1. સ્થાનિક સરકાર એટલે જ પંચાયતી રાજ. (√ કે ×)
જવાબ:-
 √

2. સ્થાનિક સરકાર ના મુખ્ય બે વિભાગ કયા કયા છે.
જવાબ:-
 સ્થાનિક સરકાર ના મુખ્ય બે વિભાગ ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન છે.

3. ગ્રામ્ય પ્રશાસન અંગ કયું છે.
A. ગામ
B. તાલુકો
C. જિલ્લો
D. આપેલ તમામ     √

4. નગરપાલિકા ગ્રામ્ય પ્રશાસન હેઠળ આવે છે.    (√ કે ×)
જવાબ:-
 ×

5. શહેરી પ્રશાસન વ્યવસ્થામાં___ અને ___સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જવાબ :- 
નગરપાલિકા, મહાનગરપાલિકા

6. આપણે પંચાયતીરાજનું__ સ્તરનું માળખું સ્વીકારેલ છે.
જવાબ:-
 3

7.ગ્રામ કક્ષાએ____- કાર્ય કરે છે .
જવાબ :-
 ગ્રામ પંચાયત

8.પંચાયતીરાજના માળખા પ્રમાણે તાલુકા પંચાયત___ કક્ષાએ કાર્ય કરે છે.
જવાબ:-
 તાલુકા

9. પંચાયતી રાજ મુજબ જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સંસ્થા જણાવો.
જવાબ:-
 પંચાયતી રાજ મુજબ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા પંચાયત’ કાર્ય કરે છે.

10. સ્થાનિક સરકાર એટલે શું ? – સમજાવો.

જવાબ:- સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. આ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે .જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.

11. ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં જિલ્લા પંચાયતનો સમાવેશ થતો નથી.    (√ કે ×)
જવાબ:-
 ×

12.બધી જ સરકારો કોના પાયા પર ટકેલી છે? 

A.ગ્રામ પંચાયત     √
B.નગરપાલિકા
C.કેન્દ્ર સરકાર
D.રાજ્ય સરકાર

13.રાજ્ય સરકાર સમગ્ર દેશનો વહીવટ સંભાળે છે.(√ કે ×)
જવાબ:-
 ×

14. ___રાજ્યનો વહીવટ ગુજરાત રાજ્ય સરકાર સંભાળે છે.
જવાબ :- 
ગુજરાત

15. આપણા દેશનો વહીવટ કઈ સરકાર ચલાવે છે .
A.ગ્રામ પંચાયત
B.જિલ્લા પંચાયત
C.કેન્દ્ર સરકાર  √

D.રાજ્ય સરકાર

16. ___-પંચાયતીરાજમાં સૌથી મહત્વનો એકમ છે.
જવાબ:-
 ગ્રામપંચાયત

17. ગ્રામપંચાયત પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ શા માટે છે?
જવાબ:-
 ગ્રામપંચાયતના પાયા પર આપણી બધી સરકારો ટકેલી છે. ગ્રામપંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે. ત્યાર પછી રાજ્યની સરકાર જે તે રાજ્યનો વહીવટ સંભાળે છે. અને દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે, આથી જ ગ્રામપંચાયત પંચાયતીરાજમાં સૌથી મહત્વનું એકમ ગણાય છે.

18. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા માં પાયાનું એકમ __છે.
જવાબ:-
 ગ્રામપંચાયત

19. કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામપંચાયની રચના કરવામાં આવે છે?
A.500 થી 5,000
B.5000 થી 15,000
C.10,000 થી 25,000
D.500 થી 25,000     √

20. ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે?

જવાબ:- ગ્રામપંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 સભ્યો હોય છે.

21.ગ્રામપંચાયતના વડાને___ કહે છે. 

જવાબ:- સરપંચ

22.ગ્રામપંચાયતનાં સરપંચની ચૂંટણી દર __ વર્ષે થાય છે.
જવાબ:-
 પાંચ

23. __ની ચૂંટણી કોઇપણ રાજકીય પક્ષ કે પક્ષના પ્રતિક પર લડાતી નથી.
જવાબ:-
 ગ્રામપંચાયત

24.ગ્રામપંચાયતનાં વિકાસના કાર્યો કોણ કરાવે છે ?
જવાબ:- 
ગ્રામપંચાયતનાં વિકાસના કાર્યો સરપંચ અને સભ્યો મળીને કરાવે છે.

25. ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી _____ની નિમણુક કરવામાં આવે છે. 

જવાબ:- તલાટી-કમ-મંત્રી

26.તલાટી-કમ-મંત્રી કયા કયા કાર્યો કરે છે? 

વાબ:- તલાટી- કમ- મંત્રીની નિમણૂક સરકાર તરફથી કરવામાં આવે છે. તલાટી- કમ- મંત્રી ગ્રામપંચાયતના વહીવટી કાર્યો સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે. ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે.
27. ગ્રામપંચાયતના કાર્યાલયને__ પણ કહે છે.
જવાબ:-
 ગ્રામ સચિવાલય

28.ગ્રામપંચાયતની આવકના સાધનો જણાવો. 

જવાબ:- ગ્રામપંચાયત પાણીવેરો, સફાઈવેરો મિલકતવેરો, મકાન વેરો, અને દુકાન વેરો જેવા વેરા ઉઘરાવે છે તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મેળવે છે .આ ઉપરાંત ગામલોકો તરફથી દાન તરીકે પણ રકમ મેળવે છે.

29.આપેલ પૈકી કયું કાર્ય ગ્રામપંચાયત કરે છે ?

A.પીવાના પાણીની વ્યવસ્થા
B.ગામના રસ્તા બનાવવા
C.દીવાબત્તી વ્યવસ્થા
D.આપેલ તમામ     √

30. ગ્રામપંચાયતના કાર્યો જણાવો.
જવાબ:-
 ગ્રામપંચાયતના કાર્યો નીચે મુજબ છે:
(1)ગામના દરેક ઘરને નંબર આપે છે.
(2) ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરે છે.
(3) ગામના રસ્તા બનાવે છે.
(4) ગામના રસ્તાની સફાઇ અને ગંદા પાણીનો નિકાલ કરાવે છે.
(5) જાહેર મિલકતની જાળવણી કરે છે.
(6) ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરે છે.
(7) ગામમાં દીવાબત્તીનીવ્યવસ્થા કરાવે છે.
(8) ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધાની જાગૃતિ લાવી તેનો ફેલાવો કરે છે.
(9) ગ્રામ વિકાસનું આયોજન કરે છે.
(10) ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરે છે.
(11) જમીન દફતરની જાળવણી કરે છે.
(12) જન્મ-મરણનુ રજીસ્ટર નિભાવે છે.
 
31. ગ્રામસભા એ ગામની__ જેવી છે. 
A.વિધાનસભા
B.ધારાસભા    
C.લોકસભા
D.વિધાનપરિષદ

32. ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ સભાના સભ્યો ગણાય છે. (√ કે ×)
જવાબ:- 
×

33. ગ્રામસભાના સભ્ય કયા- કયા અધિકાર ધરાવે છે ?
જવાબ:-
 ગ્રામસભાનો સભ્ય ગ્રામસભામાં હાજર રહેવાનો ,મત આપવાનો અને કોઈપણ દરખાસ્ત કરવાનો અધિકાર ધરાવે છે.

34. ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું__ વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
જવાબ:- બે

35.ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?
A. સરપંચ     
B.તલાટી- કમ- મંત્રી

C.તાલુકા વિકાસ અધિકારી
D.કલેકટર

36. ગ્રામસભામાં કયા કાર્યો થાય છે?
જવાબ:- 
ગ્રામસભામાં ગ્રામપંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા ,શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે.

37. ટૂંકનોંધ લખો: ગ્રામસભા
જવાબ:- 
ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે .ગામના રહેતા પુખ્તવયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. ગ્રામપંચાયતમાં વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું પડે છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. ગ્રામસભાની અગાઉથી જાણ કરીને બેઠક બોલાવવામાં આવે છે. તેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે તેમજ ગામમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગ્રામસભામાં ગ્રામ વિકાસ અને ગામના પ્રશ્નોની ચર્ચા થાય છે. ગ્રામસભાથી ગામને પારદર્શક વહીવટ મળે છે.

