ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૧. આપણા વાહનો
અધ્યયન નિષ્પતિ :
– પોતાના આજુબાજુ ની વસ્તુઓ (વાહન – વ્યવહારના વાહનો) ને ઓળખે છે.
– વર્તમાન અને પહેલા (વડીલોના સમયની) વસ્તુઓ અને પ્રક્રિયાઓ માં ભેદ સમજે.
શૈક્ષણિક મુદ્દા :
– “આગગાડી” ગીતનો અભિનય સાથે ગાન
– ગીત ને આધારે પ્રશ્નોત્તરી
– અલગ અલગ સ્થળો એ ફરવા માટે ઉપયોગ માં લેવામાં આવતા વાહનો
– ઘરે થી અલગ અલગ સ્થળો કેવી રીતે જશો તેની ચર્ચા
– વાહનોના ઉપયોગો
– વાહનોમાં સમયે સમયે આવેલા બદલાવ
– આગગાડી બનાવવાની પ્રવૃતિ
– વાહનોના અવાજ પર થી વાહનો ઓળખવા
– ચિત્રનું અવલોકન અને તેના આધારે પ્રશ્નોત્તરી
– ચિત્રો સાચા ક્રમમા દોરો
– વાહનોના ચિત્રો એકત્રિત કરવા
શૈક્ષણિક સાધન :
– વાહનોના ચાર્ટ
– વાહનોના વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની સમક્ષ “આગગાડી” ગીતનું અભિનય સાથે ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગીતનું અભિનય સાથે ગાન કરશે. તેના આધારે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીશ. વેકેશનમાં વિદ્યાર્થીઓ અલગ અલગ સ્થળોએ કયા વાહનોમાં ફરવા ગયા હતા તે વાત કરીશ. તમારા ઘરે થી તમે અલગ અલગ સ્થળોએ કેવી રીતે જશો તેની ચર્ચા કરાવી નોંધ કરાવીશ. આપેલ ચિત્રોની સામે વાહનોના ઉપયોગ ચર્ચા કરી લખવા જણાવીશ. વાહનોના પૈડાની સંખ્યા લખી તેના ઉપયોગ લખવા જણાવીશ. વડીલોની મદદ થી મેળવેલી માહિતી ને વાહનો માં સમયે સમયે આવેલ બદલાવ વિષે. માહિતી લાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ માહિતી એકત્રિત કરશે. આગગાડી બનાવવાની પ્રવૃતિ કરાવીશ. દિવાસળીના ખાલી ખોખ મથિવીદ્યાર્થીઓ આગગાડી બનાવશે. આપેલ વાહનોના આવાજ પરથી
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– તમે જોયેલા વાહનોની યાદી બનાવો.
– વડીલો પાસેથી વાહનોમાં સમયે સમયે થયેલા બદલાવની માહિતી એકત્રિત કરવી.
– ખાલી દિવાસળીના બોક્સ ના ઉપયોગ થી આગગાડી બનાવવી.
મૂલ્યાંકન
–