ધોરણ ૬ સમાજિક વિજ્ઞાન પાઠ : ૧૩ ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
- ભારતનું ક્ષેત્રફળ કેટલું છે?
ઉત્તર : 32.8 લાખ ચો.કિમી
2. ભારતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ………….. કિમી છે.
ઉત્તર : 2933
3. ભારતની ઉત્તરે આવેલી કઈ પર્વતમાળા સીમારક્ષકનું કાર્ય કરે છે?
ઉત્તર : હિમાલય
4. હિમાલયની પર્વતમાળાને ……… વિભાગમાં વહેંચવામાં આવી છે.
ઉત્તર : ત્રણ
5. ઉત્તર-દક્ષિણ ફેલાયેલી હિમાલયની પર્વતમાળાનો છેક ઉત્તરનો ભાગ કયા નામે ઓળખાય છે?
ઉત્તર : ઉત્તર-દક્ષિણ ફેલાયેલી હિમાલયની પર્વતમાળાનો છેક ઉત્તરનો ભાગ મહાહિમાલય કે હિમાદ્રી તરીકે ઓળખાય છે.
6. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ઍવરેસ્ટ…………..પર્વતમાળામાં આવેલું છે.
ઉત્તર : હિમાદ્રી
7. હિમાલયની કઈ પર્વતમાળામાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલાં છે?
ઉત્તર : મધ્ય હિમાલય કે હિમાચલ
8. હિમાલયની પર્વતમાળામાં છેક દક્ષિણે આવેલો ભાગ કયા નામે ઓળખાય છે?
ઉત્તર : હિમાલયની પર્વતમાળામાં છેક દક્ષિણે આવેલો ભાગ શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાય છે.
9. હિમાલયની પર્વતમાળાના ત્રણ ભાગના નામ જણાવો.
ઉત્તર : હિમાલયની પર્વતમાળા ત્રણ ભાગના નામ આ પ્રમાણે છે : (1) મહાહિમાલય કે હિમાદ્રી (2) મધ્ય હિમાલય કે હિમાચલ (3) શિવાલિક કે લઘુ હિમાલય
10. હિમાલયની દક્ષિણે આવેલું મેદાન કઈ-કઈ નદીઓએ બનાવ્યું છે?
ઉત્તર : હિમાલયની દક્ષિણે આવેલું ગંગાનું મેદાન ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે.
11. ઉત્તર ભારતના મેદાનમાં ગીચ વસ્તી જોવા મળે છે – કારણ આપો.
ઉત્તર : ઉત્તર ભારતમાં ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ કાંપ ઠાલવીને વિશાળ મેદાનની રચના કરી છે. આ મેદાન સમતળ અને ખેતી ૫ટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. આમ, ઉત્તરના મેદાનમાં ખેત ઉત્પાદન અને પાણીની સારી વ્યવસ્થા હોવાને લીધે તેમજ તેના પરિણામે ઉદ્યોગોના વિકાસના કારણે પણ ત્યાં ગીચ વસ્તી જોવા મળે છે.
12. ભારતીય મહામરૂસ્થલ ભારતમાં કઈ બાજુએ આવેલું છે?
ઉત્તર : પશ્ચિમ
13. ……………… વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.
ઉત્તર : અરવલ્લી
14. અરવલ્લીની દક્ષિણે-પૂર્વે કઈ પર્વતમાળાઓ આવેલી છે?
ઉત્તર : અરવલ્લીની દક્ષિણ-પૂર્વે વિંધ્યાચલ અને સાતપૂડાની પર્વતમાળાઓ આવેલી છે.
-
નર્મદા નદી કઈ દિશામાં વહે છે?
ઉત્તર :પૂર્વથી પશ્ચિમ16. અરબસાગરને મળતી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતશ્રેણીની નદીઓના નામ જણાવો.
ઉત્તર :નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતશ્રેણીની અરબ સાગરને મળતી નદીઓ છે.17. ……………. ઘાટ સળંગ છે જ્યારે ………… ઘાટ તૂટક-તૂટક છે.
ઉત્તર : પશ્ચિમ, પૂર્વ18. દક્ષિણનો ઉચ્ચપ્રદેશ શાનાથી બનેલો છે?
ઉત્તર : ત્સુનામી19. દક્ષિણના ઉચ્ચપ્રદેશમાંથી ખનીજો વિપુલ પ્રમાણમાં મળે છે, કારણ કે…..
