ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
૬ આપ-લેની ગમ્મત
અધ્યયન નિષ્પતિ :
– પુન: વર્ગીકરણ કર્યા વગર કે કરીને ત્રણ આંકડાની સંખ્યાના સરવાળા અને બાદબાકી કરી સાદી રોજિંદા જીવન સમસ્યાઓનો ઉકેલ લાવે છે. (૯૯૯ કરતાં વઘુ નહી)
– સંખ્યાત્મક પેટર્ન સમજે.
– રોજિંદા જીવનના કોયડા સરવાળા બાદબાકી કરે.
શૈક્ષણિક મુદ્દા :
– બે અંકો / ત્રણ અંકોની સંખ્યાની બાદબાકી વ્યવહારૂં કોયડા ઉકેલ
– બે અંકો / ત્રણ અંકોની સંખ્યાના સરવાળા
– વ્યવહારું કોયડા ઉકેલ
– પ્રવૃત્તિ : ચાલો ૫ત્રો વહેંચીએ (ગણતરી દ્વારા) પેટર્ન જોઇ ખૂટતી સંખ્યા લખો.
– સરવાળા – બાદબાકીના મૌખિક દાખલા
– મહાવરાના દાખલા દ્વારા દ્રઢિકરણ
– વાર્તા – પ્રશ્નો બનાવવા
– રાજાના ઘોડાની વાર્તા દ્વારા કોયડા ઉકેલ
– કોયડા ઉકેલ વિદ્યાર્થીઓ દ્વારા
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને બે અંકો તથા ત્રણ અંકોની સંખ્યાના બાદબાકીના દાખલા શીખવીશ. વ્યવહારું કોયડાના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. દશકો લઇ શકાય તે બાદબાકીના દાખલા શીખવીશ. બે અંકો / ત્રણ અંકોના સંખ્યાના સરવાળાના દાખલા ગણાવીશ. વ્યવહારું કોયડાના દાખલવા શીખવીશ. ચાલો ૫ત્રો વહેંચીએમાં ૫ત્ર ઉ૫ર સાચા રૂમ નંબર લખો. ૫છી ઉ૫ર દર્શાવેલ ઇમારત (ભવન) માં રૂમ શીખવીશ. અને તેની ફરતે વર્તુળ દોરવા જણાવીશ. સંખ્યાની પેટર્ન જોઇ ખૂટતી સંખ્યા લખો. મૌખિક ગણિતના સરવાળા બાદબાકીના દાખલા ગણાવીશ. મહાવરાના દાખલા, વ્યાહવારિક કોયડાની ચર્ચા કરી. દ્રઢિકરણ કરાવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. વાર્તા – પ્રશ્નો બનાવાવ માટે જૂથ કાર્ય સોપીશ. વિદ્યાર્થીઓ વાર્તા પ્રશ્નો બનાવશે. રાજાના ઘોડાની વાત દ્વારા ઘોડાની ગણતરી કરાવીશ. મુર્ખ રાજા કોઇ ખૂટતો ઘોડો શોઘી શકયો નહી. તમે તેને મદદ કરશો. ચર્ચા કરીશ. આપેલ કોયડો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીશ. વિદ્યાર્થીઓ કોયડાનો ઉકેલ મેળવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : બજારમાંથી ખરીદેલી વસ્તુઓની યાદી કરી તેમની કિંમતના સરવાળા કરાવીશ.
મૂલ્યાંકન
– મહાવરાના દાખલવા ગણવા જણાવીશ.
– સરવાળા – બાદબાકીના દાખલવા ગણવા જણાવીશ.