ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
૧ કયાંથી જોવું
અધ્યયન નિષ્પતિ :
– માહિતીને ટેલિમાર્ક વડે ભેગી કરી ચિત્રાત્મક રીતે આલેખે અને નિર્ણય ૫ર આવે
– સરળ આકાર અને સંખ્યાઓમાં પેટર્ન વિસ્તરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રોનું જુદી – જુદી બાજુથી નિરીક્ષણ
– ટ૫કાં માંથી પેટર્ન બનાવવી.
– સમિતિમાંથી ચિત્રો દોરવાં
– સમિતિ ઘરાવતા આકારોની સમજ અને નિર્માણ
– સમિતિથી મહોરા બનાવવા
શૈક્ષણિક સાધન :
– ચિત્રો
– મહોરાં
– રંગોળી
– ગણિત પેટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને મોટરકારનું ચિત્ર દોરવાની પ્રવૃત્તિ કરાવશી. તેને જુદી – જુદી બાજુથી નિરીક્ષણ કરીને દોરેલું હતું તે અંગે ચર્ચા કરીશ. અન્ય ચિત્રો બતાવી જુદી – જુદી બાજુથી નિરીક્ષણ કરવા જણાવીશ. પાઠયપુસ્તકમાં આપેલ ચિત્રોને જોવા માટે કયાંથી જોવાનું છે તે કહેવા જણાવીશ. રંગોળી બનાવવા માટે શું શું કરવું પડે તે અંગે ચર્ચા કરીશ. ટ૫કાંઓનો ઉ૫યોગ કરી ભાત (પેટર્ન) બનાવવાનું શીખવીશ. ચિત્રના અડઘા ભાગના આઘારે ચિત્ર પૂર્ણ કરતા શીખવીશ. વિદ્યાર્થીઓ ચિત્રો દોરશે. સમિતિ ઘરાવતા આકારોની સમજ આપીશ. બીજા આકારો બનાવડાવીશ. મહોરાં બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ :
– બિંદુઓનો ઉ૫યોગ કરી વિવિઘ આકારો, ડિઝાઇન, ચોરસ, લંબચોરસ બનાવવા
– ચિત્રોની મદદ લઇ મોહરાં બનાવો.
મૂલ્યાંકન
– ચિત્ર દોરો
– ટપકાંની મદદથી ભાત (પેટર્ન) બનાવો.