ઉત્તર : દક્ષિણના ઉચ્ચપ્રદેશની રચના જ્વાળામુખીથી થયેલ છે. જ્વાળામુખીનાં લાવામાં વિવિધ ખનીજો હોય છે. આથી દક્ષિણના ઉચ્ચપ્રદેશમાંથી ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.20. પૂર્વઘાટ અને પશ્ચિમઘાટથી દરિયાકિનારા તરફ શું આવેલ છે?
ઉત્તર : કિનારાના મેદાન21. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા નદી કઈ તરફ વહે છે?
ઉત્તર : પૂર્વ22. ગોદાવરી મહાનદી કાવેરી અને કષ્ણા નદી વગેરે પૂર્વ તરફ વહી કોને મળે છે?
ઉત્તર : ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી બંગાળાનાં ઉપસાગરને મળે છે.23. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા દરિયાકિનારે શાની રચના કરે છે?
ઉત્તર : મુખત્રિકોણ પ્રદેશની24. ગંગા નદીનો મુખત્રિકોણ પ્રદેશ એટલે ……………
ઉત્તર : સુંદરવન25. ભારતનાં કિનારાનાં મેદાન વિશે જણાવો.
ઉત્તર : ભારતની દક્ષિણે પૂર્વઘાટની પૂર્વ અને પશ્ચિમઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે. પૂર્વમાં ઉપર બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળનાં ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખત્રિકોણ પ્રદેશની રચના કરી છે.26. અરબસાગરની પશ્ચિમે પરવાળાથી બનેલા …………. ટાપુઓ છે.
ઉત્તર : લક્ષદ્વીપ
27. ભારતના ભૂપૃષ્ઠના કેટલા વિભાગો પડે છે? કયા કયા?
ઉત્તર : ભારતના ભૂપૃષ્ઠનાં પાંચ વિભાગો પડે છે. (1) ઉત્તરનો પર્વતીય પ્રદેશ, (2) ઉત્તરનો મેદાન પ્રદેશ, (3) મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ, (4) દરિયાકિનારાના મેદાનો અને (5) દ્વીપસમૂહો.28. હવામાન એટલે શું?
ઉત્તર : હવામાન એટલે વાતાવરણમાં થતો રોજિંદો ફેરફાર.29. આબોહવા એટલે શું?
ઉત્તર : કોઈપણ સ્થળમાં હવામાનનાં તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે.30. ભારતમાં કઈ કઈ ઋતુઓ અનુભવાય છે?
ઉત્તર : ભારતમાં આ પ્રમાણે ઋતુઓ અનુભવાય છે : (1) શિયાળો (2) ઉનાળો (3) ચોમાસું (4) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ31. ભારતમાં શિયાળો કયા મહિનાઓમાં અનુભવાય છે?
ઉત્તર : ડિસેમ્બરથી ફેબ્રુઆરી32. ભારતમાં માર્ચથી મે દરમિયાન કઈ ઋતુ અનુભવાય છે?
ઉત્તર : ઉનાળો33. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ………….. અનુભવાય છે.
ઉત્તર : વર્ષાઋતુ34. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે ………….. ઋતુ.
ઉત્તર : શરદ35. ભારતમાં કઈ ઋતુમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે?
ઉત્તર : શિયાળામાં36. શિયાળામાં ગુજરાતના કયા ભાગમાં ઠંડી વધુ અનુભવાય છે?
ઉત્તર : ઉત્તર37. ઉનાળામાં સૂર્યના કિરણો સીધાં પડવાથી તાપમાન ………….. જાય છે.
ઉત્તર : ઊંચું38. ઉનાળામાં બપોરે વાતા ગરમ-સૂકા પવનોને ………… કહે છે.
ઉત્તર : લૂ39. રાજસ્થાનના કયા ભાગમાં ગરમી વધુ અનુભવાય છે?
ઉત્તર : પશ્ચિમ40. …………… ની ઋતુમાં દિવસો લાંબા હોય છે.
ઉત્તર : ઉનાળા
41. ભારતમાં ચોમાસામાં કઈ દિશામાંથી પવનો વાય છે?
ઉત્તર : નૈઋત્ય42. ચોમાસામાં ………….. સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે.
ઉત્તર : અરબ
43. ભારતમાં ચોમાસામાં કયા પવનો વરસાદ લાવે છે? કેમ?
