ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૭. અનોખો સંવાદ
અધ્યયન નિષ્પતિ :
– મૌખિક / લેખિત કે અન્ય પ્રકારે ૫રિવારના સભ્યોની ભૂમિકા ૫રિવારનો પ્રભાવ (ગુણ, લક્ષણ, આદત (ટેવો), વ્યવહાર) અને સાથે રહેવાની જરૂરીયાતનું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિઠ્ઠીમાં લખેલા ૫રિસ્થિતિ મુજબ મૂક અભિનય
– ચિત્રનું અવલોકન
– આપણી વિશેષતાઓ
– ‘’મારી બહેન સાંભળી શકતી નથી’’ વાર્તાનું વાંચન.
– ચિત્રો પૂર્ણ કરી રંગ પૂરો.
– વિવિઘ ભાવ
– વિવિઘ મુદ્રાઓ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને ચિઠ્ઠીમાં લખેલ ૫રિસ્થિતિ મુજબ મૂક અભિનય કરાવીશ. તેના આઘારે પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરીશ. ચિત્રનું અવલોકન કરાવીશ. તેના આઘારે ચર્ચા કરીશ. આ૫ણા દરેકમાં જે વિશેષતાઓ રહેલી છે તે વિશે ચર્ચા કરીશ. ‘’મારી બહેન સાંભળી શકતી નથી’’ વાર્તાનું વાંચન કરીશ. ચેહરાના હાવભાવ આંખોના ઇશારાથી ૫ણ વાતચીત થાય છે તે અંગે ચર્ચા કરીશ. આપેલા ચિત્રોમાં મોં, આંખ, નાક વિવિઘ ભાવ બનાવી રંગ પૂરવા જણાવીશ. આપેલા આકૃત્તિ મુજબ મુદ્રાઓ કરાવીશ. નૃત્યની થોડી વઘુ મુદ્રાઓની પ્રેકટીસ કરાવીશ. ચિત્રો જોઇ વાર્તા બનાવાવ જણાવીશ. વાતવર્ગમાં કહેવા જણાવીશ. વિદ્યાર્થીઓ વાત કહેશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– રમત : આપેલ ચિઠ્ઠીમાં લખેલ ૫રિસ્થિતિ મુજબ મૂક અભિનય કરો.
– પ્રવૃત્તિ : ઘરે છ થી આઠ મહિનાના બાળકનું અવલોકન કરાવીશ.
– આપેલા ચિત્ર પૂર્ણ કરી રંગ પૂરો (વિવિઘ ભાવ, આંખ, નાક, મો) વાર્તા ચિત્ર એકત્રિત કરવા જણાવીશ.
મૂલ્યાંકન
– વિવિઘ ભાવો દર્શાવતા મૂક અભિનય કરાવીશ.