ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
૩. આપો અને લો
અધ્યયન નિષ્પતિ :
– સરવાળો ૯૯૯ થી વઘે નહીં તેવા રોજિંદા જીવનને સ્પર્શતા સરવાળાના વ્યવહારું કોયડા ઉકેલી શકશે.
– રોજિંદા જીવનની સમસ્યા / ૫રિસ્થિતિને ત્રણ અંકની સંખ્યાઓના સરવાળા અને બાદબાકી દ્વારા ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બે અંકોના સરવાળા અને બાદબાકી માટે 10 x 10 અંકોના કોઠાનો ઉ૫યોગ કરી મૌખિક રીતે પ્રક્રિયાની સમજ
– બે અંકોના વ્યવહારિક સરવાળાના કોયડા
– ત્રણ અંકોના સરવાળા
– સરવાળાના વ્યવહારિક કોયડા
શૈક્ષણિક સાધન :
– 10 x 10 અંકોની કોઠાનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને 10 x 10 અંકોના કોઠાનો ઉ૫યોગ દ્વારા બે અંકોના સરવાળા અને બાદબાકીની મૌખિક રીતે પ્રક્રિયા કરી સમજ આપીશ. મૌખિક સરવાળા બાદબાકીના દાખલા ઉદાહરણ દ્વારા શીખવીશ. બે અંકોના વ્યવહારિક કોયડા (સરવાળા) ના દાખલા શીખવીશ. ત્રણ અંકની સંખ્યાના સરવાળાના દાખલા વિવિઘ ઉદાહરણ થી શીખવીશ. વ્યવહારિક કોયડા ઉકેલના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : મારો ખોરાક શોઘો.
રમત : કેરી અને મરચાની રમત
રમત : અંક જીતો કાર્ડની રમત
મૂલ્યાંકન
– સરવાળા અને બાદબાકીના દાખલા ગણો.