38. ગ્રામસભામાં દરેક સભ્યે હાજરી આપવી જોઈએ? શા માટે?
જવાબ:-
 ગ્રામસભામાં ગ્રામપંચાયતે કરવાનાં વિકાસનાં કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. ગામનાં રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો વિશે ચર્ચા કરવામાં આવે છે. જો ગામના બધા સભ્યો જાગ્રત રહે હાજરી આપે તો ગામની સમસ્યાઓનો નિકાલ આવે અને ગામને પારદર્શક વહીવટ મળે, જેથી ગ્રામસભામાં દરેક સભ્યએ હાજરી આપવી જોઈએ.

39. સ્થાનિક સરકારમાં ગ્રામપંચાયત પછીનું બીજું સ્તર___ છે .
જવાબ:-
 તાલુકા પંચાયત

40. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાના ક્ષેત્રફળ ના આધારે નક્કી થાય છે.(√ કે ×) 

જવાબ:- ×

41.તાલુકા પંચાયતની સભ્યસંખ્યા જણાવો.
જવાબ:-
 તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ ૩૨ સભ્યો હોય છે.

42. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે.

A.25℅
B.50℅
C.75℅
D.10℅

43. તાલુકા પંચાયતના સભ્યોને કોણ ચૂંટે છે ?

જવાબ:- તાલુકા પંચાયતના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે.

44. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કેવી રીતે થાય છે?
જવાબ:-
તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે.

45.તાલુકા પંચાયતને કોઈપણ બે સમિતિઓના નામ જણાવો.
જવાબ:-
 કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ તાલુકા પંચાયતની સમિતિઓ છે.

46. તાલુકા પંચાયતના વડાને__ કહે છે. 

જવાબ:- પ્રમુખ

47.તાલુકાના વહીવટી વડાને ___ કહે છે. 

જવાબ:- તાલુકા વિકાસ અધિકારી

48. T.D.O. નું પુરું નામ લખો.
જવાબ:-
 T.D.O.નું પૂરું નામ Taluka Development Officer છે.

49.T.D.O. ની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે.    (√ કે ×)
જવાબ:-
 ×

50. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય___ કરે છે.
જવાબ:-
 તાલુકા વિકાસ અધિકારી

51. તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટ કોણ તૈયાર કરે છે?
A. તાલુકા પ્રમુખ
B.તાલુકા વિકાસ અધિકારી √
C.તલાટી- કમ- મંત્રી
D.જિલ્લા વિકાસ અધિકારી

52. તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો.
જવાબ:-
 તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં ઠરાવનો અમલ કરાવે છે, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. અને તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે.

53. તાલુકા પંચાયત તાલુકામાં પ્રાથમિક શાળાઓની સ્થાપના કરી તેમનું સંચાલન કરે છે.(√ કે ×)
જવાબ:-
 √

54. તાલુકા પંચાયત ના કાર્યો જણાવો .
જવાબ:-
 તાલુકા પંચાયત નીચે મુજબનું કાર્યો કરે છે:

(1) તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવી.
(2) રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી.
(3) ગ્રામ્ય માર્ગો બનાવવા તથા તેની જાળવણી કરવી.
(4) પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું.
(5) તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા માટે આયોજન કરવું.
(6) સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃતિનઓ,સામાજિક વિકાસ માટે સહાય પૂરી પાડવી.
(7)પૂર,આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવી.

55.સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર__ છે. 

જવાબ:- જિલ્લા પંચાયત

56.ત્રિ-સ્તરીય પંચાયતીરાજનું સૌથી ઉપરનું સ્તર___ છે.
જવાબ :- 
જિલ્લા પંચાયત

57.જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા કેટલી હોય છે ?
જવાબ:-
 જિલ્લા પંચાયત ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે.

58. જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા શેના આધારે નક્કી થાય છે?
જવાબ:-
 જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા જિલ્લાની વસ્તીના આધારે નક્કી થાય છે.

59. જિલ્લા પંચાયતમાં 50℅ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે.
(√ કે ×)
જવાબ:-
 √

60.જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો__ અને __ને ચૂંટે છે.