ઉત્તર : ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી ભેજવાળા હોય છે. આ પવનોનો એક ફાંટો અરબસાગર પરથી અને બીજો ફાંટો બંગાળના ઉપસાગર પરથી વાય છે. આમ સમુદ્ર પરથી વાતા હોવાને લીધે તે પવનો ભેજવાળા બને છે અને વરસાદ લાવે છે.44. ચોમાસામાં અરબ સાગર પરથી વાતા પવનો કયાં કયાં વરસાદ લાવે છે?
ઉત્તર : ચોમાસામાં અરબસાગર પરથી વાતા પવનો કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે.45. ચોમાસામાં બંગાળાના ઉપસાગરથી વાતો પવન ક્યાં ક્યાં વરસાદ લાવે છે?
ઉત્તર : ચોમાસામાં બંગાળાના ઉપસાગરથી વાતો પવન અંદમાન દ્વીપસમૂહો, પૂર્વ ભારત અને ગંગાના મેદાનોમાં વરસાદ લાવે છે.46. અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો મળીને ભારતમાં કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે?
ઉત્તર : અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો મળીને પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ લાવે છે.47. કારણ આપો : પર્વતો વધુ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે.
ઉત્તર : ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતો આવતા તેમાનો ભેજ કરે છે અને વરસાદરૂપે ત્યાં જ વસે છે. આમ પર્વતો વધુ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે.48. ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થાય છે?
ઉત્તર : ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી થાય છે.49. ગુજરાતમાં શાનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે?
ઉત્તર : પર્વતો50. ભારત માટે ચોમાસું ખૂબ જ અગત્યની ઋતુ છે. કારણ આપો.
ઉત્તર : ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે. ભારતનો 80 % જેટલો વરસાદ આ ચોમાસાની ઋતુ દરમિયાન જ પડે છે. આ વરસાદ ચોમાસાની ઋતુમાં યોગ્ય પ્રમાણમાં પડે તો ખેતી સારી થાય છે. તેથી ભારત માટે ચોમાસું ખૂબ જ અગત્યની ઋતુ છે.51. પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કઈ દિશામાંથી પવનો વાય છે?
ઉત્તર : ઈશાન52. ………….. પરથી વાતા પવનો સૂકા હોય છે.
ઉત્તર : જમીન53. પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કયા મહિનાથી તાપમાન ઘટવા માંડે છે?
ઉત્તર : પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં ઑક્ટોબર મહિનાનાં અંતમાં તાપમાન ઘટવા માંડે છે.54. કારણ આપો : તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ઑક્ટોબર મહિનામાં પણ વરસાદ પડે છે.
ઉત્તર : ભારતમાં ઓક્ટોબર મહિનામાં પાછા ફરતા મોસમી પવનો વાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વરસાદ આપે છે.55. ટૂંકનોંધ લખો : ભારતની આબોહવા અને ઋતુઓ
ઉત્તર : આબોહવા એટલે કોઈપણ સ્થળમાં હવામાનનાં તત્ત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. ભારતની આબોહવામાં ઋતુભેદ છે જે મુજબ નીચે પ્રમાણેની ચાર ઋતુઓનો અનુભવ થાય છે.
(1) શિયાળો : ભારતમાં શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. શિયાળો ઠંડીની ઋતુ છે. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ઉત્તર ભારતમાં ક્યારેક હિમવર્ષા પણ થાય છે, જેથી તાપમાન ખૂબ નીચું જાય છે. તેની અસરને લીધે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે.
(2) ઉનાળો : ભારતમાં ઉનાળો માર્ચથી મે સુધી અનુભવાય છે. ઉનાળો ગરમીથી અકળાવનારી ઋતુ છે. ઉનાળામાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ખંડીય પ્રદેશો કરતા ગરમી ઓછી રહે છે. ઉનાળાની બપોરે ફૂંકાતા સૂકા-ગરમ પવનોને લૂ કહે છે. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમી વધુ પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો લાંબા હોય છે.
(3) ચોમાસું : ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની ઋતુ અનુભવાય છે. ચોમાસું એટલે વરસાદની ઋતુ. આ ઋતુમાં નૈઋત્ય દિશામાંથી અરબસાગર પરથી વાતા ભેજવાળા પવનો કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો પૂર્વ ભારત અને ગંગાના મેદાનમાં વરસાદ લાવે છે. બન્ને પવનો ભેગા મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યાં વરસાદ વધુ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતાં નથી. જેથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે.
