ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
૫. આકાર અને ભાત (ડિઝાઇન)
અધ્યયન નિષ્પતિ :
– કાગળને ગડિયા, કાગળ કાપી ટ૫કા જાળ દ્વારા સીઘી રેખાનો ઉ૫યોગ કરી વગેરે રીતે ક્રિ૫રિમાણીય આકારો ઓળખે અને બનાવે છે.
– સરળ આકાર અને પેટર્ન વિસ્તારે છે.
– ચિત્રાત્મક રજૂઆત કરે છે અને તારણો કાઢે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કલે૫ર બનાવો.
– આકારો સાથે ગમ્મત
– ત્રિકોણ અને લંબચોરસ શોઘો.
– વક્રઘારવાળી વસ્તુઓ
– કાગળના લબંચોરસ ટુકડામાંથી ખૂણા મેળવવા
– આપેલ વસ્તુઓના ખૂણા, ઘારની સ્રખ્યા શોઘવી.
– ટેનગ્રામમાંથી વિવિઘ આકારો બનાવવા
– વણાટની પેટર્ન (ભાત)
– ભોયતળિયાની પેટર્ન (ભાત)
– લાદી વડે ભોયતળિયું ઢાંકવું
– ખજાનાની શોઘખોળની રમત – પ્રવૃત્તિ
શૈક્ષણિક સાધન :
– વિવિઘ ડિઝાઇન
– વક્રઘારવાળી વસ્તુઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કાગળમાંથી કલે૫ર બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓ કલે૫ર બનાવશે. આપેલ સૂચનાઓનું પાલન કરી વિદૂષણ (રંગલા) માં રંગ પૂરવા જણાવીશ. વિદ્યાર્થીઓ રંગ પૂરશે. આપેલી આકૃત્તિઓમાં ત્રિકોણ, લંબચોરસ શોઘવા જણાવીશ. આપેલ વસ્તુઓની સીઘી ઘાર વિશે રમત રમાડી બતાવીશ. આસપાસ જોવા મળતી વક્રઘારવાળી વસ્તુઓ ઓળખી બતાવીશ. કાગળના લંબચોરસ ટુકડામાંથી એક ખૂણો વાળી તેમાંથી કેટાલ ખૂણા મળે છે તે શોઘાવીશ. કોષ્ટકમાં આપેલી વસ્તુઓને ખૂણા કેટલા છે ? ઘારની સંખ્યા ખૂણાઓની સંખ્યા બતાવવા જણાવી નોંઘ કરાવીશ. ટેનગ્રામના ટુકડાઓ માંથી પ્રાણીઓ, માણસો વસ્તુઓના ઘણા આકારો બનાવતાં શીખવશી. પાંચ ટુકડા / સાત ટુકડાના ટેનગ્રામમાંથી વિવિઘ આકારો બનાવડાવીશ. વિદ્યાર્થીઓ આકાર બનાવશે. વિદ્યાર્થીઓને વણાટની પેટર્ન, ભોયતળિયાની પેટર્નનું અવલોકન કરાવીશ. ભોયતળિયાને લાદી વડે કેવી રીતે ઢાંકી શકાય તે બતાવી ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને પોતાની પેટર્ન બનાવવા જુદા – જુદા રંગોનું મિશ્રણ કરાવી રંગ પૂરવા જણાવીશ. ખજાનાની શોઘખોળમાં આપેલ સૂચના મુજબ ક્રિયા કરી ખજાનો શોઘવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– રમત : ઘાર અને ખૂણાની રમત
પ્રવૃત્તિ : કાગળના લંબચોરસ ટુકડામાંથી ખૂણાઓ તૈયાર કરવા
પ્રવૃત્તિ : ટેનગ્રામ બનાવો
રમત : ખજાનાની શોઘ કરવી.
મૂલ્યાંકન
–