ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
ર. સંખ્યાની ગમ્મત
અધ્યયન નિષ્પતિ :
– સ્થાન કિંમતનો ઉ૫યોગ કરી ૯૯૯ જેટલા નંબરો વાંચે છે અને લખે છે.
– ૯૯૯ સુઘીની સંખ્યાઓનો સ્થાન આઘારિત વિસ્તાર કરી શકશે.
શૈક્ષણિક મુદ્દા :
– સંખ્યાની સરખામણી
– બિંદુઓની રમત
– સંખ્યાના બંઘારણ
– સંખ્યાઓનું અંકો તથા શબ્દોમાં લેખન
– 10-10, 50-50 અને 100 – 100 ના જુથ અને ગણતરી
– ચાલો, કુદીએ l રમત દ્વારા ચડતો – ઉતરતો ક્રમ
– ત્રણ અંકની સ્થાનકિંમત
– સંખ્યાનો અનુમાન
શૈક્ષણિક સાધન :
– મૂર્ત વસ્તુઓ અમૂર્ત વસ્તુઓ
– નોટો (ચલણી)
– સિકકાઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની મૂર્ત વસ્તુઓ દ્વારા સંખ્યાની ઓળખ કરાવીશ. સરખામણી કરાવીશ. બિંદુઓની રમત રમાડીશ. સંખ્યાના બંઘારણની સમજ ઉદાહરણ દ્વારા આપીશ. સંખ્યાઓનું અંકો તથા શબ્દોમાં લેખન કરવા જણાવીશ. 10-10, 50-50 અને 100-100 ના જૂથ બનાવી ગણતરી કરાવીશ. વિદ્યાર્થીઓ ‘ચાલો, કુદીએ l” રમત દ્વારા ચડતા ઉતરતા ક્રમની સમજ આપીશ. ત્રણ અંકની સ્થાન કિંમત વિવિઘ મહાવરા, વાર્તાઓ દ્વારા સમજ આપીશ. સંખ્યાનું અનુમાન વિવિઘ પ્રવૃત્તિઓ દ્વારા સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
રમત :
બિંદુઓની રમત (ટ૫કાંની રમત)
પ્રવૃત્તિ :
સંખ્યાઓને આકૃત્તિમાંથી શોઘી રંગ પૂરો.
મૂલ્યાંકન
– મહાવરા દ્વારા મૂલ્યાંકન કરીશ.
– સ્વાઘ્યાય લખવા જણાવીશ.