(4) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ : ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે. આ ઋતુને શરદ ઋતુ કે નિવર્તન ઋતુ પણ કહે છે. આ ઋતુમાં પવનો જમીનથી સમુદ્ર તરફના હોવાથી સૂકા હોય છે. આકાશ સ્વચ્છ જોવા મળે છે. ઑક્ટોબરમાં તાપમાન વધે છે અને મહિનો પૂરો થતાં ઘટે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો તામીલનાડુ અને આંધ્રપ્રદેશ માં વરસાદ આપે છે.56. વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર …………….. નું પ્રમાણ છે.
ઉત્તર : વરસાદ57. ભારતના જંગલોના ……… પ્રકાર પાડવામાં આવ્યા છે.
ઉત્તર : પાંચ58. ભારતમાં કયા ક્યા પ્રકારના જંગલો આવેલા છે?
ઉત્તર : ભારતમાં પાંચ પ્રકારના જંગલો આવેલા છે : (1) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (2) ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો (3) સૂકા ઝાંખરાંવાળા જંગલો (4) પર્વતીય જંગલો (5) મૅન્ગ્રવ જંગલો59. ભારતમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં કેવાં જંગલો છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો60. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યકિરણો જમીન સુધી કેમ પહોંચી શકતાં નથી?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાને કારણે આ જંગલોમાં સૂર્યકિરણો જમીન સુધી પહોચી શકતા નથી.61. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો હંમેશા લીલાછમ શા માટે દેખાય છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોય છે. ત્યાં અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા જોવા મળે છે. વળી ત્યા બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે.62. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટીરૂપે, અંદમાન-નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે.63. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્યત્વે કયા-કયા વૃક્ષો જોવા મળે છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્યત્વે મહોગની, રોઝવુડ, નેતર જેવા વૃક્ષો જોવા મળે છે.64. ક્યા પ્રકારનાં જંગલો ભારતમાં મોટા ભાગમાં આવેલાં છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો65. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો …………… ઋતુમાં પાંદડા ખેરવે છે.
ઉત્તર : પાનખર
66. કારણ આપો : ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો પણ કહે છે.
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો ભારતના મોટા ભાગ પર આવેલા છે. આ જંગલના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પાંદડાં ખેરવે છે. આથી આ ઉષ્ણકટિબંધીય વાનખર જંગલોને ખરાઉ મોસમી જંગલો પણ કહે છે.67. શબ્દ સમજૂતી આપો : પાનખર ઋતુ
ઉત્તર : જે ઋતુમાં વનસ્પતિનાં પાંદડાં ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મા અને ફાગણ મહિના દરમિયાન વનસ્પતિ પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે.68. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે?
ઉત્તર : ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે.69. સૂકાં ઝાંખરાવાળાં જંગલો કેવા પ્રદેશમાં જોવા મળે છે?
ઉત્તર : સૂકા ઝાખરાવાળા જંગલો ઓછા વરસાદનાં પ્રદેશમાં એટલે કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે.70. કયા પ્રકારનાં જંગલોમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે?
ઉત્તર : સુકા ઝાંખરાવાળા જંગલો
71. સૂકા ઝાંખરાવાળાં જંગલોમાં કઈ વનસ્પતિ જોવા મળે છે?
ઉત્તર : સુકા ઝાખરાવાળાં જંગલોમાં મુખ્યત્વે થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી જેવી કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.72. ભારતમાં સૂકા ઝાંખરાવાળાં જંગલો ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં સૂકા ઝોંખરાવાળાં જંગલો જોવા મળે છે.73. શંકુ આકારની વનસ્પતિ સમુદ્ર સપાટીથી લગભગ કેટલી ઊંચાઈએ જોવા મળે છે?
ઉત્તર : 1500 મી થી 2500 મી74. ઊંચાઈ પર ઊગતી શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી વનસ્પતિને ………………. વનસ્પતિ કહે છે.
ઉત્તર : શંકુદ્રુમ75. શંકુદ્રુમ વનસ્પતિનાં નામ જણાવો.
ઉત્તર : શંકુદ્રુમ વનસ્પતિના નામ આ પ્રમાણે છે : દેવદાર, ચીડ, પાઇન, ફર76. પર્વતીય જંગલ વિશે માહિતી આપો.
