ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૧૦ પૃથ્વીનાં આવરણો
- સૌર પરિવારનો અજોડ ગ્રહ …………. છે.
ઉત્તર : પૃથ્વી
2. મને ઓળખો : સૌર પરિવારમાં માત્ર હું જ પૂરતા પ્રમાણમાં પાણી અને ઑક્સિજન ધરાવું છું.
ઉત્તર : પૃથ્વી
- પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કયાં છે?
ઉત્તર :પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો છે : (1) મૃદાવરણ (2) જલાવરણ (3) વાતાવરણ (4) જીવાવરણ.4. મૃદાવરણ એટલે શું?
ઉત્તર :પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને ‘મૃદાવરણ’ કહે છે.5. ‘મૃદા’ શબ્દનો અર્થ …….. થાય છે.
ઉત્તર : માટી6. મૃદાવરણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કેમ?
ઉત્તર : મૃદાવરણ મોટે ભાગે ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ‘ખડકાવરણ’ કે ‘ધનાવરણ’ તરીકે ઓળખવામાં આવે છે.7. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલા કિલોમીટર જાડો છે?
ઉત્તર : 64 થી 1008. મૃદાવરણમાં મુખ્યત્વે …………….. અને …………… જેવાં હલકાં તત્ત્વો રહેલાં છે.
ઉત્તર : ઍલ્યુમિનિયમ, સિલિકા9. પૃથ્વી સપાટીનો આશરે ……………… % ભાગ મૃદાવરણ રોકે છે.
ઉત્તર : 2910. પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો ……………….. માં આવેલાં છે.
ઉત્તર : મૃદાવરણ
11. મૃદાવરણમાં સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે ……….. સે. તાપમાનનો વધારો થાય છે.
ઉત્તર : 30°12. મૅગ્મા કોને કહે છે?
ઉત્તર : મૃદાવરણમાં ઊંડે જતાં તાપમાન વધે છે. પરિણામે વધારે ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય છે. ખડકોના પીગળેલા આ દ્રવ્યને મેગ્મા કહે છે.13. પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. – ભૌગોલિક કારણ આપો.
ઉત્તર : પૃથ્વીમાં ઊંડે અર્ધપ્રવાહી સ્વરૂપમાં મેગ્મા હોય છે. તાપમાન ખૂબ વધારે હોય છે. જેમાં કેટલાંક વાયુઓ પણ હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખુબ જ વધારે હોવાથી દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે અને પરિણામે પૃથ્વીનો પોપડી ફાટી જતો નથી.14. ટૂંક નોંધ લખો : મૃદાવરણનું મહત્ત્વ
ઉત્તર : પૃથ્વી સપાટીનો આશરે 29 % ભાગ મૃદાવરણે રોકેલો છે. મૃદાવરણમાં મુખ્યત્વે ઍલ્યુમિનિયમ અને સિલિકા જેવાં હલકાં તત્ત્વો રહેલાં છે.
મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, ખેતી, ઉદ્યોગો બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી જ ખનીજો અને ખનીજતેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મૃદાવરણ પરથી જ મેળવાય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ-ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જંગલો પણ તેને જ આભારી છે. આમ, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ.15. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે ……………… .
ઉત્તર : મૃદાવરણ
16. જલાવરણ એટલે શું?
ઉત્તર : પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે.17. પૃથ્વી સપાટીનો લગભગ …… % જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે.
ઉત્તર : 7118. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ……………. કહે છે.
ઉત્તર : મહાસાગરો19. વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરોનાં નામ જણાવો.
ઉત્તર : વિશાળ જળરાશિ ધરાવતા મહાસાગરો આ મુજબ છે : (1) પેસેફિક મહાસાગર (2) એટલેન્ટિક હાસાગર (3) હિંદ મહાસાગર(4) આર્કટિક મહાસાગર.20. મહાસાગરોના તળિયે કેટલા કિમી ઊંડી ખાઈઓ આવેલી છે?
ઉત્તર : 10 થી 1121. પૃથ્વી પરના કુલ પાણીના ……………….. % પાણી સમુદ્રમાં છે.
ઉત્તર : 9722. ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે કેટલું પાણી છે?
ઉત્તર : પૃથ્વી પર 3 % ના પોણા ભાગ જેટલું પાણી ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલું છે.
23. જલાવરણ શેનું બનેલું છે?
ઉત્તર : જલાવરણ મહાસાગરો, સમુદ્રો, ધ્રુવો અને હિમાલયમાં બરફરૂપે, સરોવરો અને નદીઓ વગેરેનું બનેલું છે.24. હવામાં પાણી …………… સ્વરૂપે રહેલું છે.
ઉત્તર : ભેજ25. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ ……………. માંથી આવે છે.
ઉત્તર : સમુદ્ર26. ટૂંક નોંધ લખો : જલાવરણનું મહત્ત્વ
ઉત્તર : પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિ પાણી પર નભે છે. આમ જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવસૃષ્ટિનું અસ્તિત્વ. સમુદ્રોના તળિયે કીમતી રસાયણો અને ખનીજોનો મોટો જથ્થો આવેલો છે. જેમાંથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે મેળવાય છે. સમુદ્રોના પાણીમાંથી મીઠું મળે છે. વળી, સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. સમુદ્રો કે મહાસાગરોનાં મોજાં, પ્રવાશે અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે, જેમાંથી વિદ્યુતશક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળપરિવહનના માર્ગો પણ બન્યા છે. વિવિધ વેપારમાં પણ જળવ્યવહારના માર્ગો અનુકૂળ રહ્યા છે.27. વાતાવરણ એટલે શું?
