ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૫. એક શાળા
અધ્યયન નિષ્પતિ :
– પરિવારના સભ્યોની સાથે પરસ્પર સબંધોને સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કુટુંબના સભ્યોની ઓળખ
– કુટુંબના બે સભ્યો વચ્ચેનો સબંધ
– કુટુંબના સભ્યો વચ્ચેની સમાનતા
– કુટુંબના (ઘર) ના કામમાં મદદ
– કુટુંબ પાસે થી શું શીખ્યા ?
– ઘરના નિયમોનું પાલન
– કુટુંબના સભ્યોનો સ્વભાવ
– વડીલો પાસે થી વાર્તાઓ રમૂજી ઘટનાનું શ્રવણ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ પાસે કુટુંબમાં કોણ કોણ છે ? તેઓના નામ અને સબંધ વિષે માહિતી મેળવી નોંધ કરાવીશ. કુટુંબના બે સભ્યો વચ્ચેનો સબંધ ની નોંધ કરવા જણાવીશ. કુટુંબના સભ્યો વચ્ચેની સમાનતા હોય તો તેના વિષે માહિતી મેળવીશ. કુટુંબના (ઘર) કામમાં તમે કયા કયા કામમાં મદદ કરો છો તે અંગે ચર્ચા કરીશ. ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા કુટુંબ પાસે થી શું શીખ્યા તે અંગે માહિતી મેળવીશ. દરેક ઘરમાં અમુક નિયમોનું પાલન કરવું પડે છે તેની માહિતી મેળવીશ. ચર્ચા કરીશ. કુટુંબના સભ્યોમાં વડીલોને કેવી રીતે માં આપવું. સભ્યોના સ્વભાવ અંગે ચર્ચા કરીશ. વડીલો પાસે થી વાર્તાઓ, રમૂજી ઘટનાનું શ્રવણ કરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : કુટુંબના સભ્યો સાથેનો એકફોટો ચોંટાડો અથવા દોરો
– પ્રૉજેક્ટ : દૈનિક પત્રો, મેગેઝીન કે અન્ય સાહિત્ય માંથી કુટુંબના વિવિધ ફોટો એકત્રિત કરો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.