ક
મૂલ્યાંકન :
૧ થી ૧૨ સુઘીની સંખ્યાનું અંકોમાં તથા શબ્દોમાં લખવા જણાવીશ.