ઉત્તર : પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાયુના આવરણને વાતાવરણ કહે છે.28. પૃથ્વી સપાટીથી આશરે ………………….. કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
ઉત્તર : 800 થી 100029. વાતાવરણમાં શું શું ભળેલું હોય છે?
ઉત્તર : વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળનાં રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલાં હોય છે.30. વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : ઘન તત્ત્વો, પ્રવાહી તત્ત્વો, વાયુ તત્ત્વો31. વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે?
ઉત્તર : વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઑક્સિજન, ઓઝોન અને કાર્બન ડાર્યોક્સાઇડ જેવા વાયુ છે.32. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ………… છે.
ઉત્તર : ઘટ્ટ33. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ………… ટકા હોય છે.
ઉત્તર : 78.0334. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?
ઉત્તર : 20.99 %
35. વાતાવરણમાં આર્ગોન વાયુનું પ્રમાણ ………………. છે.
ઉત્તર : 0.94 %36. વાતાવરણના મુખ્ય વાયુઓ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ ……….. % છે.
ઉત્તર : 0.0137. કાર્બન ડાયૉક્સાઇડ વાયુ હવાના નીચલા સ્તરમાં વધારે હોય છે. કારણ કે…
ઉત્તર : પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયૉક્સાઈડ ભારે વાયુ છે. તેથી તે નીચલા સ્તરમાં વધારે અને ઉપલા સ્તરમાં ઓછા પ્રમાણમાં હોય છે.
38. આશરે ………. કિમીની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઈડની હાજરી ખૂબ જ ઓછી હોય છે.
ઉત્તર : 2039. વાતાવરણમાં નાઇટ્રોજનની હાજરી આશરે ………….. કિમીની ઊંચાઈ સુધી વધુ હોય છે.
ઉત્તર : 13040. વહેલી સવારમાં ખુલ્લા મેદાન કે સમુદ્રકિનારે ચાલવું જોઈએ, કારણ કે …
ઉત્તર : વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્રકિનારાની હવામાં ઓઝોનનું પ્રમાણ વધારે હોય છે. ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી વહેલી સવારે ખુલ્લા મેદાન કે સમુદ્ર કિનારે ચાલવું જોઈએ.41. વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતાં કયા વાયુઓ જોવા મળે છે?
ઉત્તર : હાઇડ્રોજન અને હીલિયમ42. વાતાવરણમાં રહેલા ………………. ને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે.
ઉત્તર : રજકણો43. રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ કયા આવરણને લીધે શક્ય છે?
ઉત્તર : વાતાવરણ44. વાતાવરણને ‘પૃથ્વીની કુદરતી ઢાલ’ કહે છે, કારણ કે…
ઉત્તર : વાતાવરણમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે વાતાવરણના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઊઠે છે અને નાશ પામે છે. આથી જ વાતાવરણને પૃથ્વીની કુદરતી ઢાલ કહે છે.45. ટૂંક નોંધ લખો : વાતાવરણ
ઉત્તર : પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળનાં રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવ-જંતુઓ એમ ઘન, પ્રવાહી અને વાયુ તત્ત્વો હોય છે. વાયઓમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઑક્સિજન, આર્ગોન, ઓઝાન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. વાતાવરણ રંગ, ગંધઅને સ્વાદરહિત છે. તે પારદર્શક છે.
પૃથ્વી સપાટીથી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જ્યારે ઊંચે જતા હવા પાતળી થાય છે. કાર્બન ડાયૉક્સાઇડ 20 કિમી પછી, ઑક્સિજન 110 કિમી પછી અને નાઇટ્રોજન 130 કિમી પછી નહિવત્ હોય છે. વધુ ઊંચાઈએ તો માત્ર હાઇડ્રોજન અને હીલિયમ જ જોવા મળે છે. વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. તથા રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ થાય છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા સળગીને નાશ પામે છે. વાતાવરણને લીધે જ એકાએક અંધારું કે અજવાળું થતું નથી. - જીવાવરણ એટલે શું?
ઉત્તર :મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ જોવા મળે છે તેને ‘જીવાવરણ’ કહે છે.
47. સૌર પરિવારના કયા ગ્રહને જીવાવરણ મળ્યું છે?
ઉત્તર :પૃથ્વી48. પૃથ્વીના …………………. આવરણ પર સજીવસૃષ્ટિ જોવા મળે છે.
ઉત્તર : જીવાવરણ49. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : જીવસૃષ્ટિમાં માનવ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે.50. માનવજીવનનાં અસ્તિત્વ અને નિર્વાહનો આધાર …………….. છે.
ઉત્તર : જીવાવરણ51. શેના લીધે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે?
ઉત્તર : માનવીની વિવિધ પ્રવૃત્તિને કારણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ આ ત્રણેય દૂષિત બન્યાં છે. પરિણામે જીવાવરણના સંતુલિત તંત્રમાં ખલેલ પડી છે.52. જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ |
(1) નાઈટ્રોજન | (A) 0.03% |
(2) ઓક્સિજન | (B) 78.03% |
(3) આર્ગોન | (C) 20.99% |
(4) કાર્બન ડાયોક્સાઈડ | (D) 0.94% |
(5) અન્ય વાયુઓ | (E) 0.01% |
જવાબ |
(1) – (B) |
(2) – (C) |
(3) – (D) |
(4) – (A) |
(5) – (E) |