ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૬. મારુ ઘર
અધ્યયન નિષ્પતિ :
– ઘર, શાળા અને પાડોશ માં રહેતી વસ્તુઓ અને ચિન્હો, સ્થાનો જેવા કે જુદા – જુદા પ્રકારના ઘર, આશ્રમ સ્થાનો પ્રવૃતિઓને ઓળખાશે.
શૈક્ષણિક મુદ્દા :
– મકાનો માં વિવિધતા
– નસિમ – શ્રીનગર
– ભૂપેન – આસામ
– ચમેલી – મનાલી
– મિતાલી અને અનુજ રાજકોટ
– કાશીરામ – રાજસ્થાન
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– વિવિધ ઘરોના ચાર્ટ કે ચિત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠમાં આપેલ વિવિધ પ્રદેશ વાર ઘરો વિષે વારાફરતી જણાવીશ. ઘરોની વિવિધતા તથા વિશેષતા વિષે વિસ્તૃત માહિતી આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. આપેલ પ્રશ્નોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો આપશે. બાળકો મકાનોના માળખા, મકાનો કેવી આબોહવાને અનુરૂપ બાંધવા આવ્યા છે ? તે વિષે માહિતગાર થશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂના નો સંગ્રહ કરો.
– પ્રવૃતિ : ચાલો ઈંટ બનાવી
– પ્રવૃતિ : જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો.
મૂલ્યાંકન
– આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.