ઉત્તર : પર્વતીય જંગલો પર્વતો પર જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને વિવિધ આકાર ધરાવતી વનસ્પતિ ઊગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડાં ધરાવતી હોય છે. તેથી તેને શંકુદ્રુમ વનસ્પતિ પણ કહે છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે શંકુદ્રુમ વનસ્પતિ છે.77. ભારતમાં મેન્ગ્રુવ જંગલો ક્યા-ક્યાં આવેલા છે?
ઉત્તર : ભારતમાં મેન્ગ્રુવ જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન-નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે.78. ભારતમાં આવેલું ………….. એ મેન્ગ્રુવ જંગલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉત્તર : સુંદરવન79. સુંદરવન …………… નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલો છે.
ઉત્તર : ગંગા80. ……………. સુંદરવનનું મુખ્ય વૃક્ષ છે.
ઉત્તર : સુંદરી81. ગુજરાતનાં સમુદ્રકિનારે મેન્ગ્રુવ પ્રકારનાં જંગલમાં કયા વૃક્ષો જોવા મળે છે?
ઉત્તર : ગુજરાતનાં સમુદ્રિકનારે મેન્ગ્રુવ પ્રકારનાં જંગલમાં ચેરના વૃક્ષો જોવા મળે છે.82. ભરતીના જંગલ વિશે માહિતી આપો.
ઉત્તર : સમુદ્રની ભરતીનાં ખારા પાણીમાં વિકસતા જંગલને ભરતીનું જંગલ અથવા મેન્ગ્રેવ જંગલ કહે છે. આ પ્રકારનાં જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંદામાન-નિકોબારના ટાપુઓનાં સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલુ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં સુંદરીના વૃક્ષો વધુ થાય છે. ગુજરાતનાં સમુદ્ર કિનારે ભરતીનાં જંગલોમાં ચેર નામના વૃક્ષો જોવા મળે છે.83. જંગલોથી મુખ્ય કેટલા પ્રકારના ફાયદા થાય છે? કયા ક્યા?
ઉત્તર : જંગલોથી મુખ્ય બે પ્રકારના ફાયદા થાય છે. (1) પર્યાવરણીય ફાયદા (2) આર્થિક ફાયદા84. જંગલોથી થતાં પર્યાવરણીય ફાયદા વિશે જણાવો.
ઉત્તર : જંગલોથી થતાં પર્યાવરણીય ફાયદા નીચે મુજબ છે :
(1) જંગલો વાતાવરણ શુદ્ધ રાખે છે.
(2) વરસાદ લાવવામાં મદદરૂપ છે.
(3) જમીનનું ધોવાણ અટકાવે છે.
(4) વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.
(5) ભૂમિગત જળસ્રોતોનું સંરક્ષણ કરે છે.
- જંગલોથી થતા આર્થિક ફાયદા વિશે લખો.
ઉત્તર :જંગલોમાંથી સાગ, સાલ, સીસમ જેવાં મજબૂત ઇમારતી લાકડાં મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષો મળે છે જેના લાકડાં બળતણ તરીકે ઉપયોગી છે. જંગલોમાંથી મળતી વિવિધ વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે. જંગલોમાંના કેટલાંક વૃક્ષોનું લાકડું ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ પશુઓને ચારણ પૂરું પાડે છે. જંગલોમાંથી લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન જેવી પેદાશો મળે છે.86. આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે?
ઉત્તર :આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે.87. …………… ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર : વાઘ88. ભારતમાં જંગલી બકરીઓ કયા-ક્યા જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરિના પર્વતોમાં જોવા મળે છે.89. અસમના જંગલો તેના ક્યા બે પ્રાણીઓ માટે જાણીતા છે?
ઉત્તર : અસમનાં જંગલો હાથી અને એકશિંગી ગેંડા માટે જાણીતા છે.90. હાથી માટે કયા કયા રાજ્યના જંગલો જાણીતા છે?
ઉત્તર : કેરલ અને કર્ણાટક રાજ્યનાં જંગલો હાથી માટે જાણીતા છે.91. ઘુડખર ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ઘુડખર કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે.92. ભારતમાં મુખ્યત્વે પક્ષીઓની કઈ કઈ પ્રજાતિ જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં મુખ્યત્વે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે.
93. ગુજરાત – ઓડિશાના દરિયાકિનારે કોણ ઇંડા મૂકવા આવે છે?
ઉત્તર : કાચબા94. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા આવે છે?
