ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૦. રસોડાની વાત
અધ્યયન નિષ્પતિ :
– સમાનતાઑ, અસમાનતાઑ (જેમ એ ભોજન) અનુસાર વસ્તુઓના ઉપયોગ દ્વારા ઓળખી ને તે નો સમૂહ બનાવે છે.
– વર્તમાન અને પહેલા (વડીલોના સમયની) વસ્તુઓ અને પ્રક્રિયાઓ (જેમ કે વાસણ) માં ભેદ સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઓવર લેપીંગ કરેલ વાસણોના ચિત્રોમાં રંગ પૂરો
– ઘર માં રસોઈ બનાવવા હોય તેવા વાસણોની ચર્ચા
– ખોરાક રાંધવાની રીતનું વર્ણન
– વિવિધ વાનગીઓ બનાવવાની રીત
– રસોઈ બનાવવામાં વપરાતું ઈંધણ
– મગ ને ફણગાવવાનો પ્રયોગ, તેમાંથી વાનગી બનાવવી.
– રાંધ્યા વગર શું શું બનાવી શકાય તેની નોંધ
શૈક્ષણિક સાધન :
– શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઓવર લેપીંગ કરેલ ચિત્રોમાં ટપાકા દેખાય છે. ત્યાં રંગ પુરવીશ. ઉપસેલા ચિત્રોની નોંધ કરાવીશ. ઘર માં રસોઈ બનાવતા હોય તેવા વાસણો નોંધી લાવવા જણાવીશ. વાસણો શેન બનેલા છે ? તે ચર્ચા કરી નોંધ કરવિશ. રોટલી કેવી રીતે બને છે તે અંગે ચર્ચા કરીશ. આપેલ વાનગી બનાવવાની રીત દ્વારા કઈ કઈ વાનગી બનાવી શકાય તેની ચર્ચા કરાવીશ. આપેલ રસોઈ બનાવવાના સાધનોમાં જે ઈંધણ વાપરે તેને ચિત્ર સાથે જોડો. ફણગાવેલા મગ કેવી રીતે તૈયાર થાય છે તેનું પ્રયોગ દ્વારા સમજણ આપીશ. તૈયાર થયેલા મગમાં ડુંગળી, ટામેટાં, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી વાનગી તૈયાર કારવડાવીશ. તે વાનગી ખાવા જણાવીશ. રાંધ્યાવગર શું શું બનાવી શકાય તેની નોંધ કરાવીશ. ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ઓવર લેપીંગ કરેલા વાસણો ના ચિત્રોમાં રંગ પૂરી વાસણો ઓળખી નોંધ કરો.
– ઘરે રસોડા માં જય રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો. તેના આધારે આપેલ માહિતી નોંધો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.