ધોરણ : 3 વિષય : ગણિત
પાઠનું નામ:
૫. સમય વહી જાય છે…..
અધ્યયન નિષ્પતિ :
– સમયના નાના – મોટા એકમો વિશે જાણે અને જરૂરી ૫રિસ્થિતિમાં તેનો ઉ૫યોગ કરી શકે.
– કેલેન્ડર ૫ર ચોકકસ દિવસ અને તારીખને ઓળખે છે.
– ઘડિયાળનો ઉ૫યોગ કરીને સમયને કલાકમાં યોગ્ય રીતે વાંચે છે.
– ચિત્રાત્મક રજૂઆત કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઉલટા – સૂલટા સમયની વાર્તાનું કથન
– કોણ કેટલો સમય લે છે ?
– તેની માહિતી અંગે ચર્ચા
– મિનિટ, કલાક દિવસની સમજ
– રમત : ‘’તાળી પાડો તાળી પાડો’’ જૂથમાં રમો.
– સુઘાના જન્મના પ્રમાણ૫ત્રનો અભ્યાસ – પ્રશ્નોત્તરી
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– ૨૦૧૮ ના કેલેન્ડરનો અભ્યાસ તથા તેના આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– ઉજવાતા તહેવારો કેલેન્ડરનો અભ્યાસ – જાદુ બતાવવા
– માર્ચ ૨૦૧૯ ના કેલેન્ડરનો અભ્યાસ ઓગષ્ટ ૨૦૧૯ નવું કેલેન્ડર બનાવવાની પ્રવૃત્તિ
– પેડકીદેવીની સત્ય વાતનું કથન
– કુસુમની દિનચર્યાના ને આઘારે ઘડિયાળમાં કાંટો દોરવો તથા સમય લખવો.
– વિદ્યાર્થીની દિનચર્યા તથા ઘડિયાળમાં કાંટા
શૈક્ષણિક સાધન :
– ઘડિયાળ
– કેલેન્ડર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ઉલટા – સૂલટા સમયની વાતનું કથન કરીશ. તેમાં રંગીન શબ્દ ખોટા છે તેની બાજુમાં ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી લખવા જણાવીશ. કોણ કેટલો સમય લે છે. તે માહિતી મેળવી કોષ્ટક પૂર્ણ કરાવીશ. મિનિટ, કલાક, દિવસની માહિતી આપીશ. અમુક ક્રિયાઓ થવા માટે લાંબો સમય થાય છે તેની વાત કરીશ. વિદ્યાર્થીઓને ‘તાળી પાડો તાળી પાડો ‘’ રમત રમાડીશ. આપણે કેટલી ઉંમરનાં છીએ તેની ચર્ચા કરી ઘરના સભ્યોની ઉંમરની માહિતી મેળવીશ. સુઘાના જનમના પ્રમાણ૫ત્રનું અવલોકન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી માહિતી મેળવીશ. વિદ્યાર્થીઓને ૨૦૧૮ ના વર્ષના કેલેન્ડરનો અભ્યાસ કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ઉત્તર આ૫શે. આ૫ણે ઉજવતા તહેવારો વર્ષ ૨૦૧૮ ના કેલેન્ડરમાં કયા વારે આવે છે તે શોઘવાની પ્રવૃત્તિ કરાવીશ. તે તહેવારોને વર્ષના કેલેન્ડર મુજબ ક્રમમાં ગોઠવવા જણાવીશ. ફેબ્રુઆરી ૨૦૧૯ ના કેલેન્ડરનો અભ્યાસ કરાવી કેલેન્ડરનો જાદુ બતાવીશ. તેમાં ત્રણ સંખ્યાના સરવાળો કરાવીશ. આવું કેટલી વખત બને છે તે શોઘાવીશ. આવો બીજો જાદુ માર્ચ – ર૦૧૯ ના કેલેન્ડરમાં શોઘાવીશ. પેડકીદેવીની સત્ય વાર્તાનું કથન કરીશ. તેના આઘારે સમયરેખા તૈયાર કરાવીશ. કુસુમની દિનચર્યાના આઘારે ઘડિયાળમાં કાંટા, દોરવા તથા જયાં સમય લખેલ નથી તે લખવા જણણાવીશ. દરેક વિદ્યાર્થીઓની દિનચર્યાના આઘારે ઘડિયાળમાં સમયના કાટા દોરવા જણાવીશ. આ સમયે શું કરો છો તેની નોંઘ કરાવીશ. સમયને શબ્દોમાં લખાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
રમત : તાળી પાડો તાળી પાડો, તમે ઝીલો તે ૫હેલાં
પ્રોજેકટ : તમારા માતા – પિતાને પૂછી તમારા જન્મનું પ્રમાણ૫ત્ર તૈયાર કરો.
પ્રવૃત્ત : ઓગષ્ટ ૨૦૧૮ નું કેલેન્ડર બનાવો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.