ઉત્તર : ગુજરાતમાં નળસરોવર, ખીજિંડયા, થોળ વગેરે સ્થળે યાયાવર પક્ષીઓ આવે છે.
95. શબ્દસમજૂતી આપો : યાયાવર પક્ષીઓ
ઉત્તર : આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર-દૂરના ઠંડા પ્રદેશોમાંથી વિવિધ પક્ષીઓ શિયાળામાં બચ્ચાં ઉછેરવા આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે.
96. કારણ આપો : ગુજરાતમાં શિયાળાની ઋતુમાં હજારો પક્ષીઓ આવે છે.
ઉત્તર : ગુજરાતનાં નળસરોવર, ખીજડિયા, થોળ, છારીઢંઢ (કચ્છ) વગેરે જેવા સરોવરો અને જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં તાપમાન વિદેશી પક્ષીઓને અનુકુળ હોઈ છે. વળી આ જ સમયે તેમના મૂળ સ્થાને ખુબજ ઠંડી હોઈ છે આથી અતિશય ઠંડીથી રક્ષણ મેળવવા તથા ઈંડા મુકવા હજારો વિદેશી પક્ષીઓ આવે છે.97. અભયારણ્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમાં વિશેષ પ્રાણી-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કુદરતી રીતે કરવામાં આવે છે. તેમાં પાલતુ પશુઓને સરકારની મંજૂરી મેળવી ચરાવવાની છૂટ મળી શકે છે. ગુજરાતમાં બાલારામ અભયારણ્ય, નળસરોવર પક્ષી અભયારણ્ય વગેરે આવેલા છે.98. ગુજરાતમાં આવેલ પક્ષી માટેના અભયારણ્યનું નામ જણાવો.
ઉતર : નળસરોવર99. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજાવો.
ઉત્તર : રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. ત્યાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઉદા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન,
100. જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે જણાવો.
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેમાં બહારની તમામ માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. તેમાં જે તે જીવસૃષ્ટિને સંપૂર્ણપણે આરક્ષિત રાખવામાં આવે છે. અને કુદરતી રીતે કુદરતી વાતાવરણમાં જ સંવર્ધિત કરવામાં આવે છે. ઉદાહરણ : કચ્છના રણનું આંશિક ક્ષેત્ર, નીલગિરિનું ક્ષેત્ર (દક્ષિણ ભારત)101. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ શાની રચના કરવામાં આવે છે?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્ર102. આપેલ પૈકી શામાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે?
ઉત્તર : જૈવ આરક્ષિત ક્ષેત્ર103. ભારતના કોઈપણ બે જૈવ આરક્ષિત ક્ષેત્રોના ઉદાહરણ આપો.
ઉત્તર : ભારતના બે જૈવ આરક્ષિત ક્ષેત્ર : (1) કચ્છના રણનું આંશિક ક્ષેત્ર (2) દક્ષિણ ભારતનું નીલગિરિનું ક્ષેત્ર.104. જોડકા જોડો :
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો | (A) સુંદરી, ચેર |
(2) ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો | (B) મહોગની, રોઝવુડ |
(3) સુકા ઝાંખરાવાળા જંગલો | (C) દેવદાર, ચીડ |
(4) પર્વતીય જંગલો | (D) સાગ, સાલ |
(5) ભરતીના જંગલો | (E) થોર, ખેર |
જવાબ |
(1) – B |
(2) – D |
(3) – E |
(4) – C |
(5) – A |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) દુનિયાનું સર્વોચ્ચ પર્વતશિખર | (A) અરવલ્લી |
(2) દુનયાની પ્રાચીનત્તમ પર્વતમાળા | (B) સુંદરવન |
(3) ગંગાનો મુખત્રિકોણ પ્રદ્દેશ | (C) માઉન્ટ એવરેસ્ટ |
(4) ભારતનું પશ્ચિમી રણ | (D) મહામરુસ્થલ |
જવાબ |
(1) – C |
(2) – A |
(3) – B |
(4) – D |
(3)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) એકશીંગી ભારતીય ગેંડા | (A) ગીરના જંગલો |
(2) ઘુડખર | (B) જળપ્લાવિત ક્ષેત્ર |
(3) યાયાવર પક્ષીઓ | (C) અસમ |
(4) એશિયાઈ સિંહ | (D) કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સુકા ક્ષેત્રો |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – B |
(4) – A |