ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૫. માટી ની મજા
અધ્યયન નિષ્પતિ :
– આપણા ઘર / શાળા કે રસોડા ની ખાધ વસ્તુઓ, વાસણો, ચૂલો અને રાંધણ પ્રક્રિયાઓનું અવલોકન કરે.
– વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ જેમ કે વાસણો અંગેની પ્રવૃતિઓ વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વર્તનું કથન
– વિદ્યાર્થીઓ દ્વારા શ્રવણ
– વિચારો અને લખો – ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– માટીના વાસણો “કુંભાર ની મુલાકાત”
– માટી માંથી વાટકી, કટોરો બનાવવાની પ્રવૃતિ
– વિચારો અને કહો – ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– વિચારો અને લખો જુથ ચર્ચા
શૈક્ષણિક સાધન :
– માટી માંથી બનતા સાધનોના ચિત્રો કે વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વર્તનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. બાળકો વાર્તાની રચના થી ઘટના ક્રમને સમજશે અને માણશે. તેના આધારે વિદ્યાર્થીઓ વિચારો અને લખો ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તરો આપશે. વિદ્યાર્થીઓને માટી માંથી વાટકી બનાવવાની પ્રવૃતિ કરાવીશ. માટી માંથી કટોરો બનવવાનની પ્રવૃતિ કરાવીશ. વિદ્યાર્થીઓ માંથી માંથી વાટકી કટોરો બનાવશે. વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિ ની તકપૂરી પાડીશ. વિચારો અને કહો માં આપેલ પ્રશ્નો ના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. વિચારો અને લખો માં આપેલ વિગતની જુથમાં ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રોજેક્ટ : “કુંભાર વ્યવસાયકારો ની મુલાકાત તથા ‘કુંભાર’ સાથે રૂબરૂ પ્રશ્નોત્તરી કરી જવાબ મેળવવા
– પ્રવૃતિ : માટીની વાટકી બનાવવી
– માટીમાંથી કટોરો બનાવવો.
મૂલ્યાંકન
– આપેલા પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.