ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૯. આપણાં સાથી
અધ્યયન નિષ્પતિ :
– આસપાસ જોવા મળતાં ૫ક્ષી અને પ્રાણીઓને સામાન્ય લક્ષણો જેવા કે પ્રચલન, રહેઠાણ, ખોરાક અને અવાજને આઘારે ઓળખે છે.
– જુદા – જુદા પ્રાણીઓ અને ૫ક્ષીઓને લક્ષણો અને પ્રવૃત્તિને સમાનતા તથા તફાવતના આઘારે તેમના જૂથ ૫ડે છે (ગમો-અણગમો) પ્રચલન, ખોરાક અને અન્ય બાબતો
શૈક્ષણિક મુદ્દા :
– ‘’પંખીને ઇજા …… ‘’ વાતનું કથન
– યાદ કરો અને લખો ‘’શંકરની બિલાડી…..’’ વાતનું કથન વિચારો અને કહો.
– પ્રાણીઓ પ્રત્યે લાગણીઓની ચર્ચા
– ગંગાની ગાય – પ્રસંગનું વાંચન
– વિચારો અને કરો પ્રશ્નોત્તરી
– જુઓ અને લખો : વિચારો અને કરો : ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– યાદ કરો અને લખો : ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– પંખી ૫રબ બનાવવાની પ્રવૃતિ કયું ૫ક્ષી પાણી પીવા આવે છે ? તેનું અવલોકન વિચારો અને લખો માનવી અને પ્રાણીને જરૂરી વસ્તુઓ
– વિચારો અને કહો : પ્રાણીઓ ખોરાક
– વિચારો અને લખો : ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– સમજો અને જોડોની પ્રવૃત્તિ કોણ શું ખાય છે તે જોડો. યાદ કરો અને લખો.
– રાણીનો બગીચો
શૈક્ષણિક સાધન :
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલ ‘’પંખીને ઇજા’’ વાતનું કથન કરીશ. તેના આઘારે આપેલ વાકયોને યોગ્ય ક્રમમાં ગોઠવવા જણાવીશ. ‘’શંકરની બિલાડી’’ વાતનું કથન કરીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. પ્રાણીઓ પ્રત્યે લાગણીઓની ચર્ચા કરીશ. ગંગાની ગાય પ્રસંગનું વાંચન કરીશ. વિચારો અને કરો પ્રશ્નોના ઉત્તરો આપવા જણાવીશ. ચિત્રોનું અવલોકન કરાવીશ. ચંદુ તેના ગઘેડા માટે શું કરે છે તે લખાવીશ. વિચારો અને લખો. પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે. પાલતું પ્રાણી કેમ રાખીએ છીએ ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ તે વિગત લખશે. પંખીની ૫રબ બનાવવાની પ્રવૃત્તિ જૂથમાં કરાવીશ. ૫રબને શાળામાં કે ઘરે લટકાવવા જણાવીશ. કયું ૫ક્ષી પાણી પીવા આવે છે ? તેનું અવલોકન કરાવીશ. માનવી અને પ્રાણીઓ બન્નેને જરૂરી છે તેવી ત્રણ વસ્તુઓનાં નામ કોષ્ટકમાં લખાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા માહિતી મેળવીશક કે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને શું ખવડાવ્યુ તે લખવા જણાવીશ. વિચારો અને લખો માં આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. કોણ શું ખાય છે તે જુદા જુદા રંગની લાઇન દોરી જોડવા જણાવીશ. તમે અડકયા છો તમે અડકયા નથી ૫ણ અડી શકો છો તથા તમે અડી શકવાના નથી તેવા પ્રાણીઓના નામ લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને રાણીનો બગીચોના ચિત્રોનું વાંચન કરાવીશ. વર્ગમાં ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : તમારી આસપાસ જોવા મળતાં પ્રાણીઓની યાદી બનાવો.
– પ્રવૃત્તિ : પંખી ૫રબ બનાવો.
મૂલ્યાંકન
– આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– વિચારો અને લખો
– પ્રશ્નોના ઉત્તરો લખો.